By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ : વારાણસીની જિલ્લા કોર્ટે કહ્યું – કેસ સાંભળવા યોગ્ય, મુસ્લિમ પક્ષની અપીલ ફગાવી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ : વારાણસીની જિલ્લા કોર્ટે કહ્યું – કેસ સાંભળવા યોગ્ય, મુસ્લિમ પક્ષની અપીલ ફગાવી
GeneralNational

જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ : વારાણસીની જિલ્લા કોર્ટે કહ્યું – કેસ સાંભળવા યોગ્ય, મુસ્લિમ પક્ષની અપીલ ફગાવી

HM News
Last updated: 12/09/2022 9:21 AM
HM News
4 years ago
Share
SHARE

હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને જણાવ્યું કે જિલ્લા જજ એ.કે. વિશ્વેશની કોર્ટે પોતાના નિર્ણયમાં મુસ્લિમ પક્ષની અરજીને ફગાવી દીધી છે.આ મામલે આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરે થશે.આ જ દિવસે મુસ્લિમ પક્ષને જવાબ રજૂ કરવા પણ જણાવાયું છે.
ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં દિલ્હીનાં રાખી સિંહ અને અન્ય ચાર મહિલાઓએ જ્ઞાનવાપી મસ્જિદ પરિસારમાં શ્રૃંગાર ગૌરી અને અન્ય દેવી-દેવતાઓનાં દર્શન,પૂજન અને ભોગ માટે અનુમતિ માગતી એક અરજી દાખલ કરી હતી.

શું છે હાલમાં ચાલી રહેલો કેસ?

ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં દિલ્હીનાં રાખી સિંહ અને અન્ય ચાર મહિલાઓએ જ્ઞાનવાપી મસ્જિદ પરિસારમાં શ્રૃંગાર ગૌરી અને અન્ય દેવી-દેવતાઓનાં દર્શન,પૂજન અને ભોગ માટે અનુમતિ માગતી એક અરજી દાખલ કરી હતી.વારાણસીની નીચલી કોર્ટમાં દાખલ કરાયેલી આ અરજીમાં અરજદારોએ દાવો કર્યો હતો કે દેવી-દેવતા પ્લૉટ નંબર 9130માં છે.અરજીમાં સર્વે કરીને સમગ્ર વાતને સુનિશ્ચિત કરવાની માગ પણ મૂકવામાં આવી હતી.લગભગ આઠ મહિના બાદ 8 ઍપ્રિલ, 2022ના રોજ કોર્ટે સર્વેક્ષણ અને એની વીડિયોગ્રાફી કરવાનો આદેશ આપ્યો હતો.મસ્જિદ ઇંતઝામિયાએ ઘણાં ટેકનિકલ પાસાંના આધારે આ આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.જે રદ કરી દેવાયો હતો.દાવો કરવામાં આવ્યો હતો કે સર્વેક્ષણ દરમિયાન મસ્જિદના વજૂખાનામાં એક એવી આકૃતિ મળી છે,જે શિવલિંગ છે.ત્યાર બાદથી મસ્જિદને સીલ કરી દેવામાં આવી છે.

