હેન્ડલ સલીમ અલી તરફથી મળેલી ધમકીનો સ્ક્રીનશોટ શેર કરતા યોગી દેવનાથે લખ્યું છે કે, “સર તનસે જુદા” વાળી ગેંગ સક્રિય થઈ ગઈ છે.ગુજરાત પોલીસે આ બાબતે સંજ્ઞાન લેવું જોઈએ.
ગુજરાતના મહંતને સર-તનસે-જુદાની ધમકી આપવામાં આવી છે.ગુજરાતના સંત અને હિન્દુ યુવા વાહિનીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ યોગી દેવનાથને સોશિયલ મીડિયા પર ધમકી આપનાર હેન્ડલનું નામ સલીમ અલી છે જે પોતાને SRK (શાહરુખ ખાન)નો પ્રશંસક કહે છે.સલીમ અલીએ પ્રોફાઈલ પિક્ચરમાં શાહરૂખ ખાન અને તેના પુત્ર આર્યન ખાનનો ફોટો પણ મૂક્યો છે.ગુજરાતના મહંતને સર-તનસે-જુદાની ધમકી 11 ઓગસ્ટ 2022 (ગુરુવાર)ના રોજ આપવામાં આવી છે.યોગી દેવનાથે આ અંગે ગુજરાત પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.
.@GujaratPolice सर तन से जुदा वाली गैंग एक्टिव हो गई है,संज्ञान ले… https://t.co/2nHy8PiSEm pic.twitter.com/PnfJkeP4bq
— Yogi Devnath🚩 (@YogiDevnath2) August 11, 2022
યોગી દેવનાથ દ્વારા શેર કરવામાં આવેલ સ્ક્રીનશોટમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ તેના એક હાથમાં પ્રતીકાત્મક રીતે યોગી દેવનાથના કપાયેલા માથાનો ફોટો છે.અને એ જ વ્યક્તિના બીજા હાથમાં બંદૂક છે.યોગી દેવનાથના ટ્વીટના જવાબમાં આ ધમકી મળી છે.સલીમ અલી (@saleem8268) નામના આ ટ્વિટર હેન્ડલ પર આ ફોટો શેર કરતી વખતે એક હસતું ઇમોજી પણ મુકવામાં આવ્યું છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર ધમકી આપનાર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણનો વિરોધ કરવા પર યોગી દેવનાથથી નારાજ હતો.હેન્ડલ સલીમ અલી તરફથી મળેલી ધમકીનો સ્ક્રીનશોટ શેર કરતા યોગી દેવનાથે લખ્યું છે કે, “સર તનસે જુદા” વાળી ગેંગ સક્રિય થઈ ગઈ છે.ગુજરાત પોલીસે આ બાબતે સંજ્ઞાન લેવું જોઈએ.યોગી દેવનાથે પોતાના ટ્વિટમાં આરોપીતની લિંક પણ શેર કરી છે.હાલ મુદ્દાને વાયરલ થતો જોઈને આરોપીએ તેનું ટ્વિટ ડિલીટ કરી દીધું છે અને ટ્વિટર હેન્ડલ બંધ કરી દીધું છે.
मैं गुजरात सरकार से मांग करती हूं कि #योगी_देवनाथ_को_सुरक्षा_दो
— Dr. Prachi Sadhvi (@Sadhvi_prachi) August 12, 2022
નોંધનીય છે કે આરોપી સલીમ પોતાને શાહરૂખ ખાનનો મોટો ફેન ગણાવે છે. પ્રોફાઇલ ફોટો સિવાય તેણે કવર ફોટોમાં શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મનું પોસ્ટર પણ મૂક્યું છે.સલીમના મતે શાહરૂખ ખાન તેના માટે માત્ર એક બોલીવુડ સ્ટાર નથી પરંતુ તેની દુનિયા છે.હાલમાં સાધ્વી પ્રાચી સહિત અન્ય ઘણા યુઝર્સ પણ સલીમનો સ્ક્રીનશોટ શેર કરીને તેની ધરપકડ અને યોગી દેવનાથને સુરક્ષાની માંગ કરી રહ્યા છે.
આમીરની “લાલ સિંઘ ચઢ્ઢા” પર બહિષ્કારની માઠી અસર
સોશિયલ મીડિયા પર થતા બહિષ્કાર વચ્ચે આમિર ખાનની ફિલ્મ લાલ સિંઘ ચઢ્ઢા ગઈકાલે દેશભરના થીયેટરોમાં રિલીઝ થઇ હતી.રક્ષાબંધનની રજાનો દિવસ હોવા છતાં લાલ સિંઘ ચઢ્ઢાને દર્શકોનો પ્રતિસાદ મળ્યો નથી અને પહેલા દિવસે 10 થી 11 કરોડની કમાણી થઇ હોવાનું કહેવાય છે.તો ક્યાંક દર્શકો ન હોવાના કારણે શૉ ઓછા કરવામાં આવ્યા હોવાના અને રદ કરવામાં આવ્યા હતા.આમિર ખાનની ફિલ્મ લાલ સિંઘ ચઢ્ઢાનો શરૂઆતથી જ સોશિયલ મીડિયા પર બહિષ્કાર થઇ રહ્યો હતો.જે બાદ ગઈકાલે રક્ષાબંધનના દિવસે રિલીઝ થઇ હોવા છતાં લોકો જોવા પહોંચ્યા ન હતા.આગળ પણ રજાના દિવસો આવી રહ્યા છે,પરંતુ જે રીતે ફિલ્મની શરૂઆત જ અત્યંત નબળી થઇ છે તેને જોતાં લાગી રહ્યું છે કે આવનાર દિવસોમાં કલેક્શન વધુ નીચે જશે.
હવે ફિલ્મના બહિષ્કાર પર પણ “સર તનસે જુદા”
નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી ગુસ્તાખ-એ-નબીના નારા સાથે દેશના વિવિધ ભાગોમાં ઘણા લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે.આ સાથે 28 જૂન 2022ના રોજ ઉદયપુરમાં કન્હૈયાલાલ નામના વ્યક્તિની પણ નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.હાલમાં ફિલ્મનો બહિષ્કાર કરવા બદલ જાનથી મારી નાખવાની ધમકીનો આ પહેલો કિસ્સો છે.