સુરત : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે.ત્યારે સુરતમાં એક ઈનોવા કારમાંથી રોકડા રૂપિયા 75 લાખ મળી આવ્યા છે.સ્ટેટિક સર્વેલન્સની ટીમે કારમાં તપાસ કરતા તેમાંથી 75 લાખની રોકડ મળી આવી હતી.આ મામલે ઊંડાણપૂર્વક તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે.પહેલા તબક્કાના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે ચૂંટણીમાં નાણાની ગેરકાયદે હેરાફેરી ન થાય તે માટે પોલીસ તેમજ ચૂંટણી અધિકારીઓ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ દ્વારા પણ સતત વાહન ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
આ દરમિયાન રાત્રીના સમયે સુરતના મહિધરપુરા વિસ્તારમાંથી સ્ટેટિક સર્વેલન્સની ટીમે મહારાષ્ટ્ર પાર્સીંગની એક ઈનોવા કારને અટકાવી તપાસ કરી હતી.જેમાંથી 75 લાખની રોકડ મળી આવી હોવાની માહિતી સુત્રો પાસેથી મળી છે.આ સમગ્ર મામલે કાર અને રોકડ રકમને મહિધરપુરા પોલીસ મથકે લઇ જવામાં આવી હતી.તેમજ કારમાં સવાર બે ઈસમોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.આ રૂપિયા કોના છે અને ક્યાંથી આવ્યા તેમજ કોને આપવાના હતા.તે મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત કારમાંથી રાહુલ ગાંધીની સભાના વીઆઈપી કાર પાર્કીંગના કાર્ડ્સ ઉપરાંત કોંગ્રેસના પ્રચાર-પ્રસારની સામગ્રી પણ મળી આવી હતી.ઝડપાયેલા બે વ્યક્તિ પૈકી એક રાજસ્થાનનો વતની તો બીજો સુરતના રાંદેર વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.ચૂંટણી તંત્ર દ્વારા રાઉન્ડ ધ કલોક 125 ટીમો દ્વારા સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.
વિધાનસભા ચૂંટણી અંતર્ગત સુરત જિલ્લામાં આદર્શ આચારસંહિતાના સુચારૂ અમલીકરણ માટે સુરત જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા રાઉન્ડ ધ કલોક 125 ટીમો દ્વારા સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. 65 ચેકીંગ નાકા ઉપર રાઉન્ડ ધ ક્લોક 8 કલાકની ત્રણ શિફ્ટમાં 125 ટીમો તૈનાત કરીને વાહનોની તપાસ,રોકડની હેરફેર,હથિયારો,લીકર વગેરે જેવી પ્રતિબંધિત વસ્તુઓ પર બાજ નજર રાખવા સહિત વાહન નંબર તેમજ કોન્ટેક્ટ નંબરની નોંધણી કરવાની કામગીરી થઈ રહી છે.
નિષ્પક્ષ ચૂંટણી પ્રકિયા માટે આર્થિક લેવડ દેવડના કિસ્સામાં આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે સુરતના 16 વિધાનસભા મત વિસ્તારમાં 24 કલાક વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે.આ માટે 125 SST-સ્ટેટીક સર્વેલન્સ ટીમ,FST-ફલાઇંગ સ્કવોડની 75 ટીમ,ફલાઇંગ સ્કવોડ માટે 61 વ્હિકલ, VST-વિડિયો સર્વેલન્સની 38 ટીમ, VVT-વિડિઓ વ્યુઇંગની 20 ટીમ, 7 ડિસ્ટિલરીઝ, સુરત એરપોર્ટ ખાતે CISFની એક ટીમ તૈનાત છે.આ ઉપરાંત, સુરત શહેરની 11 તથા ગ્રામ્યની 20 પોલીસ ચેક પોસ્ટ દ્વારા સર્વેલન્સની સઘન કામગીરી કરવામાં આવી રહી છે.મોડી રાત્રે ચેકિંગ દરમિયાન કાર પકડાઈ હતી.કારમાં 3 લોકો સવાર હતા જેમાંથી એક ભાગી ગયો હતો.બે લોકોની પૂછપરછ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર,કારમાંથી કોંગ્રેસના પાર્કિંગ પાસ પણ મળી આવ્યા છે.આવામાં પોલીસ દ્વારા રોકડ કોની છે અને કોને આપવાની હતી તે સહિતના તમામ પાસાની તપાસ કરવામાં આવી રહી છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે આ રોકડ ધારા આંગડિયા મારફતે આવી હતી.કાર મહારાષ્ટ્ર પાસીંગ છે.તથા તે વિનાયક ટ્રાવેલ્સના નામે છે.આવક વેરાની ટીમ પણ આ મામલે તપાસમાં જોડાઈ છે.
ઉદય ગુર્જર અને મોહમ્મદ ફેઝને પકડવામાં આવ્યા છે.જ્યારે સંદીપ નામનો યુવક ફરાર છે જે કર્ણાટકનો રહેવાસી છે.આ મામલે કોંગ્રેસ પ્રવક્તા નૈસદ દેસાઈએ નિવેદન આપ્યું છે કે, આ મામલે કોઈ સત્તાવાર માહિતી નથી મળી.આ એક કાવતરું ઘડવાનો પ્રયત્ન છે.કારનો મિસ યુઝ કરવામાં આવ્યો છે.કોંગ્રેસને ખોટી રીતે બદનામ કરવાનું કાવતરું છે.તેમણે કહ્યું કે, કોંગ્રેસના સાહિત્ય બધે જ છે તે કોઈ પણ સ્થળે મળી શકે છે.

