માતાની હત્યા કર્યા બાદ યુવાને લોકલ ટ્રેન આગળ પડતુ મુક્યું, બચી ગયો

95

મુંબઈ : મુંબઈના મુલુંડમાં શનિવારે એન્જિનિયરિંગના એક વિદ્યાર્થીએ માતાની હત્યા કરી હતી.હત્યા કર્યા બાદ તેણે આત્મહત્યા કરવા માટે લોકલ ટ્રેન સામે ઝંપલાવ્યું દીધુ હતું.જોકે,તે બચી ગયો હતો.પરંતુ ગંભીર ઈજાના કારણે તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.પોલીસના જણાવ્યા અનુસાર,તેણે હત્યા કર્યા બાદ લોકલ ટ્રેન નીચે કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

જણાવી દઈએ કે ઘટના મુલુંડના વર્ધમાનની છે.અહીં શનિવારે સાંજે 40 વર્ષીય માયા પંચાલ નામની મહિલાની લોહીથી લથપથ લાશ તેના ઘરમાં મળી આવી હતી.પોલીસના જણાવ્યા અનુસાર,22 વર્ષીય આરોપી યુવકનું નામ જયેશ પંચાલ છે,જે એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે.હજુ સુધી હત્યાના કારણોનો ખુલાસો થયો નથી.પોલીસને ઘટનાસ્થળેથી ગુજરાતીમાં લખેલી ચિઠ્ઠી મળી આવી હતી.મુલુંડ પોલીસે ઘટના સંદર્ભે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.ટ્રેનની સામે કૂદી રહેલા વ્યક્તિના સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે,જે હૃદયને હચમચાવી નાખે તેવો છે.

Share Now