જોકે, સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણી કરીને મસ્જિદમાં નમાજ યથાવત્ રાખવાનો આદેશ આપ્યો પરંતુ વજૂખાનાને હજુ પણ સીલ જ રખાયું છે.શ્રૃંગાર ગૌરીની પૂજા અત્યારે પણ વર્ષમાં એક વખત નવરાત્ર ચતુર્થીના દિવસે થાય છે.જોકે, પૂજા રોજ કરવાની મંજૂરી માગવામાં આવી હતી.મુસ્લિમ પક્ષે સવાલ ઉઠાવ્યો હતો કે પૂજાવાળી જગ્યા મસ્જિદની પશ્ચિમ તરફ આવેલી દીવાલની બહારની બાજુએ છે.તો મસ્જિદમાં પ્રવેશ અને સર્વેક્ષણ શા માટે?જ્ઞાનવાપી મામલે સુનાવણી હવે વિશેષ અદાલત કરી રહી છે.જેમાં આજે એટલે કે 12 સપ્ટેમ્બરે ચુકાદો આવ્યો છે.કાશી વિશ્વનાથ-જ્ઞાનવાપી મસ્જિદને લઈને આ પ્રથમ કોર્ટ કેસ નથી.અંજુમન ઇંતેઝામિયા મસ્જિદના વકીલ અભય યાદવે બીબીસી સંવાદદાતા અનંત ઝણાણેને જણાવ્યું કે વર્ષ 1991માં એક કેસ દાખલ થયો હતો.જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મસ્જિદ જ્યાં બની છે, તે કાશી વિશ્વનાથની જમીન છે જેથી મુસ્લિમ ધર્મસ્થળને હઠાવીને તેનો કબજો હિંદુઓને સોંપવામાં આવે.આ મામલો હાલ હાઇકોર્ટમાં છે.સ્થાનિક લોકો અનુસાર મસ્જિદને લઈને સૌથી પહેલો વિવાદ વર્ષ 1809માં થયો હતો,જેણે સાંપ્રદાયિક હિંસાનું રૂપ ધારણ કર્યું હતું.અદાલતમાં એક કેસ 1936માં પણ દાખલ કરવામાં આવ્યો.જેનો ચુકાદો બીજા જ વર્ષે આવી ગયો.ચુકાદામાં પહેલાં નીચલી કોર્ટે અને બાદમાં ઉચ્ચ ન્યાયાલયે મસ્જિદને વકફ બૉર્ડની પ્રૉપર્ટી માની.વર્ષ 1966માં પણ સોહનલાલ આર્ય નામની એક વ્યક્તિએ સર્વેક્ષણ માટે બનારસની કોર્ટમાં અરજી કરી હતી.આ વખતે સર્વેની માગ ઉઠાવનાર પાંચ મહિલામાંથી એક બનારસનાં લક્ષ્‍મીદેવી તેમનાં પત્ની છે.

જ્ઞાનવાપી મામલો – અત્યાર સુધી શું-શું થયું?

