અમદાવાદ : રામોલ વિસ્તારમાં વોકિંગ કરવા નીકળેલા વૃદ્ધને માર મારી બે વ્યક્તિઓએ લૂંટી લઇ ધમકી આપી પલાયન થઇ ગયા હતા.આ મામલે વૃદ્ધે રામોલ પોલીસ મથકમાં બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે.શહેરના રામોલ વિસ્તારમાં 65 વર્ષીય બદામીલાલ કેસરીમલ જૈન પરિવાર સાથે રહે છે અને કાપડની દુકાન થકી ગુજરાન ચલાવે છે.ગઇકાલે બદામીલાલ ઘરેથી ચાલવા નીકળ્યા હતા.20 દિવસ પહેલાં તેમણે ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું હોવાથી તેઓ ધીરે ધીરે ચાલી રહ્યા હતા.
તેઓ 7.30 વાગ્યે વિજય ગોલ્ડ પેલેસ પાસે તેઓ પહોંચ્યા ત્યારે બાઇક પર આવેલા બે શખ્સોએ બદામીલાલને પાડી દીધા હતા.ત્યારબાદ તેમણે બદામીલાલને બાઇક પર બેસી જવા કહ્યું હતું.તેમણે ઇનકાર હતો.બાઇક પર આવેલા શખ્સોએ છરો કાઢ્યો હતો અને મારવા લાગ્યા હતા.પછી બનેએ છરો દેખાડી ધમકી આપી હતી કે, તારી પાસે જે હોય તે આપી દે.આ દરમિયાન બીજા શખ્સે બદામીલાલના ખિસ્સામાં હાથ નાખી પર્સ ઝૂંટવી લીધુ હતુ અને લાયસન્સ લઇ લીધુ હતુ.આ ઉપરાંત બન્નેએ ભેગા મળીને તેમને માર માર્યો હતો.
આ દરમિયાન બન્ને શખ્સોએ તેમનું અપહણ કરવાનો પ્રાયસ કર્યો હતો.જેથી તેમણે બૂમાબૂમ કરતા લોકો એકત્ર થતા તેઓ ભાગ્યા હતા.જો કે,ધમકી આપી હતી કે,આજે બચી ગયો હવે ફરી આ બાજુ દેખાઇશ તો તને મારી નાંખીશ.ત્યારબાદ બદામીલાલે તેમના દીકરાને જાણ કરતા તે ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો.આ અંગે પ્રાથમિક તપાસ કરતા હુમલો કરી લૂંટ ચલાવનાર યુવક અક્ષય ઉર્ફે ભૂરિયો અને તેનો મિત્ર સિદ્ધાર્થ ઉર્ફે સાહિલ હતો.જેથી આ મામલે બદામીલાલે બન્ને સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.


