– નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયિનીની પૂજા વિધિ-વિધાનથી કરવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે
અમદાવાદ, તા. 01 ઓક્ટોબર 2022, શનિવાર : શારદીય નવરાત્રીનો દરેક દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ અને વિશેષ છે. 9 દિવસ સુધી માતા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.હિન્દુ પંચાગ પ્રમાણે આજે એટલે કે, 01 ઓક્ટોબરે નવરાત્રિની છઠ્ઠી તિથિ એટલે કે, છઠ્ઠી નવરાત્રી છે.આ દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે.માતા કાત્યાયનીની સવારી સિંહ છે અને તેને ચાર હાથ છે.એવું માનવામાં આવે છે કે, જો નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા વિધિ-વિધાનથી કરવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.મા કાત્યાયની પોતાના ભક્તોને અર્થ,ધર્મ,કામ અને મોક્ષના ચાર ફળ આપે છે.
જાણો પૂજાના મૂહુર્ત
સૂર્ય અને ચંદ્રમાનો સમય
સૂર્યોદય- 6:14 AM
સૂર્યાસ્ત- 6:07 PM
ચંદ્રોદય- 1 ઓક્ટોબર 11:35 AM
ચંદ્રાસ્ત- 1 ઓક્ટોબર 9:57 PM
————————————————-
આજના શુભ મૂહુર્ત
બ્રહ્મ મૂહુર્ત- 04:37 AMથી 05:25 AM
અભિજિત મૂહુર્ત- 1:47 AMથી 12:34 PM
વિજય મૂહુર્ત- 02:09 PMથી 06:19 PM
ગોધૂલિ મૂહુર્ત- 06:48 PMથી 08:20 PM
અમૃત કાળ- 06:48 PMથી 08:20 PM
નિશિતા મૂહુર્ત- 11:47 AMથી 12:35 AM 02 ઓક્ટોબર
રવિ યોગ- 06:14 AMથી 03:11 AM 02 ઓક્ટોબર
આજના અશુભ મૂહુર્ત
રાહુ કાળ- 09:12 AMથી 10:41 AM
યમગળ્ડ- 01:40 PMથી 03:09 PM
આડલ યોગ- 02 ઓક્ટોબર 03:11 AMથી 06:14 AM
વિડાલ યોગ- 02 ઓક્ટોબર 06:14 AMથી 03:11 AM
ગુલિક કાળ- 06:14 AMથી 07:43 AM
દુર્મુહૂર્ત- 06:14 AMથી 07:01 AM


