સુરત,તા.16 નવેમ્બર 2022,બુધવાર : સુરતની પૂર્વ બેઠક પરથી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડનારા ઉમેદવાર કંચન જરીવાલાએ આજે રહસ્યમય સંજોગોમાં ઉમેદવારી પાછી ખેંચી લેતા ૧૬ વિધાનસભા બેઠકમાંથી આપની એક વિકેટ ડુલ થઈ છે.
સુરતની પૂર્વ બેઠક પર મંગળવારે ઉમેદવારી ફોર્મ ચકાસણી દરમ્યાન ભાજપના ઉમેદવારે ફોર્મ મંજૂરી સામે વધો લીધો હતો.જેના કારણે બે-ત્રણ કલાક સુનાવણી રજૂઆત થયા બાદ આખરે ચૂંટણી અધિકારીએ ફોમ મંજૂર કરતા વિવાદ શાંત પાડ્યો હતો.
દરમ્યાન આજે સવારથી જ આમ આદમી પાર્ટીના આ ઉમેદવાર કંચન જરીવાલા પરિવાર સાથે ગાયબ થઈ ગયા હતા જે અંગે આપના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી એ પણ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે સુરત પૂર્વના આપના ઉમેદવાર કંચન જરીવાલા પરિવાર સાથે ગાયબ થઈ ગયા છે.આ બાબત અંગે પૂર્વ વિધાનસભાના અધિકારીનો સંપર્ક કરતા આપના ઉમેદવાર કંચન જરીવાલાએ ઉમેદવારી પાછી ખેંચી લીધી હોવાનું જાણવા મળ્યું છે.આવતીકાલ ગુરૂવારે ઉમેદવારી ખેચવાની છેલ્લી તારીખ હોવાથી હજુ કોણ ખેંચે છે.તેને લઈને તેમજ આપના ઉમેદવારે શા માટે ઉમેદવારી પછી ખેંચી લીધી તે રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે.ચૂંટણીમાં ભાજપ પર ગુંડાગીરીનો આરોપ લગાવનાર આમ આદમી પાર્ટીએ આજે મોટો દાવો કર્યો છે.દિલ્હી AAPના મુખ્યમંત્રી અને ગુજરાત AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇશુદાન ગઢવીએ ટ્વિટ કર્યું છે કે ભાજપે સુરત પૂર્વથી AAPના ઉમેદવાર કંચન જરીવાલાને અપહરણ કરી લીધું છે.ઈશુદાન તેમજ કેજરી વાલે એવો પણ દાવો કર્યો છે કે AAP નેતા કંચન જરીવાલાનો આખો પરિવાર પણ ગુમ છે.આપના આ દાવા બાદ રાજ્યમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે.
કંચન જરીવાલા લાપતા
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે.ત્યારે આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના સુરતના ઉમેદવાર કંચન જરીવાલા અને તેમનો પરિવાર ગતરોજથી ગાયબ છે.ત્યારે તેમના ગાયબ હોવા પાછળ ભાજપનો હાથ હોવાનો આપે દાવો કર્યો છે.આમ આદમિ પાર્ટીના સુરતના ઉમેદવાર કંચન જરીવાલાનું અગાઉ ઉમેદવારી ફોર્મ રદ્દ કરવાનો ભાજપે પ્રયાસ કર્યો હતો જે બાદ પણ ઉમેદવારી નોંધાવતા તેમનું ઉમેદવારી પરત લેવાનું દબાણ કરવામાં આવી રહ્યું હતુ.જેને લઈને ભાજપ પર આપે ગંભિર આરોપો લગાવ્યા છે.દિલ્હી AAPના મુખ્યમંત્રી અને ગુજરાત AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇશુદાન ગઢવીએ આ અંગે ટ્વીટ કરી છે અને લખ્યું હતુ કે ભાજપ આપથી ડરી ગઈ છે અને હવે ગુંડાગર્દી પર ઉતરી આવી છે.અને સુરત પૂર્વથી ચૂંટણી લડી રહેલા કંચન જરીવાલાનું અપહરણ કર્યું છે.

