કેમિકલ્સ,મેટલ સહિતના ધંધાઓમાં બોગસ બિલો બનાવીને કૌભાંડ આચરવામાં આવતું હોવાની દહેશત છે.બોગસ બિલિંગ કેસમાં એટીએસે ગુજરાતમાં અમદાવાદ,ભાવનગર સહિત ૧૨ જિલ્લામાંથી બોગસ બિલિંગ કેસમાં સંડોવાયેલા મનાતા ૮૫ લોકોને શોધીને જીએસટીના હવાલે કર્યા છે.
ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી) દ્વારા ગુજરાતમાં વ્યાપક દરોડા પાડવામાં આવ્યા છે અને બે દિવસથી બોગસ બિલિંગ વિશે તપાસ ચલાવી રહ્યા છે.એટીએસનાં સૂત્રોએ કહ્યું હતું કે અમદાવાદ,ભાવનગર સહિત ગુજરાતના ૧૨ જિલ્લાઓમાંથી બોગસ બિલિંગ કેસના ૮૫ જેટલા શકમંદોને શોધી કાઢીને જીએસટીના હવાલે કર્યા છે.
ઉલ્લેખનીય છે કે જીએસટીએ ગુજરાતમાં એટીએસને સાથે રાખીને ગુજરાતમાં એકસોથી વધુ કંપનીઓનાં ૨૫૦થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને બોગસ બિલિંગને લગતા તથા વાંધાજનક આર્થિક વ્યવહારોને લગતા દસ્તાવેજી પુરાવાઓ જપ્ત કર્યા છે.કેમિકલ્સ,મેટલ સહિતના ધંધાઓમાં બોગસ બિલો બનાવીને કૌભાંડ આચરવામાં આવતું હોવાની દહેશત છે.


