By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજે કેસરિયો ધારણ કર્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Bharuch-Ankleshwar-Narmada > ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજે કેસરિયો ધારણ કર્યો
Bharuch-Ankleshwar-NarmadaGeneral

ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજે કેસરિયો ધારણ કર્યો

HM News
Last updated: 03/10/2022 12:02 PM
HM News
3 years ago
Share
SHARE

– 16 ગામોના 300થી વધુ આગેવાનો અને કાર્યકરો પણ ભાજપમાં જોડાયા
– ચૂંટણી પહેલા જ કોંગ્રેસ તિતર બિતર થઈ રહી છે

ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજે 16 થી વધુ ગામોના આગેવાનો અને કાર્યકરો સાથે કોંગ્રેસને છોડી ભાજપનો કેસરિયો ધારણ કરતા કોંગ્રેસ ચૂંટણી પહેલા જ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે.જ્યારે વાગરા વિધાનસભા બેઠક પર ભાજપની પકડ વધુ મજબૂત બની રહી છે.વાગરા તાલુકાના સાયખા ખાતે ભરૂચ જિલ્લા ભાજપનું જન સંમેલન યોજાયું હતું.જેમાં ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની હાજરીમાં કોંગ્રેસના કદાવર આગેવાન અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજ,સાયખાના સરપંચ જયરાજસિંહ રાજ,દુધધારા ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન હેમંતસિંહ રાજ,વાગરા તાલુકા પંચાયતના સભ્ય મુબારક પઠાણ અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન યુનુસ સરપંચ સહિત 16 ગામોના આશરે 300થી વધુ કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા હતા.

ધારાસભ્ય અરુણસિંહ રણા અને જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ કેસરી ખેસ પહેરાવી આવકાર્યા હતા.વિધાનસભા ચૂંટણી હવે સાવ નજીકમાં છે.એક તરફ રાજકીય પક્ષો અને સરકાર પણ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ચુક્યા છે.ચૂંટણીલક્ષી રાજકારણ ધીરે ધીરે જામી રહ્યું છે.તેવા સંજોગોમાં કોંગ્રેસના મહેલના એક પછી એક કાંગરા ખરી રહ્યા છે.ભરૂચ જિલ્લામાં આગલી હરોળના કોંગ્રેસના અડીખમ આગેવાનો કોંગ્રેસથી છેડો ફાડી રહ્યા છે.તેવા સંજોગોમાં કોંગ્રેસ ડેમેજ કન્ટ્રોલ કરવા એડી ચોટીનું જોર લગાવી રહી છે.આમ છતાં કોંગ્રેસ સંગઠન તાર તાર થઈ રહ્યું છે.

ભાજપનો કેસરિયો ધારણ કરતા જ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજે કહ્યું હતું કે, કોંગ્રેસની અંદરની ટાંટિયા ખેંચ વૃત્તિથી નારાજ થયા હતા.હવે ગંધાર પટ્ટી માંથી 5000 મતોનું ધ્રુવીકરણ થશે તેમ કહી તેમણે ભાજપમાં જોડાયેલ આગેવાનો અને કાર્યકરોને આવનારી ચૂંટણીમાં સંકલ્પબદ્ધ બની ભાજપ સાથે રહેવા આહવાન કર્યું હતું.

ટ્વીટરનો ૪૪ અબજ ડોલરનો સોદો હાલ અટક્યો : ઈલોન મસ્કની ટ્વીટ
બારડોલી નગરપાલિકાની સામાન્ય સભા યોજાઇ :નગરવાસીઓ પર 1 ટકા જેટલો વાહન વેરો ઝીંકવામાં આવ્યો
અધધધ પરોપકારી ! નાઇઝીરીયાની એક વ્યકિતને ૧૩૦ પત્ની, ર૦૩ બાળકો
પક્ષપલટો કરવા માટે કરોડોની ઓફરના કેજરીવાલના આક્ષેપની તપાસ કરો : ભાજપ
ઓપી રાજભરનો અખિલેશ સામે બળવો, રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મૂને આપ્યું સમર્થન
Share This Article
Facebook Email Print
Previous Article વિકાસના કામો કરવા માટે લાંચિયા સરપંચે માંગ્યા રૂ. 50 હજાર, ACBએ ટ્રેપ ગોઠવી દબોચી લીધો
Next Article સુરત : ઉમિયાધામ અષ્ટમી પર 30 હજાર દીવડાની મહાઆરતીમાં ઝગમગી ઉઠ્યું, જુઓ વિડીયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up