મુંબઈ : મુંબઈમાં હાઈટાઈડ સમયે દરિયાકિનારે સેલ્ફી કે વીડિયો લેવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.આ સમયે મરીન ડ્રાઈવની પાળી પર બેસવાની પણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે.પોલીસે જૂહૂ બીચ, મરીન ડ્રાઈવ પ્રોમોનેડ,ગેટ વે ઓફ ઈન્ડિયા,મઢ, ગિરગાંવ ચોપાટી,બઁડસ્ટેન્ડ, દાદર ચોપાટી,ગોરાઈ બીચ,અક્સા બીચ,વર્સોવા બીચ,માહિમ બીચ અને હાજીઅલી બ્રિજ સહિતના વિસ્તારોને જોખમી પોઈન્ટ તરીકે અલગ તારવ્યા છે.આ જગ્યાઓ પર સેલ્ફી લેવા કે વીડિયો ઉતારતા પર્યટકોને દરિયાકિનારાથી દૂર રાખવાખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.મરીન ડ્રાઈવની પાળી પર પણ આ સમય દરમિયાન બેસવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
જુનમાં હાઈ ટાઈડ દરમિયાન જૂહુમાં દરિયામાં પડેલા ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો.તે પછી આ સમય દરમિયાન દરિયામાં કોઈ તરવા માટે પડે નહીં તે જોવા કાંઠા પર તૈનાત પોલીસ જવાનોને સાબદા કરાયા છે.આ ઉપરાંત મહાપાલિકાને આ વિસ્તારોમાં તેમના લાઈફગાર્ડઝની સંખ્યા વધારવા તથા તેમને સચેત રાખવા પણ જણાવાયું છે.


