સુરત : શહેરમાં ગાજયા મેઘ વરસ્યા નહીં તેવો ઘાટ થયો હતો.શહેરના એકમાત્ર રાંદેર-અડાજણ વિસ્તારમાં ૨ ઇંચ તેમજ બાકીના વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ નોંધાયો હતો.સુરત શહેરમાં ભારે વરસાદની આગાહીના પગલે આજે સવારથી જ આકાશ વાદળોથી ધેરાવાની સાથે એકાચાર થતા આજે મેઘરાજા ઝાલ્યા ઝલાશે નહીં તેવો મુશળધાર વરસાદ વરસશે તેવુ વાતાવરણ બનાવ્યુ હતુ.પરંતુ આખો દિવસ આવુ જ વાતાવરણ જોવા મળ્યુ હતુ.ઝાઝો વરસાદ નોંધાયો નથી.આજે દિવસના બપોરે ૧૨ થી ૨ માં રાંદેર ઝોનમાં ૨ ઇંચ વરસાદ નોંધાયો હતો.જયારે બાકીના ઝોનમાં આખા દિવસમાં કતારગામ,સેન્ટ્રલ ઝોનમાં ૦.૫ ઇંચ,અઠવામાં છ મિ.મિ,લિંબાયત અને ઉધના અને વરાછા બીમાં ૩ મિ.મિ અને વરાછા એ માં ૨ મિ.મિ વરસાદી પાણી પડયુ હતુ.આખો દિવસ વાદળીયુ હવામાન સાથે વરસાદ ટપક ટપક થતા સુરત જાણે હિલ સ્ટેશન બન્યુ હોઇ તેવુ વાતાવરણ જોવા મળ્યુ હતુ.

