સુરત : તા.12 જુલાઈ 2022,મંગળવાર : સુરતના લસકાણા ગામમાં એક રૂમમાં રવિવારે મધરાત બાદ જુગાર રમતા પાંચ ઉડિયા યુવાનને સરથાણા પોલીસે ઝડપી પાડી રોકડા રૂ.10,230 કબજે કર્યા હતા.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે સરથાણા પોલીસે રવિવારે મધરાત બાદ એક વાગ્યે લસકાણા ગામ વિપુલનગર વિષ્ણુભાઇ રબારીના મકાનમાં રૂમ નં.4 માં છાપો મારી ત્યાં જુગાર રમતા મૂળ ઓરિસ્સાના વતની અને ત્યાં જ રહી મજૂરીકામ કરતા પ્રભાનજન બીપીનભાઇ ભુયાન(ઉ.વ.27),અમુલ્ય વિશ્વનાથ બીસોઇ(ઉ.વ.30),રાજીવ અભીમન જેના(ઉ.વ.34),શીબા હરીબંધુ સ્વાઇ(ઉ.વ.34)અને અશોક વિજયભાઇ બહેરા(ઉ.વ.38)ને ઝડપી લીધા હતા.પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.10,230 કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લસકાણા ગામમાં એક રૂમમાં જુગાર રમતા પાંચ ઉડિયા યુવાન ઝડપાયા
Leave a Comment

