By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: HM EXCLUSIVE : પંજો -ઝાડુંના સુપડાસાફ : રાજકીય ગલિયારામાં તેમજ ગલી-મહોલ્લામાં ચર્ચાનો એક જ વિષય રહ્યો ભાજપ …
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > HM EXCLUSIVE : પંજો -ઝાડુંના સુપડાસાફ : રાજકીય ગલિયારામાં તેમજ ગલી-મહોલ્લામાં ચર્ચાનો એક જ વિષય રહ્યો ભાજપ …
GeneralGujarat NowPolitics

HM EXCLUSIVE : પંજો -ઝાડુંના સુપડાસાફ : રાજકીય ગલિયારામાં તેમજ ગલી-મહોલ્લામાં ચર્ચાનો એક જ વિષય રહ્યો ભાજપ …

HM News
Last updated: 08/12/2022 8:48 AM
HM News
3 years ago
Share
Courtesy : cartoonist satish Aacharya
SHARE

– 27 વર્ષ પછી સત્તે પે સત્તા
– ગુજરાતમાં ભાજપનો પ્રચંડ વિજય

સુરત, તા.8 ડિસેમ્બર 2022,બુધવાર (એડિટર – જિગર વ્યાસ ) : સમગ્ર દેશની જેના પર નજર હતી તે 15મી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસનો વર્ષ 1985નો 149 સીટનો રેકોર્ડ તોડી સતત સાતમી વખત ભગવો લહેરાવા તરફ આગેકૂચ કરી ઐતિહાસિક જીત મેળવી છે.આજે ૮ ડિસેમ્બર પરિણામો એક પછી એક જાહેર થઇ ચુક્યા છે ત્યારે આ અંગે જુદા જુદા તર્ક વહેતા થયા હતાં પરંતુ ટ્રેલર પહેલાં અને પછી પણ ભાજપનું પિક્ચર હિટ થઇ ગયું છે.અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સૂત્ર આપ્યું હતું કે નરેન્દ્રનો રેકોર્ડ ભુપેન્દ્ર તોડશે અને તેના માટે નરેન્દ્ર મહેનત કરે છે.તે ક્લીન સ્વિપ સાથે સાબિત થયું છે.ગુજરાતમાં વર્ચસ્વ માટે લડી રહેલી ભાજપે સત્તત સાતમી વખત એની તાકાત પુરવાર કરી છે.ગુજરાતમાં પોતાનું ધોવાણ અટકાવવા માટે પ્રયત્યનશીલ કોંગ્રેસને વધુ નુકસાન થયું છે એને તે તેની આબરૂ બચાવી શકી નથી.જયારે ગુજરાતમાં એક મોકાની તલાશમાં આવેલી અને મફત રેવડી ક્લચર લાવેલી આપ પાર્ટી એન્ટ્રી કરવામાં સફળ થઇ છે પરંતુ સરકારને ઉથલાવી રાજકીય દંગલ કહો કે અસ્થિરતા પેદા કરવામાં સદંતર નિષ્ફળ નીવડી છે.

સુરતની તમામ 12 બેઠક પર તો આપ સાત બેઠક પર વિજય મળે તેવો દાવો કર્યો હતો જયારે કોંગ્રેસ તેના વિજય માટે આશાવાદી હતી પરંતુ તેમાં પણ માઇનશ થઇ 16 સીટો પર સંકેલાઇ ચુકી છે.જો કે આજે ગણતરી પૂરી થયા બાદ તમામ રાજકીય અટકળોનો પડદો પડી ચુક્યો છે.ઓછા મતદાનથી લઇ અનેક ચર્ચાઓ વચ્ચે ભાજપે તમામ રેકોર્ડ તોડી ભવ્ય ઇતિહાસ રચી નાખ્યો છે.આ વખતની ચૂંટણીમાં સ્થિતિ જુદી હતી છતાં હવે ગુજરાતના મેદાનમાં ભાજપ જ માત્ર રહ્યું હોય એ સ્પષ્ટ થઇ ચૂક્યું છે પરિણામોના આધારે.

ભાજપની સ્પષ્ટ બહુમતી તરફ આગળ – 154 સીટો સાથે મોદી સુનામી ફેલાઈ : કેજરીવાલની રેવડી થઇ ફેઈલ : પાટીદાર આંદોલનકારી કથીરિયા,માલવિયા અને ઈટાલીયા પણ ઘર ભેગા !

