વાસ્તવમાં કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં ઝેન્ગશેન ઓઉ અને ઝેન્ગ જી વિવોના ડિરેક્ટર્સ હોવાનું જણાવાયું હતું મોબાઇલ કંપની વિવો સાથે જોડાયેલી કંપની જીપીઆઇસીપીએલના ચાઇનીઝ ડિરેક્ટર્સ ઝેન્ગશેન ઓઉ અને ઝેન્ગ જી ગયા વર્ષે જ ભારતમાંથી ભાગી ગયા હતા.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ(ઈડી)ના એક અધિકારીએ ગઈ કાલે આ જાણકારી આપી હતી.વાસ્તવમાં કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં ઝેન્ગશેન ઓઉ અને ઝેન્ગ જી વિવોના ડિરેક્ટર્સ હોવાનું જણાવાયું હતું અને સાથે જ જણાવાયું હતું કે ઈડીએ આ ચાઇનીઝ કંપનીની વિરુદ્ધ મની-લૉન્ડરિંગના કેસમાં તપાસને વેગ આપતાં તેઓ બન્ને ભાગી ગયા હતા.ઈડીએ મંગળવારે વિવો મોબાઇલ કમ્યુનિકેશન્સ અને અન્ય કેટલીક ચાઇનીઝ કંપનીઓની વિરુદ્ધના એક કેસ સંબંધમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને સાઉથ ઇન્ડિયાનાં કેટલાંક રાજ્યોમાં ૪૪થી વધારે જગ્યાએ દરોડા પાડ્યા હતા.


