By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગાંધીનગર બન્યું આંદોલનોનું એપી સેન્ટર,એક-બે નહીં પણ 5-5 વિરોધ પ્રદર્શનના રાજ્યભરમાં પડઘા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગાંધીનગર બન્યું આંદોલનોનું એપી સેન્ટર,એક-બે નહીં પણ 5-5 વિરોધ પ્રદર્શનના રાજ્યભરમાં પડઘા
GandhinagarGeneral

ગાંધીનગર બન્યું આંદોલનોનું એપી સેન્ટર,એક-બે નહીં પણ 5-5 વિરોધ પ્રદર્શનના રાજ્યભરમાં પડઘા

HM News
Last updated: 17/09/2022 8:52 AM
HM News
3 years ago
Share
SHARE

રાજ્ય સરકાર સામે સૌથી મોટી સમસ્યા ચૂંટણી ટાણે આંદોલન બની રહ્યા છે.હજી તો તલાટી કમ મંત્રીઓની માંગ સરકારે સ્વીકારી જ છે ત્યાં તો પૂર્વ સૈનિકો,આરોગ્ય કર્મચારી,કિસાન સંઘ,પોલીસ જવાનોથી લઈ સરકારી કર્મચારીઓ પોતાની જૂની પેન્શન સ્કીમને લઈને વિરોધ માટે ગાંધીનગરમાં દરરોજ એકત્ર થઈ રહ્યા છે.આ માટે સરકારે તાત્કાલિક ધોરણે વિધાનસભા બહાર RAFની ટીમને ઉતારવામાં આવી છે.

આ ઉપરાંત વિવિધ મોર્ચે નિરાકરણ લાવવા માટે સરકારે બેઠકોનો દોર પણ શરૂ કર્યો છે.જેમાં વિવિધ મંત્રીઓ દ્વારા બનાવવામાં આવેલી બેઠકો શરૂ કરી જેતે માંગણીઓ પર નિરાકરણ લાવવા માટે કામ ચાલી રહ્યું છે.ગાંધીનગરમાં આંદોલન વધતા પ્રવેશના તમામ માર્ગો પર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.આ સાથે જ RAFની પણ મદદ લેવામાં આવી છે.મંત્રી નિવાસસ્થાન-સચિવાલયની કિલ્લેબંધી કરવામાં આવી છે.ભારતીય કિસાન સંઘ પણ રસ્તા પર ઉતર્યો

ભારતીય કિસાન સંઘ દ્વારા ચાલી રહેલી હડતાળમાં મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.ખેડૂતોએ મંત્રી નિવાસસ્થાન અને રાજભવનના માર્ગો ઉપર ટ્રેક્ટર સાથે રેલી યોજી હતી.કિસાન સંઘ દ્વારા ચાલી રહેલા આંદોલનમાં ખેડૂતો ઘ-4થી મંત્રી નિવાસ સુધી ટ્રેક્ટર સાથે જોડાયા હતા.ખેડૂતોએ સરકાર વિરોધી નિવેદન કર્યા હતા તો બીજી તરફ પ્રતિબંધિત વિસ્તારમાં ખેડૂતો પહોચે નહી તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.ખેડૂતોએ સરકાર સામે રામધૂન પણ બોલાવી હતી.

નિવૃત સૈનિકો પોતાની માંગને લઇને આંદોલન

ગાંધીનગર આંદોલનથી ધણધણી ઉઠ્યુ છે.પડતર માંગો ના સ્વીકારાત પૂર્વ સૈનિકોએ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે.સતત ચાર દિવસથી નિવૃત સૈનિકો પ્રદર્શન કરી રહ્યા છે.સચિવાલય ફરતે કેન્ડલ માર્ચ યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.ગાંધીનગરમાં 144 કલમ લાગુ હોવા છતા પૂર્વ સૈનિકો ધરણા પર બેઠા હતા. વધુ એક પૂર્વ સૈનિકની તબીયત લથડતા સારવાર આપવી પડી હતી.