ચૂંટણી અગાઉ ઓછા મતદાનને લઇ મતદારો કોની તરફ છે તેને લઇ દ્રિધા હતી,તેથી રાજકીય વિશ્લેષકો પણ ગોથા ખાઈ રહ્યાં હતા પરંતુ આજે સાબિત થઇ ગયું કે જનાદેશ ભાજપ સાથે હતો છે અને ભવિષ્યમાં પણ રહેશે.જોકે,બીજા તબક્કાના મતદાન બાદ એક્ઝિટ પોલમાં તો ભાજપની સ્પષ્ટ બહુમતી આવી રહી છે.પરંતુ સુરતમાં મતદારની પેર્ટન જોતાં કોઈ નવાજુની થાય તેવું લાગી રહ્યું હતું અને અંતે ઉલેટફેર સર્જાયો.વળી દિલ્હી કોર્પોરેશનની ચૂંટણીમાં આવા પોલ 100 ટકા સાચા પડયા નથી જે તે પાર્ટીની બેઠકોની સંખ્યા પોલ કરતા કંઇ અલગ જ આવી છે તેથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ પોલ પર લોકોને વિશ્વાસ હોય તેવુ લાગતુ નથી.માધવસિંહ સોલંકીનો રેકોર્ડ પણ ભાજપે તોડી નાંખ્યો છે અને ભવિષ્યમાં કદાચ કોંગ્રસના 18 કે 20 જેટલા જે ઉમેદવારો છે એ પણ કદાચ ભાજપમાં સામેલ થઇ જાય એવી રાજકીય સ્થિતિ આકાર લે તેવું પણ દ્રશ્ય દેખાઈ રહ્યું છે.રાજકીય ગલિયારામાં સોપો પડી ગયો છે.કોંગ્રેસ ફરી રિસોર્ટ પોલિટિસ તરફ ધ્યાન કેન્દ્રિત કરશે.ગુજરાતના કોંગ્રેસના ઉમેદવારો સાચવવા કે વિપક્ષમાં બેસવું એ પ્રશ્ન પણ ચર્ચામાં આવી ચુક્યો છે.આપ પાર્ટી જેટલી ગાજી એટલી વર્ષી ન શકી.આ તો વિધાનસભા છે કદાચ લોકસભા 2024નું રણશિંગુ પણ ફૂંકાઈ ચૂક્યું છે અને ભાજપ કેન્દ્રમાં પણ ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવો દમદાર વિજય પ્રાપ્ત કરે તેવા સમીકરણ પણ ગુજરાત વિધાનસભા બાદ મંડાયા છે.

હવે કેજરીવાલ સહીત ગોપાલ ઇટાલિયા,અલ્પેશ કથીરિયા,ધાર્મિક માલવિયાનું પણ ગુજરાતમાં લગભગ રાજકારણ સમાપ્તિ તરફ પ્રયાણ કરી રહ્યું હોય એવી લાગી રહ્યું છે.આમ આદમી પાર્ટીના ઝાડુ અને કોંગ્રેસના પંજાને લોકોએ મોદી વિરોધનો જનાદેશ માની સૂપડાસાફ કરી નાખ્યા છે.

ગુજરાતમાં પ્રજા મોંઘવારી,બેરોજગારી,ખેડૂતોના પ્રશ્નો સહીત બધું ભૂલી ભાજપને પ્રચંડ બહુમત તરફ ડોરી ગઈ છે.આપે કોંગ્રેસને સાફ કરી કે ભાજપે જે રણનીતિ ઘડી હતી તેમાં આ બંને પક્ષો ગોથાં ખાઈ નાલેશીભર્યો પરાજય ભાળી ગઈ હોય એ આજના પરિણામોથી સાબિત થઇ ચૂક્યું છે.પાટીદાર આંદોલન પણ લગભગ લગભગ પૂર્ણતાના આરે આવી ચૂક્યું હોય એવું લાગી રહ્યું છે.વિધાનસભા બાદ કદાચ આપના ગોપાલ ઈટાલીયા,અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા સહિતના પાસ આંદોલનકારી નેતાઓ પણ ભગવો ધારણ કરી લે ભવિષ્યમાં તો નવાઈ ન પામતા.રાજકારણમાં કંઈપણ થઇ શકે છે.અંગ્રજી કહેવત છે ‘ઍવેરીથીંગ ઇસ ફેર ઈન લવ એન્ડ વૉર’ એ કહેવત સાચી ઠરી છે.લોકશાહીમાં જનાદેશ સર્વોપરી હોય છે એ તમામ ઉમેદવારોએ સ્વીકાર કરવો પડશે.આખરે લગભગ બપોર સુધીમાં ભાજપે 158 સીટો પર વિજય પ્રાપ્ત કરી લીધો છે જયારે કોંગ્રસને 16,આપને 5 તેમજ અન્યને 3 સીટો મળી હોવાના અહેવાલ છે.

