By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જોહાનિસબર્ગના બારમાં ફાયરિંગઃ 16 લોકોનાં મોત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > જોહાનિસબર્ગના બારમાં ફાયરિંગઃ 16 લોકોનાં મોત
GeneralInternational

જોહાનિસબર્ગના બારમાં ફાયરિંગઃ 16 લોકોનાં મોત

HM News
Last updated: 12/07/2022 6:33 AM
HM News
3 years ago
Share
SHARE

જોહાનિસબર્ગ : દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગના સોવેટો ટાઉનશિપના એક બારમાં બંદૂકધારીઓએ કરેલા અંધાધૂંધ ફાયરિંગમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા હતા અને નવ ઘાયલ થયા હતા.સાઉથ આફ્રિકામાં બે દિવસમાં આવા માસ શૂટિંગની આ બીજી ઘટના છે.શનિવારે ક્વાઝુલુ-નેટલ પ્રાંતના પીટરમેરિટ્સબર્ગમાં ફાયરિંગની ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા અને આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

પ્રાંતના પોલીસ કમિશનર એલિયાસ મેવેલાએ જણાવ્યું હતું કે આ ઘટના રાત્રે આશરે 12.30 વાગ્યે બની હતી.તેમાં 12 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા,જ્યારે બાકીના 4 લોકોના હોસ્પિટલમાં મોત થયા હતા.હોસ્પિટલમાં બે લોકોની હાલત ગંભીર છે અને બીજા લોકોની હાલત સ્થિર હતી.પોલીસને એક કરતાં વધુ શૂટરની આશંકા છે.હાલમાં ફાયરિંગના ઇરાદાની જાણકારી નથી,પરંતુ એવું લાગે છે કે શૂટર અહીં આવ્યા અને આડેધડ ગોળીબાર ચાલુ કર્યો હતો.પોલીસ આરોપીઓની ધરપકડ માટે સતત પ્રયાસો કરી રહી છે.

કમ્યુનિટી સેફ્ટી ફેઇથ માઝિબુકોની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યે જણાવ્યું હતું કે ગુનેગારો મિનીબસ વ્હિકલમાં આવ્યા હતા અને કોઇ વોર્નિંગ વગર હાઇ કેલિબર વીપન્સથી ફાયરિંગ ચાલુ કર્યું હતું.આને તમે ઇરાદાપૂર્વકની લૂંટફાટ કહી શકો નહીં,કારણ કે તેઓ કંઇ લૂંટી ગયા ન હતા.તેઓ બારમાં ધૂસ્યા હતા અને તેમાં આનંદ માણી રહેલા લોકો પર આડેધડ ગોળીબાર ચાલુ કર્યો હતો.પીટરમેરિટ્સબર્ગની ઘટનામાં પણ બે ગનમેન મિનિબસમાં આવ્યા હતા અને બારમાં રહેલા લોકો પર અંધાધૂંધ ગોળીબાર ચાલુ કર્યો હતો.કુલ 12 લોકોને ગોળી મારવામાં આવી હતી,તેમાં ઘટનાસ્થળે બેના મોત થયા હતા અને બે લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા.અગાઉ એક પખવાડિયા પહેલા ઇસ્ટ લંડનના બારમાં 21 યુવાન લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.

ન્યૂયોર્કમાં યુવાનો માટે સેમિ-ઓટોમેટિક રાઇફલની ખરીદી પર પ્રતિબંધ મુકાયો
સરકારે રેમડેસિવીરની કેન્દ્રીય ફાળવણી બંધ કરવાનો કર્યો નિર્ણય..જાણો શું આપ્યું કારણ
કંગનાની માતાએ કોંગ્રેસને આપ્યો આંચકો, PM મોદી અને અમિત શાહને લઈને કહ્યું કે…ભારતીય જનતા પાર્ટીનું દામન થામી લીધું
પહેલાં ભગવાનની પૂજા, પછી પ્રદ​ક્ષિણા અને ત્યાર બાદ ચોરી
કોરોના : સુપર પાવર અમેરિકા ધ્વસ્ત, કુલ ૭૫,૫૪૩ લોકોના મોત
Share This Article
Facebook Email Print
Previous Article નેધરલેન્ડમાં કર્મચારીઓને ‘વર્ક ફ્રોમ હોમ’નો અધિકાર અપાશે
Next Article લસકાણા ગામમાં એક રૂમમાં જુગાર રમતા પાંચ ઉડિયા યુવાન ઝડપાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up