– 1991: ઉપાસનાસ્થળ કાયદો. કૉંગ્રેસની પીવી નરસિમ્હા રાવની સરકારે 1991માં ઉપાસનાસ્થળ કાયદો (વિશેષ જોગવાઈ) પાસ કર્યો. ભાજપે તેનો વિરોધ કર્યો. પરંતુ અયોધ્યાને અપવાદ માનવાને આવકાર્યું અને માગ કરી કે કાશી અને મથુરાને પણ અપવાદ માનવામાં આવે.
– 1991: જ્ઞાનવાપી મામલો કોર્ટમાં પહોંચ્યો. જ્ઞાનવાપી મસ્જિદને લઈને 1991માં પ્રથમ વખત કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી. વારાણસીના સાધુ-સંતોએ સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરીને ત્યાં પૂજાની માગ કરી. અરજીમાં મસ્જિદની જમીન હિંદુઓને આપવાની માગ કરવામાં આવી પરંતુ મસ્જિદ પ્રબંધન સમિતિએ તેનો વિરોધ કર્યો અને દાવો કર્યો કે તે ઉપાસનાસ્થળ કાયદાનું ઉલ્લંઘન છે.
– 2019: ડિસેમ્બરમાં અયોધ્યા ચુકાદાના અંદાજે એકાદ મહિના બાદ વારાણસી સિવિલ કોર્ટમાં નવી અરજી કરીને જ્ઞાનવાપી મસ્જિદના સર્વેની માગ કરવામાં આવી.
– 2020: વારાણસીની સિવિલ કોર્ટમાં મૂળ અરજી પર સુનાવણીની માગ કરવામાં આવી.
– 2020: અલાહાબાદ હાઇકોર્ટે સિવિલ કોર્ટની કાર્યવાહી રોકી અને આ મામલે ચુકાદો અનામત રાખ્યો.
– 2021: હાઇકોર્ટની રોક છતાં વારાણસી સિવિલ કોર્ટે ઍપ્રિલમાં કેસની સુનાવણી ફરીથી શરૂ કરી અને મસ્જિદમાં સર્વેને અનુમતિ આપી.
– 2021: ઑગસ્ટમાં પાંચ હિંદુ મહિલાઓએ વારાણસી સિવિલ કોર્ટમાં શ્રૃંગાર ગૌરીની પૂજાની અનુમતિ માટે અરજી દાખલ કરી.
– 2022: મસ્જિદ ઇંતેઝામિયાએ જ્ઞાનવાપી મસ્જિદની વીડિયોગ્રાફીને લઈને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા.
– 2022: સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થાય તે પહેલાં 16 મેના રોજ સર્વેનો રિપોર્ટ ફાઇલ કરવામાં આવ્યો અને વારાણસી સિવિલ કોર્ટે મસ્જિદની અંદર તે વિસ્તારને સીલ કરવાનો આદેશ આપ્યો, જ્યાં કથિતપણે શિવલિંગ મળી આવ્યું હતું. તે સ્થળે નમાઝ પઢવા પર પણ રોક લગાવી દીધી હતી.
– 2022: 17 મેના રોજ સુપ્રીમ કોર્ટે કથિતપણે શિવલિંગની સુરક્ષાની વાત કરી પરંતુ સાથે જ નમાઝ પઢવાની મંજૂરી આપી.
– 2022: 20 મેના રોજ સુપ્રીમ કોર્ટે એ મામલો વારાણસીની જિલ્લા કોર્ટમાં મોકલી આપ્યો, જે 12 સપ્ટેમ્બરે ચુકાદો આપશે.
ઉપાસનાસ્થળ કાયદો

18 સપ્ટેમ્બર 1991ના રોજ એક કાયદો ઘડવામાં આવ્યો હતો. એ વખતે કેન્દ્રમાં નરસિમ્હા રાવની સરકાર હતી અને તેની સરકારે પૂજાસ્થળ કાયદો સંસદમાં પસાર કર્યો હતો.પૂજાસ્થળ વિશેનો આ કાયદો કહે છે ભારતમાં 15 ઑગસ્ટ, 1947ના રોજ જે પણ ધાર્મિકસ્થળ જે પણ સ્થિતિમાં હતું એને ‘જૈસે થેની સ્થિતિમાં રાખવું’ અને તેમાં કોઈ ફેરફાર કરવો નહીં.એની એક જોગવાઈમાં એવું પણ કહેવાયું છે કે આ પ્રકારના કેસ કોર્ટમાં દાખલ કરતાં જ ખારિજ કરી દેવાશે.આ કાયદો જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરાની શાહી ઈદગાહ સહિત દેશનાં બધાં જ ધાર્મિકસ્થળોને લાગુ પડે છે.આ કાયદાની કલમ (3) અનુસાર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધાર્મિક સંપ્રદાય કે તેના કોઈ પંથના પૂજાસ્થળમાં કોઈ પણ રીતે કશો પણ ફેરફાર કરી શકે નહીં.આ કાયદાની કલમ 4(1)માં લખ્યું છે કે – આથી જાહેર કરવામાં આવે છે કે 15 ઑગસ્ટ, 1947ના રોજ પૂજાસ્થળનું ધાર્મિક સ્વરૂપ જેવું હોય તેવું જ યથાવત્ રાખવામાં આવશે.

