મીરા રોડમાં આજે ગુરુપૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન

119

બાપા સીતારામ સેવા સંસ્થા-મીરા રોડ દ્વારા આજે મીરા રોડમાં ગુરુપૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.મહોત્સવમાં સવારે ૫.૩૦થી ૭ વાગ્યા દરમ્યાન ગુરુપૂજન તથા ધજાપૂજન અને ૭ વાગ્યે આરતી થશે.૯.૧૫ વાગ્યે મઢૂલીથી શોભાયાત્રા નીકળશે.બપોરે ૧૨થી બે વાગ્યા દરમ્યાન મહાપ્રસાદ,૩થી ૬.૩૦ વાગ્યા દરમ્યાન સંતવાણી (ડાયરો),સાંજે ૭ વાગ્યે મહાઆરતી અને ૭.૧૫થી રાતના ૯ વાગ્યા દરમ્યાન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.સ્થળઃ બાપા સીતારામ સેવા સંસ્થા(મઢુલી),ઇન્દ્રપ્રસ્થ સામે,ઐયપ્પા મંદિરની પાછળ, પૂનમ વિહાર, મીરા રોડ-ઈસ્ટ.

Share Now