By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આપના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ છેલ્લા પાંચ વર્ષથી ગુના નોંધાતા આવ્યા છે : શું હાર્દિક પટેલ જેવા હાલ થશે ?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > આપના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ છેલ્લા પાંચ વર્ષથી ગુના નોંધાતા આવ્યા છે : શું હાર્દિક પટેલ જેવા હાલ થશે ?
GeneralGujarat NowPolitics

આપના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ છેલ્લા પાંચ વર્ષથી ગુના નોંધાતા આવ્યા છે : શું હાર્દિક પટેલ જેવા હાલ થશે ?

HM News
Last updated: 14/10/2022 11:51 AM
HM News
4 years ago
Share
SHARE

ભાવનગરના ટીંબી ગામના વતની, આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અઘ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરેલી ટિપ્પણીનો વીડિયો વાઇરલ થયા પછી દિલ્હીના મહિલા આયોગે તેને નોટિસ ફટકારી હાજર થઈને ખુલાસો કરવા ફરમાન કર્યું હતું.

ગુરુવારે દિલ્હીમાં ઈટાલિયાની અટકાયત કરવામાં આવી.ત્રણ કલાક પૂછતાછ કરાઈ.ઇટાલિયાએ અપમાનિત કરતાં નિવેદનો કર્યા.એટલું જ નહીં,પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ચંપલ ફેંકીને અપમાનિત કરતાં કૃત્યો પણ કર્યા.ગોપાલ ઇટાલિયાની દિલ્હીમાં અટકાયત કરવામાં આવી એ પહેલીવાર નથી
થયું.અગાઉ પણ તેમની ચાર વખત ધરપકડ થઈ છે અને બેવાર અટકાયત થઈ છે.ભગવાન કૃષ્ણને રાક્ષસ કહીને અપમાનિત કરવા બદલ તેની સામે કેસ દાખલ થઈ ચૂક્યો છે.ગોપાલ ઇટાલિયાની ક્યારે અને કયા કારણોસર ધરપકડ થઈ કે અટકાયત થઈ એ જાણીએ….

ઓગસ્ટ 2017 – પહેલી ઘટના

ગોપાલ ઇટાલિયા અમદાવાદ કલેક્ટર કચેરીમાં ક્લાર્ક હતા.પછી તેમની બદલી ધંધૂકા નાયબ કલેક્ટર ઓફિસમાં થઈ.ત્યાંથી તેમણે ભાજપ સામે નહોર ભરાવવાનું ચાલુ કર્યું.ઓગસ્ટ 2017માં ગાંધીનગર ખાતે વિધાનસભાની બહાર ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા જ્યારે મીડિયા સેન્ટર પાસે આવતા હતા ત્યારે ગોપાલ ઇટાલિયાએ તેમના પર ચંપલ ફેંક્યું હતું.આ ઘટના બાદ તરત જ ગોપાલ ઇટાલિયા પાસે ઊભેલા સુરક્ષાકર્મચારીઓ તેમને પકડી લીધા હતા,જોકે પ્રદીપસિંહને ચંપલ લાગ્યું નહોતું.ઇટાલિયા સામે આઇપીસી કલમ 332, 337, 352, 353, 355, 447 તથા કલમ 120(બી હેઠળ સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.આ ઘટનાથી એ ચર્ચામાં તો હતા જ,પણ જ્યારે તેમણે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફોન કરીને રાજ્યમાં પ્રૉહિબિશનના કાયદાના નબળા અમલીકરણનો આરોપ લગાવી કોલ કર્યો હતો અને આ કોલનો ઓડિયો વાઇરલ થયો હતો. ત્યારથી ગોપાલ ઇટાલિયાનું નામ ચર્ચામાં વધારે આવી ગયું.આ ઘટના પછી થોડા દિવસોમાં જ આમ આદમી પાર્ટીએ તેને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઘોષિત કર્યા હતા.

જાન્યુઆરી 2019 – બીજી ઘટના

ગોપાલ ઈટાલિયાની આર્મ્સ એક્ટના ગુનામાં 2019ના જાન્યુઆરીમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદથી આણંદની વલ્લભવિદ્યાનગર પોલીસે ધરપકડ કરી હતી.પાટીદાર આંદોલન સમયે તેના મેસેજવાળો વીડિયો વાઇરલ થયો હતો,જેમાં પોતે ભૂંડ સામે ભડાકા કરે છે એવું જણાવીને ભાજપ પર ટિપ્પણી કરી હતી.એવા વિવાદાસ્પદ વીડિયોને કારણે વિદ્યાનગર પોલીસે આર્મ્સ એક્ટના ગુનામાં ધરપકડ કરી હતી.

ઓગસ્ટ 2021 – ત્રીજી ઘટના

ગોપાલ ઇટાલિયાએ જનસંવેદના મુલાકાત કેમ્પેન ચલાવ્યું હતું.એ સમયે અલગ-અલગ ગામોમાં જન સંવેદના મુલાકાતમાં બીજા તબક્કાની શરૂઆત ઉમિયા માતાજીનાં દર્શન કરીને મુલાકાતની શરૂઆત કરવાની હતી.એ પહેલાં જ ઊંઝા નજીક ટોલનાકા પાસે મહેસાણા પોલીસે ઇટાલિયાની ધરપકડ કરી હતી.મહેસાણા પોલીસે એ સમયે એવું જણાવ્યું હતું કે ઇટાલિયાની અગાઉના એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

ડિસેમ્બર 2021 – ચોથી ઘટના

ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ પર તોડફોડ કરવાના આરોપસર આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી,જેમાં ગોપાસ ઇટાલિયા ઉપરાંત ઈસુદાન ગઢવી સહિતના નેતાઓ સામેલ હતા.આ નેતાઓની દસ દિવસ બાદ જેલમુક્તિ થઈ હતી.

મે 2022 – પાંચમી ઘટના

સુરતમાં આપના કોર્પોરેટરોને મારવાના બનાવ બાદ રાજકારણ ગરમાયું હતું અને આપ દ્વારા ભાજપ કાર્યાલય ખાતે વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું.અમદાવાદ અને સુરતમાં વિરોધપ્રદર્શન થયાં.સુરતમાં ભાજપ કાર્યાલય પર આપ કાર્યકર્તાની બબાલ મામલે પોલીસે ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરી હતી.તેના સામે રાયોટિંગનો ગુનો દાખલ થયો હતો.

સપ્ટેમ્બર 2022 – છઠ્ઠી ઘટના

ગોપાલ ઇયાલિયા વિરુદ્ધ ઉમરાળા પોલીસમાં એફઆઈઆર દાખલ થઈ હતી.તેમણે એક પ્રવચનમાં ભગવાન કૃષ્ણને રાક્ષસ ગણાવ્યા હતા.તેમણે કહેલું કે કૃષ્ણ અને ભાજપ જેવા રાક્ષસોના પંજામાંથી ગુજરાતને છોડાવવા કેજરીવાલ જેવા અર્જુન આવ્યા છે.

ઓક્ટોબર 2022 – સાતમી ઘટના

ગોપાલ ઈટાલિયાએ એક વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી અને આ વીડિયો વાઇરલ થતાં વિવાદ સર્જાયો હતો.આ મામલે વડાપ્રધાન મોદી સામે વાંધાજનક શબ્દપ્રયોગથી સમગ્ર દેશની મહિલાઓનું અપમાન થયાનું કહી NCW (મહિલા આયોગ)એ ઈટાલિયા સામે નોટિસ કાઢી હતી.ઈટાલિયા આ નોટિસનો જવાબ આપવા NCWની દિલ્હી સ્થિત ઓફિસ પહોંચ્યા હતા,પરંતુ એ પહેલાં જ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

અત્રે નોંધનીય છે કે મહિના અગાઉ જાહેર ભાષણમાં ગુજરાતમાં ઘુસતા ડ્રગ્સ મુદ્દે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી કહ્યા હતા જેને લઇ પણ માનહાનિનો દાવો અને ગુનો નોંધાયો છે.ગૃહમંત્રીને ડ્રગ્સ સંઘવી કહેતા વિપક્ષે પણ આ શબ્દપ્રયોગ ભાજપ પર હુમલો કરવા અવારનવાર ઉપયોગ કર્યો છે.સોશ્યિલ મીડિયામાં પણ ડ્રગસ સંઘવીને લઇ તરહ-તરહની વાંધાજનક કોમેન્ટ્સનો મારો પણ થયો હતો.જે મુદ્દે પણ ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ અલગ અલગ કલમો અનુસાર ગુનો નોંધાયો હતો.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ વધુ એક વખત બે દિવસ ગુજરાતની મુલાકાતે આવશે
Next Article ગોપાલ ઈટાલિયાનો વધુ એક VIDEO વાયરલ,હવે હિંદુ સંસ્કૃતિને લઇ વેચ્યું રેવડી જ્ઞાન ! જુઓ વિડિઓ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

4 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

4 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

4 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

4 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up