આ કાયદાની કલમ 4(2) જણાવે છે કે – આ અધિનિયમ લાગુ પડે તે પહેલાં 15 ઑગસ્ટ, 1947ના રોજમાં ઉપસ્થિત હતાં તેવાં કોઈ પણ પૂજાસ્થળના ધાર્મિક સ્વરૂપમાં ફેરફાર માટે કોઈ દાવો,અપીલ કે કોઈ કાર્યવાહી કોઈ અદાલત, કે અધિકારી સમક્ષ પૅન્ડિંગ હશે તો તે રદ થઈ જશે.આવો કોઈ મામલો,દાવો,અપીલ કે અન્ય કાર્યવાહી કોઈ અદાલત કે અધિકારી સમક્ષ શરૂ કરી શકાશે નહીં.આ કાયદાની કલમ (5) અનુસાર અયોધ્યાનો વિવાદ આમાંથી બાકાત રખાયો હતો, કેમ કે એ મુકદમો આઝાદી પહેલાંથી જ અદાલતમાં હતો.વળી,જે સ્થળો પુરાતત્ત્વ વિભાગ અંતર્ગત હતાં અને એની જાળવણી માટે કોઈ રોકટોક નહોતી એને પણ આમાં અપવાદ તરીકે રખાયાં હતાં.જોકે, કાયદો ઘડાયો ત્યારે ઉમા ભારતી સહિત ભાજપના ઘણા નેતાઓએ આ નવા કાયદાનો ભારે વિરોધ કર્યો હતો.વર્ષ 2020ના ઑક્ટોબરમાં ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે સર્વોચ્ચ અદાલતમાં એક અરજી કરીને 1991ના પૂજાસ્થળના કાયદાની બંધારણીય યોગ્યતા સામે સવાલ કર્યો હતો.તેમણે ત્રણ બાબતોના આધારે પોતાની દલીલો રજૂ કરી છે.પહેલી દલીલ એ કે કેન્દ્ર સરકાર પાસે આવો કાયદો બનાવવાનો કોઈ અધિકાર નથી.તેમની દલીલ હતી કે ‘પબ્લિક ઑર્ડર’ એટલે કે ‘કાયદો-વ્યવસ્થા’ રાજ્ય સરકારનો વિષય છે.નરસિમ્હા રાવની સરકારે જ્યારે આ કાયદો બનાવ્યો ત્યારે દેશ અને રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી રહી હોવાનું જણાવીને, એ સ્થિતિને આધાર બનાવાઈ હતી.

અશ્વિની ઉપાધ્યાયે બીજી દલીલ એ કરી હતી કે ‘પિલગ્રિમેજ’ એટલે કે ‘તીર્થસ્થળ’ પર કાયદો બનાવવાનો અધિકાર કેન્દ્ર અને રાજ્ય બંનેને છે.પરંતુ કોઈ આંતરરાષ્ટ્રીય મામલો હોય, જેમ કે કૈલાસ માનસરોવર અથવા નાનકાનાસાહિબ તો એ કેન્દ્ર સરકારના અધિકાર ક્ષેત્રમાં આવે,જ્યારે મામલો રાજ્યોમાં આવેલા ધાર્મિક સ્થળનો હોય ત્યારે એ રાજ્યોના અધિકાર ક્ષેત્રમાં આવે.સુપ્રીમ કોર્ટ આ મામલે 11 ઑક્ટોબરે સુનાવણી કરી રહી છે.જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રાખતાં મસ્જિદ પક્ષના વકીલે તર્ક કર્યો હતો કે ઉપાસનાસ્થળ કાયદો લાગુ હોવાના લીધે અરજીકર્તાઓની અરજી દાખલ જ નહોતી થવી જોઇતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મુંબઈ ઍરપોર્ટ પરથી કસ્ટમ્સે બેલ્ટમાં છુપાવેલું ૧૨ કિલો સોનું પકડી પાડ્યું
Next Article RSSના ડ્રેસ કોડને આગ લગાવનારા હાલ ‘ભારત જોડો યાત્રા’ના નામે દેશને આગ લગાવી રહ્યાં છે : BJP
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up