નવી દિલ્હી : ઉત્તરપ્રદેશમાં બુલડોઝરની કાર્યવાહી મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરી હતી.આ દરમિયાન સુપ્રીમ કોર્ટે રાજ્યમાં તોડફોડ માટે બુલડોઝર કાર્યવાહી પર વચગાળાનો પ્રતિબંધ લગાવવાનો ઈનકાર કર્યો છે.સુપ્રીમ કોર્ટે પોતાના અવલોકનમાં કહ્યું કે,ગેરકાયદે બાંધકામ તોડવાની પ્રક્રિયામાં સામાન્ય પ્રતિબંધનો આદેશ અમે કરી શકીએ નહીં,આનાથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે પાલિકાના અધિકારમાં કાપ થઈ જશે.
હવે આ મામલામાં આગામી સુનાવણી 10 ઓગષ્ટે થશે.આ મામલે ગુજરાત અને મધ્યપ્રદેશ સરકારેને પણ સુપ્રીમ કોર્ટે નોટિસ આપી છે.આ કેસમાં વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે કાનપુર-પ્રયાગરાજ પાલિકા તરફથી કોર્ટમાં દલીલ કરી,જ્યારે યુપી સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી.અરજી કરનારને વકીલે વકીલે કોર્ટમાં દલીલ કરતા કહ્યું કે અસામમાં હત્યાના આરોપીનું ઘર તોડવામાં આવ્યું,ખરેખર આ અટકવું જોઈએ,આ મામલામાં વિસ્તૃત સુનાવણી જરૂરી છે.જ્યારે સરકાર તરફથી સોલિસિટર જનર તુષાર મહેતાએ કોર્ટને કહ્યું કે,હિંસા પહેલા કાયદાકીય કાર્યવાહી શરુ થઈ ગઈ હતી.આ વિષયને સનસનીખેજ બનાવવામાં ન આવે.તો સુપ્રીમ કોર્ટે સામે સવાલ કર્યો કે,આ મામલામાં સુનાવણી 8 ઓગષ્ટે કરવામાં આવે?
સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ આરોપ લગાવ્યો કે પિક એન્ડ ચૂઝની પોલિસી અપનાવવામાં આવી રહી છે,એક સમુદાયને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે.તો સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વાંધો લેતા કહ્યું કે,તમામ ભારતીય એક સમુદાયના છે.તમે આ પ્રકારની દલીલ કરી શકો નહીં.તરત દવેએ દલીલમાં એમ કહ્યું કે,તમે જુઓ કે દિલ્હીમાં લગભગ તમામ ફાર્મ હાઉસ ગેરકાયદે છે,પરંતુ તેના પર કોઈ કાર્યવાહી થઈ રહી નથી.તમે રોકવાનો આદેશ આપો.તો કોર્ટે જણાવ્યું કે,આ પ્રકારનો આદેશ કેવી રીતે આપી શકીએ ? હવે આ મામલામાં સુપ્રીમ કોર્ટ 10 ઓગષ્ટે સુનાવણી કરશે.તમામ પક્ષકારો 8 ઓગષ્ટે પોતાના જવાબ દાખલ કરી શકશે.