ગુજરાતમાં આજે સવારથી 182 વિધાનસભાની બેઠકોની મતગણરી શરૂ થઈ ગઈ છે જેમાં અત્યાર સુધીમાં ભાજપ કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો 149 સીટનો રેકોર્ડ તોડી પ્રચંડ વિજય તરફ આગળ વધીને કમલમથી ઉજવણી શરુ કરી ચકયું છે.ભાજપ અત્યાર સુધીની મતગણતરીમાં 155 બેઠકો પર આગળી ચાલી રહી છે જ્યારે કોંગ્રેસ 16 બેઠકો અને આપ 5 બેઠોક પર આગળ છે.

અત્રે નોંધનીય છે કે, ભાજપની બેઠક 2002 બાદ સતત ઘટી રહી હતી. 2002માં ભાજપને 182 પૈકી 127 બેઠક મળી હતી.જે બાદ 2007ની ચૂંટણીમાં ભાજપને 117 બેઠક મળી હતી. 2012ની ચૂંટણીમાં ભાજપને 115 અને 2017ની ભાજપ 100ની અંદર આવી ગયુ હતું. 2017ની ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠક મળી હતી.કોંગ્રેસને 1998માં 53 બેઠક મળી હતી.જેની સરખામણીમાં કોંગ્રેસને 2017માં 77 બેઠક મળી હતી.આ વખતે લગભગ લગભગ વિપક્ષ પતન નોતરી ચૂક્યું છે અને આપ તેમજ કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારો ઘરભેગા થઇ ચુક્યા છે.

વધુમાં આ વખતે ગુજરાતમાં એક નહીં પણ ભાજપ વિરુદ્ધ સંખ્યાબંધ મુદ્દાઓ હતા જેનો લાભ આપ અને કોંગ્રેસને થઇ શકે તેમ હતો જેમાં ખાસ કરીને બહુ ચગેલા મુદ્દાઓમાં મોંઘવારી,લઠ્ઠાકાંડ,મોરબીની ઘટના,એન્ટી ઈંકમબન્સી,બેરોજગારી,દિલ્હી સ્કૂલ-હેલ્થ મોડેલ,ગુજરાતના ખેડૂતોના પ્રશ્નો સહિતના મુદ્દાઓ હતા જે સાઈડલાઈન થઇ ગયા.ને માત્ર રહ્યા તો નરેન્દ્ર મોદીની વિકાસગાથા,હિંદુત્વનો કાર્ડ જ ગુજરાત વિધાનસભાના આજના પરિણામોમાં ચાલ્યો છે.આ ઉપરાંત કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ કે જેમને મોદીને ઔકાત બતાવવાની,રાવણ કહેવાનું ભારે પડ્યું લાગે છે.ગુજરાતના જનાદેશ એ સાબિત કર્યું છે કે જયારે જયારે વિપક્ષ મોદીને ભાંડે છે ત્યારે ત્યારે મોદી સિમ્પથી વેવ પ્રાપ્ત કરે છે.કોંગ્રેસ અને આપના સમર્થકો પણ સોશ્યિલ મીડિયામાં મોદીને ભાંડતા હતા જે મુદ્દાઓને લઇ પ્રજાએ ખેલ પૂરો કરી નાખ્યો હોય એ નકારી શકાય નહીં.આજના પરિણામો દેશભરમાં પુનઃ હિન્દુત્વની લહેર ફેલાવશે તે નિશ્ચિત છે અને આગામી લોકસભામાં ભાજપ આવો જ ઇતિહાસ રચી નાંખે એવા સમીકરણો પણ રચાઈ ચુક્યા છે તે નિશ્ચિત લાગી રહ્યું છે.

