By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: લઘુમતી સમુદાયને મત આપવાથી વંચિત રાખવાનો પ્રયાસ : સુરત પૂર્વ વિધાનસભાના કોંગેસના ઉમેદવારે કરી ફરિયાદ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > લઘુમતી સમુદાયને મત આપવાથી વંચિત રાખવાનો પ્રયાસ : સુરત પૂર્વ વિધાનસભાના કોંગેસના ઉમેદવારે કરી ફરિયાદ
GeneralGujarat NowPolitics

લઘુમતી સમુદાયને મત આપવાથી વંચિત રાખવાનો પ્રયાસ : સુરત પૂર્વ વિધાનસભાના કોંગેસના ઉમેદવારે કરી ફરિયાદ

HM News
Last updated: 30/11/2022 11:09 AM
HM News
3 years ago
Share
SHARE

– અજમેર જેવા ધાર્મિક સ્થળો ટુરનું આયોજન
– મુસ્લિમ મતદારો મતદાનથી જ અળગા રહી જાય તેવી કોશિશ

સુરત પૂર્વ વિધાનસભાની બેઠક પર આપના ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચતા હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે.ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકવાલાએ ઓબ્ઝર્વર સુરેશ ચૌધરીને ફરિયાદ કરી છે કે લઘુમતી મતદારોને પૈસાની લાલચ આપીને મત આપવાથી વંચિત રાખવા માટે અજમેર જેવા ધાર્મિક સ્થળોએ લઈ જવામાં આવે છે.

અસલમ સાયકવાલાએ કોઈનું નામ લીધા વિના,આક્ષેપ કર્યો છે કે કેટલાક અસામાજિક-રાજકીય તત્વો સુરત પૂર્વના લઘુમતી સમુદાયને મતદાનથી વંચિત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.વિધાનસભાની ચૂંટણીના પૂર્વ બેઠકનાં ઓબ્ઝર્વર સુરેશ ચૌધરીને ફરિયાદ કરતા જણાવ્યું છે કે મુસ્લિમ,રાણા,ખત્રી તેમજ સ્થાનિક સુરતી મતદાતાઓનું વર્ચસ્વ ધરાવતી આ બેઠક ઉપર રાજકીય ઇશારે મુસ્લિમ મતદારો મતદાનથી જ અળગા રહી જાય તે રીતે 29 અને 30મી નવેમ્બરે રાત્રીનાં સમયે સુરતથી અજમેર તેમજ અન્ય ધાર્મિક સ્થળોની ટુર ગોઠવવામાં આવી છે.તેઓ દ્વારા મતદારો પાસેથી પુરાવાઓ લેવામાં આવે છે અને તેના બદલામાં 500 થી 1000 રૂપિયાનું પ્રલોભન આપવામાં આવે છે.જેથી તેઓ મતદાન ન કરી શકે.અસલમ સાયકલવાળાએ પણ એવી રજૂઆત કરી છે કે ખાસ રાત્રીનાં સમયે વાહન ચેકીંગ કરાવવામાં આવે તો રાજકીયપક્ષો દ્વારા આચરવામાં આવી રહેલી યેનકેન પ્રકારની ગેરરીતી અટકી શકે તેમ છે.

રામ મંદિર ભૂમિ પૂજન પહેલા રામમય બન્યા પ્રિયંકા ગાંધી, આપ્યો આવો સંદેશ
દશેરા સભા : ઠાકરે v/s ઠાકરે
સુરતમાં જમીન દલાલની ઓફિસમાં માથાભારે વ્યક્તિએ પિસ્તલની અણીએ ચલાવી લૂંટ
આવા કેટલાય બુદ્ધિના લઠ્ઠ આખા દેશમાં ક્લેકટર થઈ બેઠા છે : મેવાણી
વેબ-સિરીઝમાં કામ કરવા માનવીને કૉમ્પ્રોમાઇઝની ઑફર કરવામાં આવી હતી
Share This Article
Facebook Email Print
Previous Article પોરબંદર : મતદાનના ગણતરીના કલાકો પહેલા કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાના ભત્રીજા સહિત અન્ય 3 સામે FIR
Next Article લો હવે કેજરીવાલનું નવું સ્વરૂપ આવ્યું બહાર : અરવિંદ કેજરીવાલ ગુજરાતીમાં બોલ્યા જય શ્રી કૃષ્ણ… જુઓ (VIDEO)
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up