2023માં ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે

93

એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે 2023માં ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે.અત્યારે ચીન સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને આવતા વર્ષે ભારત તેનાથી આગળ નિકળી જશે.વર્લ્ડ પોપ્યુલેશન ડે(World Population Day)2022ના અવસર પર સંયુક્ત રાષ્ટ્રએ ભારતને લઈને ચોંકાવનારો રિપોર્ટ આપ્યો છે.તેનો અંદાજ છે કે 2023માં ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે.અત્યારે ચીન સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને આવતા વર્ષે ભારત તેનાથી આગળ નીકળી જશે.

સોમવારે વિશ્વ વસ્તી દિવસ મનાવવામાં આવી રહ્યો છે.આ અવસર પર સંયુક્ત રાષ્ટ્રએ અહેવાલ આપ્યો છે કે નવેમ્બર 2022ના મધ્ય સુધીમાં વિશ્વની વસ્તી 8 અબજ સુધી પહોંચી જશે.વૈશ્વિક વસ્તી 1950 પછી સૌથી ધીમી ગતિએ વધી રહી છે.2020માં વસ્તી વૃદ્ધિ દર ઘટીને એક ટકાથી પણ ઓછો થઈ ગયો છે.સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના અંદાજો અનુસાર,વિશ્વની વસ્તી 2030માં લગભગ 8.5 અબજ અને 2050માં 9.7 અબજ થઈ જશે.2080 સુધીમાં તે લગભગ 10.4 અબજની ટોચે પહોંચવાનો અંદાજ છે.

યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે આ વર્ષે પૃથ્વી પર આઠ અબજમાં માનવીનો જન્મ થશે.આ આપણી વિવિધતાને ઉજવવાની,આપણી સામાન્ય માનવતાને ઓળખવાની અને આરોગ્યની પ્રગતિથી આશ્ચર્યચકિત થવાની તક છે.આરોગ્ય ક્ષેત્રે થયેલી પ્રગતિએ મનુષ્યનું આયુષ્ય વધાર્યું છે.માતા અને બાળ મૃત્યુદરમાં ધરખમ ઘટાડો થયો છે.આ સાથે,તે પૃથ્વીની સંભાળ રાખવા માટે અમારી સહિયારી ભાગીદારીની પણ યાદ અપાવે છે.આપણી પરસ્પર જવાબદારીમાં આપણે ક્યાં નિષ્ફળ રહ્યા છીએ તેનું મૂલ્યાંકન કરવાનો આ સમય છે.રિપોર્ટમાં આગાહી કરવામાં આવી છે કે 2023માં ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે અને ચીનને પાછળ છોડી દેશે.

Share Now