આજના અભૂતપૂર્વ આંકડા જોઈને કોંગ્રેસ અને આપ શાનમાં અચૂક સમજી લે કે મોદીને ભાંડવાથી સત્તા નહીં મળે…હવે વિકાસ તેમજ હિંદુ ધરોહર અને સંસ્કૃતિને માન-સન્માન અપાતા વહેલી તકે શીખી લેવું જોઈએ જેથી હિન્દુઓની લાગણી આહટ ન થાય એને પ્રજા તેમને થોડો ઘણો પણ વ્યવસ્થિત રીતે વિપક્ષમાં ટકી રહેવાનો મોકો આપે.હિન્દુત્વને લઇ નાટકો અને રાજકીય ટરકતો રચવાથી કશું જ હાંસિલ થશે નહીં.આજના ભારતીય નાગરિકો અને યુવા મતદારો પણ ખુબ જ જાગૃત થઇ ચુક્યા છે જેમ બોલીવુડનો બહિષ્કાર કરી સુપર હીરોને ઝીરો બનાવી બનાવી ચુક્યા છે,એમ આપ-કોંગ્રેસના તેમજ અન્ય વિપક્ષી પક્ષોના હિન્દુત્વ કે દેશ વિરોધી મુદ્દાઓને નકારી ચૂક્યું હોય એ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી એમ કહી શકાય.

અન્ય પક્ષોને અસ્તિત્વ ટકાવી રાખવા રાજકીય પેર્ટન બદલવાની જરૂરત છે.અન્યથા 2024 બાદ વિપક્ષ ક્યાં ખોવાઈ જશે તે કહેવું પણ મુશ્કેલ થઇ જશે.મોદી વેવમાં એમાં પણ ખાસ કરીને જે હિંદુત્વ અને દેશ વિરુદ્ધને લગતી વિચારધારા છે એ રાજનીતિ અને અજેન્ડામાં તાત્કાલિક ફેરફાર કરવો પડશે.બાકી ભારતના રાજકારણમાંથી ભારતમુક્ત કોંગ્રેસ સહીત વિપક્ષનો એકડો પણ ભૂંસાઈ જશે એ દિવસો દૂર નથી રહ્યા.ઉપરાંત આમ આદમી પાર્ટી જે રેવડી ક્લચર લઇ ગુજરાતમાં આવી હતી તે રેવડી અવળી થઇ ગઈ હોય એવું પરિણામોથી લાગી રહ્યું છે.ગુજરાતના મતદારોએ મફત રેવડીના મુદ્દાને પણ જાકારો આપી દીધો છે.આપ પાર્ટીએ જે પ્રકારે ભાજપના મેનોફેસ્ટાના મુદ્દાઓ ઉંચકી ભાજપને પછાડવાની રણનીતિ ઘડી એને પણ ધોબીપછડાટ મળી છે.આમ આપ -કોંગ્રેસ જો ભવિષ્યમાં રાષ્ટ્રપ્રેમ અને વિકાસ મોડેલ વાસ્તવિકતામાં અમલમાં લાવે તો જ કદાચ અસ્તિત્વ ટકાવી શકે.ગુજરાતના જ નહીં પણ સમગ્ર દેશમાં તમામ પાર્ટીઓએ ઘણા બધા અંશે બદલાવ લાવવા પડશે.મતદારો અગણિત મુદ્દાઓ સહન કરી શકે છે પણ હિંદુત્વ વિરૃધ્ધના મુદ્દા હરગિજ નહીં એ આજે ગુજરાતના મતદારોએ સાબિત કરી દીધું છે.

અંતે ચૂંટણીના આ સારાંગણમાં રિપોર્ટિંગ કરવા દરમ્યાન આકંલન મેં વ્યક્તિગત રીતે કર્યું હતું.ગત તારીખ 4.12.2022ના રોજ બીજા તબ્બકાના મતદાન બાદ ઘણા વડીલો,અમારા વાંચકો અને શુભ ચિંતકો સતત પૂછતાં હતા ત્યારે અમારા અખબાર હિન્દુસ્તાન મિરરે જાહેરાત કરી હતી કે ભાજપ પોતાના જ તમામ રેકોર્ડ તોડે તો નવાઈ ન પામતા જે આજરોજના પરિણામના આધારે અક્ષરશ સાચો પડ્યો છે.એક જવાબદાર પત્રકાર તરીકે કરેલું મારું આંકલન સાચું પડ્યું છે.અમારા દ્વારા 133 સુધી ભાજપ સીટો મેળવશે એવું અનુમાન લગાવામાં આવ્યું હતું પરંતુ ભાજપ સરકારે 150 કરતા વધુ સીટો મેળવી ઇતિહાસ રચી દીધો છે.ભાજપના જીતેલા તમામ ઉમેદવારોને ખુબ ખુબ શુભકામનાઓ અને મોદીના ગુજરાતને વધુ વિકાસશીલ બનાવશો તેમજ પ્રજાના સુખાકારીના તમામ કામો કરશો એવી સહ આશા.ભાજપ અને કોંગ્રેસ -આપના તમામ હારેલા તેમજ જીતેલા ