– રિક્ષામાં રહેલ દારૂની બે પેટીનો કેસ ન કરવા માટે માંગી હતી લાંચ
આમ કહેવા માટે તો ગુજરાતમાં દારૂબંધી છે.પરંતુ લાખો-કરોડો રૂપિયાનો દારૂ પોલીસ ઝડપે છે.અને એમાં પણ લાંચ લેવાના અનેક કિસ્સા સામે આવતા હોય છે.ત્યારે અમદાવાદમાં રિક્ષામાં રહેલ દારૂની બે પેટીનો કેસ ન કરવા માટે પોલીસે લાંચ માંગી હતી.પ્રજાની રક્ષા કરનાર પોલીસ જ દારૂ પકડે છે પરંતુ કેસ ન કરવા માટે લાંચ માંગતા એસીબીના છટકામાં આબાદ ઝડપાઇ ગયા હતા.આ બનાવની વિગત મુજબ આ કામે ફરિયાદીએ અસારવા, શાહીબાગ ખાતેથી તેમના કાકાને પાર્સલ લેવા માટે મોકલી આપેલ.જે પાર્સલમાં બે પેટી દારૂ હોવાનું ફરિયાદીએ તેઓના કાકાને જણાવેલ.જેથી ફરીયાદીના કાકા શાહીબાગ ખાતેથી રિક્ષામાં પાર્સલ લઈને જતા હતા.જે સમય દરમિયાન શાસ્ત્રીનગર ખાતે પોલીસ કર્મચારીઓએ રિક્ષા રોકી હતી અને રીક્ષાને ફૂટબોલ ગ્રાઉન્ડ,શાસ્ત્રીનગરમાં મૂકી દીધેલ.જે રિક્ષામાં રહેલ દારૂની બે પેટીનો કેસ ન કરવા માટે આરોપીએ પ્રકાશ અમૃતભાઈ રબારીએ રૂ.5,00,000/- ની માંગણી કરી હતી.રકઝકના અંતે રૂ.2,25,000 માં નક્કી થયુ હતુ.જે પૈકી ગઈકાલે રૂ.1,00,000 આરોપી પ્રકાશ અમૃતભાઈ રબારીએ આપી દેવા જણાવ્યું હતુ.અને બાકીના રૂ.1,25,000/- બે દિવસ પછી આપવા માટે જણાવ્યુ હતુ. પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ના હતા.જેથી એસીબીનો સંપર્ક કરી ફરીયાદ કરી હતી.ફરિયાદીની ફરિયાદના આધારે લાંચનુ છટકુ ગોઠવ્યુ હતુ.જેમાં આરોપી પ્રકાશ અમૃતભાઈ રબારીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. અને લાંચના રૂપિયા 1,00,000 /- સ્વીકારી હતી.
ગુજરાત હાઉસિંગ બોર્ડ કોમ્પલેક્ષમાં રહેતા એપેક્ષ પાન પાર્લરના માલિક આરોપી ભરતભાઈ ચંપકલાલ પટેલે આપેલ અને પાન પાર્લરની દુકાનના ડ્રોવરમાંથી પંચો રૂબરૂ લાંચની રકમ રૂ.1,00,000/- લાખ રિકવર કરેલ છે.આ બન્ને આરોપીઓનો કોવિડ-19નો ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.


