મુંબઈ : તા.08 જુલાઈ 2022,શુક્રવાર : મહારાષ્ટ્રમાં નવી સરકાર બન્યા બાદ હવે 11મી જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં થનારી સુનાવણી પર નજર છે.અહેવાલ પ્રમાણે,ઉદ્ધવ ઠાકરે કેમ્પે સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી દાખલ કરી છે.જેમાં રાજ્યપાલના આમંત્રણને પડકારવામાં આવ્યું છે.ઉદ્ધવ ઠાકરે કેમ્પે 30 જૂને એકનાથ શિંદે સરકાર રચવા માટે આમંત્રણ આપવાના નિર્ણય સામે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરી છે.આ પગલું શિંદેએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના એક અઠવાડિયા કરતાં વધુ સમય બાદ લેવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે,ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે.તમામ મામલાની સુનાવણી 11 જુલાઈએ એકસાથે થવાની છે.હાલમાં સુપ્રીમ કોર્ટ મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળ શિવસેનાના બળવાખોર ધારાસભ્યોના જૂથને નવી પાર્ટી વ્હીપને માન્યતા આપવાના મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષના આદેશ સામે ઉદ્ધવ ઠાકરે જૂથની અરજીની સુનાવણી 11મી જુલાઈએ સુપ્રીમ કોર્ટ સોમવારે કરશે.


