By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાજયમાં વરસાદી પરિસ્થતિ અંગે મુખ્ય સચિવે સમીક્ષા બેઠક યોજી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > રાજયમાં વરસાદી પરિસ્થતિ અંગે મુખ્ય સચિવે સમીક્ષા બેઠક યોજી
AhmedabadGeneral

રાજયમાં વરસાદી પરિસ્થતિ અંગે મુખ્ય સચિવે સમીક્ષા બેઠક યોજી

HM News
Last updated: 12/07/2022 6:48 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ : તા.12 જુલાઈ 2022,મંગળવાર : રાજ્યના આઠ જિલ્લાઓમાં થયેલ ભારે વરસાદ સંદર્ભે મુખ્ય સચિવ પંકજ કુમારે આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર,ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.મુખ્ય સચિવે તમામ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ને ઝીરો કેઝયુલિટીના સંપૂર્ણ સંવેદનશીલ અભિગમ સાથે રાહત બચાવની કામગીરી કરવા સૂચનાઓ આપી હતી.તેમજ રાહત બચાવ સંદર્ભે નાગરિકોને ત્વરિત કાર્યવાહી કરવા ભારપૂર્વક જણાવ્યું હતું.

તેમણે ભરૃચ,તાપી,નર્મદા,સુરત,વલસાડ,ડાંગ અને છોટાઉદેપુર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે વન ટુ વન સમીક્ષા કરીને કરેલી તૈયારીઓ અને કામગીરીની સમીક્ષા કરી હતી અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને બચાવ રાહત કામગીરીને વધુ સુસજજ બનાવવા સૂચનાઓ આપી હતી.જ્યાં સંભવિત ભયજનક સ્થિતિ હોય તેવી જગ્યાએ સ્થાનિક આગેવાનોને સાથે રાખીને વધુને વધુ નાગરિકોનું સ્થળાંતર કરીને તેમને આશ્રયસ્થાનોમાં રાખવા જણાવી અસરગ્રસ્તોને આરોગ્ય ભોજન સહિતની તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવા વહીવટીતંત્રને તેમણે સૂચનાઓ આપી હતી.

તેમણે ઉમેર્યું કે આગામી ૪૮ કલાકમાં પરિસ્થિતિ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.આ સંદર્ભે વધુ પાંચ એનડીઆરએફની ટીમો અત્રેથી ડિપ્લોય કરીને રવાના કરી દેવાઈ છે.જે સત્વરે રાહત બચાવ કામગીરીમાં જોડાઈ જશે.તેમણે આ જિલ્લાના સમગ્ર વહીવટી તંત્રને એક ટીમ તરીકે એલર્ટ મોડમાં રહીને કામગીરી કરવા સૂચનાઓ આપી હતી.આ ઉપરાંત આશ્રયસ્થાનોમાં રહેતા નાગરિકોને કેશડોલ્સ સહિતની વિવિધ સહાય પણ સત્વરે પૂરી પાડવા સૂચન કર્યું હતું.આ બેઠકમાં મહેસુલ વિભાગના અધિક સચિવ કમલ દયાની,રાહત કમિશનર પી.સ્વરૃપ,આઇજીપી પિયૂષ પટેલ સહિત જિલ્લા કક્ષાએથી વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.

ગેન્ગસ્ટર દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પારકરનો ફલેટ ખરીદનારે સોદો રદ્દ કર્યો
લોકડાઉન પછી આઈટીના 12 લાખ કર્મચારી ઘરેથી કામ કરશે
ગુજરાતમાં મેઘ તાંડવ, કુલ ૬૩નાં મોત
દિલ્હી લીકર પોલીસી કૌભાંડ : CBIએ દાખલ કરેલી ચાર્જશીટમાંથી મનીષ સિસોદિયાનું નામ ગાયબ
કોરોના મહામારી વચ્ચે આજથી 80 વધારાની સ્પેશિયલ ટ્રેન શરૂ
Share This Article
Facebook Email Print
Previous Article શહેરભરમાં અષાઢમાં જળતાંડવ, અમદાવાદનાં પાલડીમાં ૨૪ કલાકમાં ૧૮,ઉસ્માનપુરામાં ૧૫ ઈંચ વરસાદ
Next Article મુંબઈમાં ભારે વરસાદની આગાહી, 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up