સુરત : ઉત્તર ભારતીયોને વતન જવા માટે રેલવેમાં ભારે અસુવિધાઓનો સામનો કરવો પડે છે અને ટિકિટો માટે બબ્બે-ત્રણત્રણ દિવસ સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે.આ સમસ્યા નિરાકરણની ખાતરી યાત્રી સેવા સમિતિના ચેરમેન રમેશચંદ્ર રત્ને આપી હતી.સુરત સ્ટેશને યાત્રી સેવા સમિતિના સભ્યોએ ચેરમેનની સાથે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું.તેમણે નો-બિલ,નો-પેમેન્ટ,સ્વચ્છતા અને સુરક્ષાના મુદ્દે સંતોષ વ્યક્ત કર્યો હતો.ફૂડ પ્લાઝામાં આરઓ અને બ્રાન્ડેડ વસ્તુઓ નહીં મળતી હોવાનું ધ્યાનમાં આવતાં પેનલ્ટી પણ કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
સુરત રેલ્વે સ્ટેશને સુરક્ષા એજન્સીઓની સરાનીય કામગીરી તથા સરકારની યોજનાઓના અમલની નોંધ લઈને સુરત રેલ્વે સ્ટેશનને રુ.10,000 અને એજન્સીઓને રુ 5 હજારના સહિયારો એવોર્ડ આપવાની જાહેરાત તેમણે કરી હતી.રેલવે ક્ષેત્રે થઈ રહેલા વિકાસના મુદ્દે જણાવ્યું કે,આજે દેશમાં સ્થિતિ એ છે કે 8500થી વધુ રેલવે સ્ટેશનો એલઇડીથી સજ્જ છે અને રેલવેનું 80 ટકા ઈલેક્ટ્રીકેશન થઈ ગયું છે.તેજસ અને વંદે ભારત જેવી ટ્રેનોનું સંચાલન ખાનગી ક્ષેત્રને આપવાના નિર્ણયને યથા યોગ્ય ઠરાવીને તેમણે જણાવ્યું કે,રેલવેનું કોઈ ખાનગીકરણ થયું નથી.માત્ર કોમશયલ અને મેઇન્ટેનન્સ પાર્ટ આપવામાં આવ્યો છે.કોમશયલ પાર્ટ્સને ખાનગી ક્ષેત્રને આપવાથી રોજગાર વધશે.

