By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પંજાબમાં ઝડપાયેલા 38 કિલો ડ્રગ્સ મામલે ગુજરાત ATS એ કચ્છમાંથી બે ઈસમોની કરી ધરપકડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > પંજાબમાં ઝડપાયેલા 38 કિલો ડ્રગ્સ મામલે ગુજરાત ATS એ કચ્છમાંથી બે ઈસમોની કરી ધરપકડ
AhmedabadGeneral

પંજાબમાં ઝડપાયેલા 38 કિલો ડ્રગ્સ મામલે ગુજરાત ATS એ કચ્છમાંથી બે ઈસમોની કરી ધરપકડ

HM News
Last updated: 01/09/2022 7:32 AM
HM News
3 years ago
Share
SHARE

– કચ્છના લખ્ખી ગામમાંથી બે ઈસમોની અટકાયત કરાઈ, અમદાવાદ ખાતે લવાયા
– બન્ને આરોપીઓને પંજાબ પોલીસને સોંપવા માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

તાજેતરમાં પંજાબ પોલીસ દ્વારા એક ટ્રકમાંથી 38 કિલો હેરોઈન જપ્ત કરાયું હતું.જેની તપાસમાં આ માદક પદાર્થ ગુજરાતના ભૂજથી પંજાબ ગયો હોવાનું સામે આવ્યું હતું.જેને પગલે ગુજરાત એટીએસ દ્વારા ત્વરિત તપાસ હાથ ધરીને આ મામલે 2 આરોપીઓની કચ્છમાંથી ધરપકડ કરવામાં આવી છે.આ બન્ને આરોપીઓને પંજાબ પોલીસને સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત 27 ઓગષ્ટના રોજ પંજાબ પોલીસ દ્વારા એક ટ્રકના ટૂલ બોક્ષમાંથી 38 કિલો હેરોઈન ઝડપી પાડવામાં આવ્યું હતું.જેમાં મુદ્દામાલ સાથે બે આરોપીઓ કુલવિન્દર રામ ઉર્ફે કિન્દા તથા બિટ્ટુ બન્ને રહે પંજાબની અટકાયત કરવામાં આવી હતી.આ મામલે ગુનો નોંધી પંજાબ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે આ ટ્રક ભુજ થી પંજાબ ગયો હતો.આ બાબતની જાણ પંજાબ પોલીસ દ્વારા ગુજરાત એટીએસના ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી હતી.

મહત્વનું છે કે ગુજરાત એટીએસના અધિકારીઓ ને આ બાબતની જાણ થતાં જ તેઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.જેને પગલે ગુજરાત એટીએસ દ્વારા ટેક્નીકલ તથા હ્યુમન ઈન્ટેલીજન્સ મારફતે માહિતી મળી હતી કે કચ્છના ગુવાર મોટી ગામ પાસે આવેલ લખ્ખી ગામના બે ઈસમો ઉમર ખમીસા જત અને હમદા હારૂન જત આ ગુનામાં સંડોવાયેલા છે.જેની જાણ થતાં જ ગુજરાત એટીએસના પોલીસ ઈન્સપેક્ટર એમ.એસ.ત્રિવેદી તથા સી.એચ.પનારા ની ટીમ કચ્છ જવા રવાના થઈ હતી.

આ વિશે મળતી માહિતી મુજબ બે દિવસ અગાઉ જ ગુજરાત એટીએસ દ્વારા કચ્છના લખ્ખી ગામ ખાતેથી સદર બન્ને ઈસમોની અટકાયત કરીને અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતા.આ બન્ને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતાં જાણવા મળ્યુ હતુ કે, આ માલ પાકિસ્તાનના ગુલ મોહમ્મદ દ્વારા મોકલવામાં આવ્યો હતો.હાલ આ બન્ને આરોપીઓને પંજાબ પોલીસને સોંપવા માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જે બાદ તેઓની પૂછપરછમાં અનેક ખુલાસા થઈ શકે છે.

સેમિકન્ડકટર ચિપની અછતની અસર EV પર પણ : ઈ-સ્કૂટરના વેચાણમાં ઘટાડો
દમણથી કારમાં દારૂ ભરી સુરત લઇ જતા 2 પકડાયા
ગોલ્ડ સ્મલિંગ કૌભાંડની ક્વીનના કેરાલાના સીએમ સાથેના ફોટા વાયરલ થયા
રાજ્યમાં ઠંડીના વાતાવરણ વચ્ચે બે દિવસ વરસાદની આગાહી, આ વિસ્તારમાં પડશે વરસાદ
લોકઅપમાં રાત વિતાવ્યાં બાદ દેવાયતને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાયો, બે સાગરીતો પોલીસ સમક્ષ હાજર થયા
Share This Article
Facebook Email Print
Previous Article વડોદરાના સાવલીમાં પકડાયેલા રૂ.1125 કરોડના MD ડ્રગ્સ કેસમાં લાજપોર જેલનું કનેક્શન ખુલ્યું
Next Article આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર જીવલેણ હુમલો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up