By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ૩૦ ટકા દુકાનોએ કર્યું છે મરાઠી સા​ઇન બોર્ડના આદેશનું પાલન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ૩૦ ટકા દુકાનોએ કર્યું છે મરાઠી સા​ઇન બોર્ડના આદેશનું પાલન
GeneralMumbai

૩૦ ટકા દુકાનોએ કર્યું છે મરાઠી સા​ઇન બોર્ડના આદેશનું પાલન

HM News
Last updated: 12/07/2022 5:36 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઈમાં બીએમસી પાસે લગભગ ૫.૦૮ લાખ દુકાનો અને એસ્ટૅબ્લિશમેન્ટ રજિસ્ટર્ડ છે મહાવિકાસ આઘાડીના શાસનકાળમાં બીએમસીએ મરાઠીમાં સાઇન બોર્ડ લગાવવાનો આદેશ જાહેર કર્યો હતો,જેનો સેંકડો દુકાનદારોએ વિરોધ કર્યો હતો.જોકે બીએમસી દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસ મુજબ લગભગ ૩૦ ટકા જેટલા દુકાનદારોએ બીએમસીના આદેશનું પાલન કર્યું છે.મુંબઈમાં બીએમસી પાસે લગભગ ૫.૦૮ લાખ દુકાનો અને એસ્ટૅબ્લિશમેન્ટ રજિસ્ટર્ડ છે.

સૌપ્રથમ સુધરાઈએ આ આદેશનું પાલન કરવા માટે ૧૫ મે સુધીનો સમય આપ્યો હતો તથા પાછળથી એને પહેલી જુલાઈ સુધી લંબાવ્યો હતો.જોકે અસોસિએશન ઑફ શૉપકીપર્સ દ્વારા આ આખો મામલો કોર્ટ સમક્ષ રજૂ કરાતાં બીએમસીએ આદેશનું પાલન ન કરનારાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી શરૂ કરી નથી.

ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર આશિષ શર્માએ કહ્યું હતું કે‘૩૦ જૂનના રોજ હાથ ધરેલા સર્વેક્ષણ મુજબ લગભગ ૩૦ ટકા જેટલા દુકાનદારોએ નવા નોટિફિકેશન મુજબ સાઇન બોર્ડમાં ફેરફાર કર્યા છે.જોકે બીએમસી પાસે વૉર્ડઆધારિત આંકડાકીય માહિતી ઉપલબ્ધ નથી.’મહારાષ્ટ્ર શૉપ્સ ઍન્ડ એસ્ટૅબ્લિશમેન્ટ્સ (રેગ્યુલેશન ઑફ એમ્પ્લૉયમેન્ટ ઍન્ડ કન્ડિશન ઑફ સર્વિસ)(સુધારો) ઍક્ટ ૨૦૨૨માં કરાયેલા સુધારા મુજબ રાજ્યની તમામ દુકાનોએ દેવનાગરી લિપિમાં મરાઠીમાં સાઇન બોર્ડ મૂકવાં ફરજિયાત છે.

જો સાઇન બોર્ડ પર એક કરતાં વધુ ભાષામાં દુકાનનું નામ લખવામાં આવ્યું હોય તો મરાઠી ભાષાના ફોન્ટ અન્ય ભાષા કરતાં નાના ન હોવા જોઈએ.મુંબઈમાં સાઇન બોર્ડ બનાવતા લોકો પ્રમાણમાં ઓછા હોવાથી તેમણે નવું સાઇન બોર્ડ બનાવવા માટે વધુ ખર્ચ કરવો પડશે એમ જણાવીને દુકાનદારોએ વધુ સમયની માગણી કરી હતી,જેને પગલે બીએમસીએ વાસ્તવિકતાની ખાતરી કરવા સર્વે હાથ ધર્યો હોવાનું સુધરાઈના અધિકારીએ જણાવ્યું હતું.

રાજસ્થાનના બુંદીમાં જાનૈયા ભરેલી બસ નદીમાં ખાબકી, 24માં મોત
જુગારીઓ આનંદો ! હવે ઓનલાઈન ગેમિંગ,હોર્સ રેસિંગ,કેસિનો પર 28% GST વસુલાશે
મહેસાણામાં ગુરૂવારથી સ્વૈચ્છિક લોકડાઉન : ૨ મે સુધી બજારો બંધ
લોકડાઉનના ભણકારા : દિલ્હી-પુણેથી મોટી સંખ્યામાં પોતાના ઘરે પરત ફરી રહ્યા છે પ્રવાસી મજૂરો
શિવરાત્રિ : જાણો શિવલિંગ પર કેમ પાણી, દૂધ, દહીં અને શીતલતા આપતી વસ્તુઓ ચઢાવવામાં આવે છે
Share This Article
Facebook Email Print
Previous Article બાબા બર્ફાનીની કૃપાથી જીવ બચ્યો
Next Article ટીનેજરને બળાત્કાર કરીને મારી નાખવાની ધમકી આપનારને મુંબઈ પોલીસ જમ્મુ-કાશ્મીરથી પકડી લાવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up