ઉપલેટામાં સાડાચાર ઇંચ,લોધિકામાં ચાર ઇંચ જેટલો વરસાદ,દક્ષિણ ગુજરાતના કપરાડા અને વાપીમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત પર સતત મેઘમહેર થઈ રહી છે.ગઈ કાલે રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં ૮ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.એમાં પણ સવારે ૧૦થી ૧૨ વાગ્યા વચ્ચેના બે કલાકમાં સવાત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો.ગુજરાતમાં ગઈ કાલે સાંજે છ વાગ્યા સુધીમાં ૧૪૯ તાલુકામાં હળવોથી ભારે વરસાદ પડ્યો હતો.એમાં પણ રાજકોટ જિલ્લા પર મેઘમહેર થઈ હતી.રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સાડાચાર ઇંચ,લોધિકામાં ચાર ઇંચ,કોટડાસાંગાણીમાં અઢી ઇંચ,ધોરાજી અને ગોંડલમાં બે ઇંચ અને જેતપુર તાલુકામાં દોઢ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.લોધિકામાં તો બપોરે ૧૨થી ૨ વાગ્યા દરમ્યાન બે કલાકમાં પોણાચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો.
બીજી તરફ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડામાં ચાર ઇંચથી વધુ અને વાપીમાં ચાર ઇંચ વરસાદ પડ્યો હતો.નવસારી જિલ્લાના ખેરગામમાં પોણાચાર ઇંચથી વધુ,સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના ભેંસાણમાં અને મેંદરડામાં સાડાત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો,જ્યારે સુરત જિલ્લાના ચોર્યાસી,ગીરસોમનાથના સૂત્રાપાડા અને ઊના,વલસાડ જિલ્લાના પારડી અને વલસાડ તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો.ગઈ કાલે સૂત્રાપાડામાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો,તો ઉપલેટા,ભેંસાણ,ચોર્યાસી,કપરાડા તાલુકામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૧૪૯ તાલુકામાં હળવોથી ભારે વરસાદ પડ્યો હતો.રાજકોટ,જૂનાગઢ, ગીરસોમનાથ,ભાવનગર,પોરબંદર,જામનગર,દેવભૂમિ દ્વારકા,અમરેલી,કચ્છ,વલસાડ,નવસારી ,સુરત સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો.


