By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: EDને ધરપકડ, સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર, PMLAમાં ફેરફાર યોગ્ય : SC
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > EDને ધરપકડ, સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર, PMLAમાં ફેરફાર યોગ્ય : SC
GeneralNational

EDને ધરપકડ, સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર, PMLAમાં ફેરફાર યોગ્ય : SC

HM News
Last updated: 27/07/2022 7:37 AM
HM News
3 years ago
Share
SHARE

– સીબીઆઈ કે અન્ય કોઈ એજન્સી દ્વારા બંધ કરી દેવામાં આવેલા કેસને પણ ઈડી પોતાના હાથમાં લઈને તપાસ કરી શકે છે

નવી દિલ્હી, તા. 27 જુલાઈ 2022, બુધવાર : સુપ્રીમ કોર્ટે ઈડીના અધિકારો તથા પીએમએલએને પડકારતી અરજીઓ મામલે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે.કોર્ટના કહેવા પ્રમાણે ઈડીને ધરપકડ કરવાનો અધિકાર છે.મની લોન્ડ્રિંગ એક સ્વતંત્ર ગુનો છે અને મની લોન્ડ્રિંગ એક્ટમાં કોઈ જ ખામી નથી.

ઈડી અને પીએમએલએ મામલે નોંધાયેલી 240 અરજીઓ અંગેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે.કોર્ટના કહેવા પ્રમાણે 2018ના વર્ષમાં મની લોન્ડ્રિંગ એક્ટમાં જે ફેરફાર કરવામાં આવ્યા હતા તે યોગ્ય જ છે.ઉપરાંત કોર્ટે એજન્સી દ્વારા કરવામાં આવતી ધરપકડ અને આરોપીઓની પુછપરછને પણ યોગ્ય ગણાવ્યા હતા.

અન્ય એજન્સીઓના બંધ કેસમાં પણ ED એક્શન લઈ શકે

અરજીકર્તાઓની અન્ય એક માગણી મામલે કોર્ટે જણાવ્યું કે, જો ઈડીએ કોઈ ફરિયાદ દાખલ કરી હોય તો આરોપીને તેની કોપી આપવી જરૂરી નથી.તે સિવાય સીબીઆઈ કે અન્ય કોઈ એજન્સી દ્વારા બંધ કરી દેવામાં આવેલા કેસને પણ ઈડી પોતાના હાથમાં લઈને તપાસ કરી શકે છે.તે સિવાય કોર્ટે પીએમએલએમાં મની બિલ અંતર્ગત કરવામાં આવેલા ફેરફારનો સવાલ 7 જજની બેંચ સમક્ષ મોકલવાનો નિર્ણય લીધો છે. અરજીમાં ઈડી દ્વારા કરવામાં આવતી રેડ,ધરપકડના અધિકાર,સંપત્તિની જપ્તી તથા જામીનની આકરી શરતો અંગે વિચારણા કરવા માટે વિનંતી કરવામાં આવી હતી.

સંપત્તીની જપ્તીના અધિકારને સુપ્રીમ કોર્ટે યોગ્ય ગણાવીને કારણ દર્શાવ્યું

જસ્ટિસ એ.એમ ખાનવિલ્કરની અધ્યક્ષતાવાળી બેંચે જણાવ્યું કે, ઈડી દ્વારા કરવામાં આવતી ધરપકડ એ મનમાની નથી.ઉપરાંત ઈડી દ્વારા સંપત્તિ જપ્ત કરવામાં આવે છે તેને યોગ્ય ઠેરવતા કહ્યું કે, ખોટી રીતે પૈસા કમાનારા લોકો તેનો ઉપયોગ ન કરી શકે તે માટે ઈડી આવો અધિકાર ધરાવે છે.

સુપ્રીમ કોર્ટે જામીન માટેની 2 આકરી શરતોને પણ યથાવત રાખી છે. મની લોન્ડ્રિંગ એક્ટ અંતર્ગત આરોપીઓને 2 શરતો પર જામીન મળે છે.આ શરતો છે- કેસમાં દોષી ન હોવાના સમર્થનમાં કોઈ પુરાવો મળે અને એવો વિશ્વાસ અપાવવામાં આવે કે, બહાર નીકળ્યા બાદ આરોપી અન્ય કોઈ ગુનો નહીં કરે.

ED માટે ECIRની કોપી આપવી જરૂરી નહીં

કોર્ટે ઈડી દ્વારા નોંધાવવામાં આવતા એન્ફોર્સમેન્ટ કેસ ઈન્ફોર્મેશન રિપોર્ટ (ECIR) અંગે પણ મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે.કોર્ટે જણાવ્યું કે, તે ઈડીનો આંતરિક દસ્તાવેજ છે અને તે આરોપીઓને સોંપવો જરૂરી નથી.કોર્ટે જણાવ્યું કે, પ્રાથમિક તબક્કામાં ઈડી માટે આરોપીને ધરપકડ માટેનો આધાર જણાવવો પૂરતો રહેશે.

કોંગ્રેસી નેતા કાર્તિ ચિદંબરમ સહિત અનેક લોકો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં ઈડીના અધિકારો તથા પીએમએલએમાં ફેરફારને પડકાર આપીને કહેવામાં આવ્યું હતું કે, તેના દ્વારા બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.તેના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત જે કરારોનો હિસ્સો છે તેના અંતર્ગત આ કાર્યવાહી જરૂરી છે જેથી મની લોન્ડ્રિંગનો સામનો કરી શકાય.

લોકડાઉનનો પ્રથમ દિવસ ભંગ બદલ બે વર્ષની કેદઃ લોકોમાં પેનિક
શું CR પાટીલ પહેલાથી જ જાણતા હતા કે રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી થઈ જશે?
મહમંદ પયગમ્બર વિવાદ : યુપી, પ. બંગાળ, ઝારખંડમાં પ્રદર્શનો
વાવાઝોડું નજીક આવ્યું ત્યારે ભરુચની હાંસોટ પોલીસ ભૂદેવને શોધવા નીકળી ને થયું એવું કે….. તમે પણ જાણીને ચોંકી જશો
મોદીએ પોતાની કઈ વાત માનવા બદલ પાટીદારોનો માન્યો આભાર, લખ્યું, હું ઉંઝા ગયો હતો ત્યારે મેં કહેલું કે…
Share This Article
Facebook Email Print
Previous Article તેહરાન ક્રાંતિકારી અદાલત આ અઠવાડિયે જર્મન-ઈરાની પત્રકાર જમશીદ શર્મહદને મૃત્યુદંડની સજા આપી શકે
Next Article ભાજપ સરકાર હચમચી ઉઠી, લઠ્ઠાકાંડ સર્જાતા હાઇકમાન્ડે સરકારનો ઉધડો લીધો : CM ભૂપેન્દ્ર પટેલે પોલીસ અધિકારીઓને ખખડાવ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up