ખલીએ ટોલ પ્લાઝા પર કર્મચારીને માર્યો લાફો..જુઓ વીડિયો

104

વીડિયોમાં ખલી(દલીપ સિંહ રાણા)વારંવાર કહેતા જોવા મળે છે કે બેરિકેડ ખોલો પરંતુ ટોલ પ્લાઝાના લોકો આ વાત સાથે સહમત નથી થતાં અને બાદમાં બંન્ને વચ્ચે ઝઘડો થાય છે.ભૂતપૂર્વ WWE ચેમ્પિયન `ધ ગ્રેટ ખલી`ઉર્ફે દલીપ સિંહ રાણાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં તે ટોલ પ્લાઝાના લોકો સાથે ઝઘડો કરતા દેખાઈ છે,જેથી ટોલ પ્લાઝાના લોકો રસ્તામાંથી બેરિકેટ હટાવી રહ્યા નથી.વીડિયોમાં ખલી(દલીપ સિંહ રાણા)વારંવાર કહેતા જોવા મળે છે કે બેરિયર ખોલો પરંતુ ટોલ પ્લાઝાના લોકો આ વાત સાથે સહમત નથી થતાં.આ દરમિયાન વીડિયો બનાવનાર વ્યક્તિ કહેતો જોવા મળે છે કે`તમે લાફો કેમ માર્યો `?વીડિયો બનાવનાર વ્યક્તિનો દાવો છે કે ખલીએ ટોલ પ્લાઝાના કર્મચારીને આઈડી કાર્ડ માંગવા પર થપ્પડ મારી હતી.જ્યારે ખલીનું કહેવું છે કે આ લોકો તેને બ્લેકમેઈલ કરી રહ્યા છે કારણ કે એક કર્મચારી ફોટો પડાવવા કારમાં પ્રવેશી રહ્યો હતો.

Share Now