મુંબઇ : શિવસેનામાં ધારાસભ્યો બાદ હવે સાંસદો તેના પગલે જઇ રહ્યા હોવાના ચિહ્ન દેખાય છે.શિવસેનાના ૧૮ લોકસભાના સાંસદ પૈકી ૧૧ સાંસદ શિંદે ગુ્રપમાં જોડાઇ એવી જોરદાર રાજકીય વર્તુળમાં ચર્ચા શરૃ છે.મુંબઇના સાંસદ રાહુલ શેવાળે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપ સહિતના એન.ડી.એના ઉમેદવાર દ્રૌપજી મુર્મના સમર્થનમાં મતદાન કરવાની માગણી શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કરી હતી.શિવસેના દ્વારા વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને સમર્થન આપવાની શક્યતા છે.
રાહુલ શેવાળેએ લખેલા પત્ર પર ચર્ચા પણ થઇ હતી.શિવસેનાના ૫૫ પૈકી ૪૦ ધારાસભ્યો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના બંડખોર ગુ્રપમાં સામેલ છે.હજી કેટલાક જવાની તૈયારીમાં છે.આ સિવાય સાંસદોને પોતાના તરફેણમાં કરવા માટે એકનાથ શિંદેએ પ્રયત્ન શરૃ કર્યો છે.મોટા ભાગના સાંસદો શિંદેને સમર્થન આપશે તો મૂળ શિવસેના સંગઠન કોના તાબાામાં ગણાય એ બાબતે શિંદે પ્રયત્ન શરૃ કરી દીધો છે. એટલે કે શિવસેનાનું ચૂંટણી ચિહ્ન ”ધનુષ્ય બાણ” મેળવવા શિંદે ગુ્રપે પ્રયત્ન શરૃ કર્યો છે.


