By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબે પર ગોળીબાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબે પર ગોળીબાર
GeneralInternational

જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબે પર ગોળીબાર

HM News
Last updated: 08/07/2022 4:54 AM
HM News
3 years ago
Share
SHARE

ભાષણ દરમિયાન આબે પર થયો હુમલો : ૪૨ વર્ષીય શંકાસ્પદની ધરપકડ જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે(Shinzo Abe)પર ગોળીબાર થયો છે.મળતી માહિતિ પ્રમાણે,શિન્ઝો આબે પશ્ચિમ જાપાનના નારા શહેરમાં એક સભાને સંબોધન કરી રહ્યા હતા અને તે દરમિયાન તેઓ અચાનક ઢળી પડ્યા હતા.સભાસ્થળે ગોળીબાર કરાયાનો અવાજ સંભળાયો હતો અને આબેના શરીરમાંથી લોહી નીકળતું દેખાયું હતું.તેમને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.આબેની હાલત કેવી છે તે વિશે હજી સુધી કોઈ સમાચાર નથી.તેમજ ગોળી કોણે અને શા માટે ચલાવી તે પણ સ્પષ્ટ થઈ શક્યું નથી.

અત્યાર સુધી મળેલી માહિતિ પ્રમાણે,શિન્ઝો આબેને છાતીમાં બે ગોળી વાગી હતી.તેમનું ઘણું લોહી વહી જતા સ્થિતિ નાજુક છે.આબે ઢળી પડતાં ત્યાં હાજર લોકોને શરુઆતમાં કંઈ સમજાયું નહોતું.પરંતુ તેમને ગોળીબારનો અવાજ સંભળાયો હતો.પોલીસે જણાવ્યું છે કે,આ મામલે એક ૪૨ વર્ષીય શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.જણાવવામાં આવી રહ્યું છે કે,ભાષણ દરમિયાન આબેને પાછળથી ગોળી મારવામાં આવી છે.

જાપાનના મીડિયા રિપોર્ટ્સ અનુસાર,ગોળી વાગ્યા બાદ શિન્ઝો આબેને હાર્ટ એટેક પણ આવ્યો છે.જો કે સત્તાવાર રીતે આ અંગે કોઈ નિવેદન કરવામાં આવ્યું નથી.જાપાનમાં રવિવારે અપર હાઉસની ચૂંટણી યોજાવાની છે.આબે નારા શહેરમાં ચૂંટણી પ્રચારના ભાગરૂપે સભા કરી રહ્યા હતા.તે સિવાય હુમલા બાદ ઘટનાસ્થળ પરથી કેટલાક વીડિયો પણ વાયરલ થયા છે.જેમાં સ્થળ પર અફરી-તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઇએ કે,૬૭ વર્ષીય શિન્ઝો આબે લિબરલ ડેમોક્રેટિક પાર્ટી(LDP)સાથે જોડાયેલા હતા.શિન્ઝો આબે ૨૦૦૬થી ૨૦૦૭ અને પછી ૨૦૧૨થી ૨૦૨૦ સુધી વડાપ્રધાન પદ પર રહ્યાં હતા.૨૦૨૦માં તેમણે ખરાબ તબિયતને કારણે રાજીનામું આપ્યું હતું.

તાંતીથૈયાના એક ગોડાઉનમાંથી 5.67 લખનો વિદેશીનો જથ્થો ઝડપાયો
સુરતમાં પોલીસ કોન્સ્ટેબલે હીરા વેપારીને રૂ. 8 લાખનો ચુનો ચોપડ્યો, બે ઠગ સામે ફરિયાદ નોંધાઇ
ઇમરાન ખાને પેટ્રોલ અને ડીઝલની કિ‍ંમતમાં ઘટાડા બદલ ભારતની પ્રશંસા કરી
દમાસ્કસ નજીક ઈઝરાયેલના કથિત હવાઈ હુમલામાં 3 સીરિયન સૈનિકો માર્યા ગયા
લોકડાઉનમાં વધુ છૂટછાટ : બૂકસેલર, ઇલે. રીપેરીંગ દુકાનો, ફલોરમીલ, બેકરી, મોબાઇલ રિચાર્જ કરનારા દુકાનો ખોલી શકશે
Share This Article
Facebook Email Print
Previous Article en iyi bahis şirketleri – Illegal Bahis, Sanal Bahis Ve Bahis Şirketlerinin Para Nakline Aracılık Etmek
Next Article ગુજરાતમાં ભારે વરસાદથી ક્યાંક સ્કૂલ-બસ પલટી ગઈ તો ક્યાંક પુલ થયો ધરાશાયી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up