સુરત : ભારત સરકારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 18 થી 59 વર્ષના લોકોને વિનામુલ્યે કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવા જાહેરાત કરી છે તે અંતર્ગત સુરત મ્યુનિ.વિસ્તારમાં 9.24 લાખ લોકો પ્રિકોશન ડોઝ લઇ શકશે.સુરત મ્યુનિ.પાસેની માહિતી મુજબ ૧૮થી ૫૯ વર્ષના 9.24લાખ લોકો એવા છે જેઓ પ્રિકોશન ડોઝ લઈ શકે છે.સુરત મ્યુનિ.તંત્ર દ્વારા ૧૫ જુલાઈથી શહેરમાં 150 જગ્યાએ પ્રિકોશન ડોઝ આપવા આયોજન કરાયું છે.
અત્યારસુધી 60 વર્ષથી વધુ વયનાને જ વિનામૂલ્યે પ્રિકોશન ડોઝ અપાતો હતો.18થી 59 વર્ષની વયના લોકોએ પૈસા ચૂકવીને ડોઝ લેવો પડતો હતો.અત્યાર સુધીમાં સુરતમાં આ વયજુથના 32744 લોકોએ પૈસા ખચીને પ્રિકોશન ડોઝ લીધો છે.હવે 18 વર્ષથી વધુ વયના લોકોને પ્રિકોશન ડોઝ મફત અપાશે.મ્યુનિ.ના તમામ હેલ્થ સેન્ટર,ઝોન ઓફિસ અને અલગ અલગ સેન્ટરો મળી કુલ ૧૫૦ જેટલા સેન્ટરો પરથી તા.15 જુલાઇથી વેક્સિનનો ડોઝ અપાશે.માત્ર 75 દિવસ જ લોકો નિઃશુલ્ક આ ડોઝ મેળવી શકશે.ત્યારબાદ આ ડોઝ માટે પૈસા ચૂકવવા પડશે

