મુંબઈ : મહારાષ્ટ્રમાં સત્તાની ધૂરા બદલાતાંની સાથે જ શિવસેનાના સાંસદ સંજય રાઉતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)ના કેટલાંક અધિકારીઓ સામે દક્ષિણ મુંબઈના બિઝનેસમેન મારફત શહેરના બિલ્ડરો પાસેથી પૈસા એકઠા કર્યા હોવાના આરોપની તપાસ માટે રચાયેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ(એસઆઈટી)ને વિખેરી નાખવાનો મુંબઈ પોલીસે નિર્ણય લઈ લીધો છે.દક્ષિણ મુંબઈના વેપારી અને બાર માલિક જીતેન્દ્ર નવલાની અને ઈડીના ત્રણ અ ધિકારીઓ પૈસાના બદલામાં ઈડીની તપાસ સામે રક્ષણ આપવાના નામે વેપારીઓ પાસેથી ખંડણીનું રેકેટ ચલાવાઈ રહ્યું હોવાના રાઉતે કરેલા આરોપ બાદ એસઆઈટી રચવામાં આવી હતી.મે મહિનામાં એન્ટિ કરપ્શન બ્યુરો(એસીબી)એ પહેલેથી આ સંબંધે ગુનો નોંધ્યો હોવાનું જણાવીને એસઆઈટીને મંગળવારે વસર્જીત કરવામાં આવી હતી.
નવલાની અને ઈડી દ્વારા કરાયેલી અરજીની સુનાવણીમાં બુધવારે પોલીસે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે આ પ્રકરણે એક એરજીનો કોર્ટે નિકાલ કર્યા બાદ એસઆઈટીને વિખેરી નાખવામાં આવી હોવાની મુંબઈ પોલીસે જાણકારી આપી હતી.માર્ચમાં રાઉતે આરોપ કર્યો હતો કે ૨૦૧૫ અને ૨૦૨૧માં કોલાબાના રહેવાસી નવલાનીએ ઈડીના અધિકારીઓ વતી રૃ.૫૮.૯૬ કરોડની વસૂલી કરી હતી અને આ રકમ કન્સલ્ટન્સી ફી અથવા અનસિક્યોર્ડ લોનના વનામે પડાવાઈ હતી.
આ નેટવર્કમાં મુખ્ય નામ જીતેન્દ્ર નવલાનીનું છે.અને તેની સાત કંપનીઓ છે જેમાં સો બિલ્ડરોનું ભંડોળ રોકાયેલું છે.કંપનીઓ સામે ઈડીની તપાસ ચાલી રહી હોવાથી તેમણે સાત કંપનીઓમાં ભંડોળ ટ્રાન્સફર કર્યું છે.નવલાની ઈડીના અધઇકારી માટે કામ કરે છે,એવો આરોપ રાઉતે કર્યો હતો.
મહાવિકાસ આઘાડીના બે કેબિનેટ પ્રધાન અનિલ દેશમુખ અને નવાબ મલિકની ઈડીએ મની લોન્ડરિંગ પ્રકરણે ધરપકડ કરતાં રાઉતે આ આરોપો કર્યા હતા.આ પ્રકરણે વિધિવત ફરિયાદ નોંધાવાઈ હતી અને પ્રકરણની તપાસ માટે એસઆઈટી નીમવામાં આવી હતી.એ વખતના ગૃહ પ્રધાન દિલીપ વળસે પાટીલે એસઆઈટીની જાહેરાત કરી હતી અને અ ેવખતના પોલીસ કમિશનર સંજય પાંડે પોતે તપાસનું નિરીક્ષણ કરી રહ્યા હતા.ટીમે અનેક લોકોના નિવેદન રેકોર્ડ કર્યા હતા અને બેન્ક ખાતાની વિગતો અને કોલ રેકોર્ડ તપાસ્યા હતા.


