માને ગઈ કાલે ચંડીગઢમાં તેમના નિવાસસ્થાને ખૂબ સાદગીથી મૅરેજ કર્યાં હતાં પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને ગઈ કાલે ચંડીગઢમાં તેમના નિવાસસ્થાને ખૂબ સાદગીથી ૩૨ વર્ષનાં ડૉક્ટર ગુરપ્રીત કૌર સાથે મૅરેજ કર્યાં હતાં.દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ તેમ જ આમ આદમી પાર્ટીના સંસદસભ્ય રાઘવ ચઢ્ઢા સિવાય મોટા ભાગે ફૅમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ જ આ મૅરેજમાં આવ્યાં હતાં.ભગવંત માન પારિવારિક સંબંધો દ્વારા ગુરપ્રીત કૌરને છેલ્લાં કેટલાંક વર્ષથી જાણે છે.અરવિંદ કેજરીવાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે‘આજનો દિવસ ખૂબ ખુશીનો છે.મારો નાનો ભાઈ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનજીનાં મૅરેજ થઈ રહ્યાં છે અને તેઓ એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે.’ભૂતપૂર્વ સ્ટૅન્ડ-અપ કૉમેડિયન માનનાં ૬ વર્ષ પહેલાં ડિવૉર્સ થયા હતા અને તેમનાં પ્રથમ મૅરેજથી તેમને બે બાળકો છે.તેમનાં સંતાનો તેમની મમ્મી સાથે અમેરિકામાં છે.