આરોગ્ય કર્મચારી 40 દિવસથી કરી રહ્યા છે પ્રદર્શન

ગુજરાત રાજ્ય પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ 40 દિવસથી હડતાલ પર ઉતર્યા છે.ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર એવા આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણીઓના સમર્થનમાં ગુરૂવારે સચિવાલયનો ઘેરાવ કર્યો હતો.જેમાં રાજ્યના તમામ જિલ્લાના આરોગ્ય કર્મચારી મોટી સંખ્યામાં જોડાયા હતા તો બીજી તરફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોગ્ય કર્મચારી મહાસંઘના અગ્રણી હોદ્દેદારો મુખ્યમંત્રી સમક્ષ આવેદનપત્ર આપવા માટે લઇ જવામાં આવ્યા હતા.

સરકારી કર્મચારીઓની જૂની પેન્શન સ્કીમ

આ બધા વચ્ચે રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.જે પણ આગામી દિવસોમાં ગાંધીનગરના રસ્તા પર ઉતરીને સરકાર સામે કડક વિરોધ પ્રદર્શન કરી શકે છે.હાલ રાજ્યના વિવિધ શહેરોમાં આ માંગણીઓ માટે વિરોધ પ્રદર્શન અને કલેક્ટરને આવેદન આપવામાં આવી રહ્યા છે.જેને જોતાં સરકારની તેના પર પણ નજર રહેલી છે.

એસટી કર્મચારીઓનું વિરોધ-આંદોલન

અન્ય સરકારી કર્મચારી બાદ હવે એસટી કર્મચારીઓએ પણ આંદોલનની જાહેરાત કરી છે.એસટી કર્મચારી મંડળોના એલાનને પગલે 16 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા આંદોલનની જાહેરાત કરવામાં આવી છે.એસટી નિગમના ડ્રાઇવર-કંડક્ટરથી માંડીને અન્ય કર્મચારી મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રીને મેસેજ મોકલીને વિરોધ પ્રદર્શિત કરશે.રેલીમાં જોડાવા ડીસાના 50 ખેડુતો ટ્રેક્ટર સાથે પહોંચ્યા ગાંધીનગર

ગાંધીનગર ખાતે જગતના તાત તેમની વિવિધ માગણીઓને અને લઈને છેલ્લા 21 દિવસથી સતત આંદોલન કરી રહ્યા છે.દરરોજ નવા -નવા કાર્યક્રમ ખેડૂતો દ્વારા આપવામાં આવી રહ્યા છે.છતાં સરકાર દ્વારા હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. ત્યારે ગુરુવારે 200 ટ્રેક્ટર સાથે રેલી યોજવા ગાંધીનગરમાં આયોજન કરાયું હતું.જેમાં ડીસા તાલુકાની કારોબારીના સભ્યો અને તાલુકા પ્રમુખ સહિત 50થી પણ વધુ ખેડૂતો ટ્રેકટર લઈને આ રેલીમાં ભાગ લેવા માટે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા.વિવિધ મુદ્દાઓને લઈને સરકારને જગાડવા યોજાઇ છે રેલી

ખેડૂતો દ્વારા વિવિધ માગણીઓ કરવામાં આવી રહી છે જેમાં મીટર હટાવવા,ચેકડેમ બનાવીને બનાસ નદીને જીવંત કરવા,અગાઉ થયેલો સર્વે રદ કરી ખેડૂતોને સાથે રાખી સર્વે કરવા સહિતની અન્ય 26 જેટલી માંગણીઓ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. આ માગણીઓને લઈને સરકારને જગાડવા માટે ખેડૂતો દ્વારા ટ્રેકટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેને લઈને પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.આ રેલી નીકળી ત્યારે ‘જય શ્રી રામ’ , ‘જય જવાન- જય કિસાન’ ના સૂત્રો ખેડૂતોએ પોકારીને વાતાવરણ ગુંજવી દીધું હતું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગાંધીનગર : પેન્શનની પળોજણ, ‘વિરોધ’ની દિવાળી !
Next Article ભાજપને ગુજરાતમાં હારવાનો ડર, PMOમાંથી હિરેન જોશી મીડિયાને ધમકાવે છેઃ કેજરીવાલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up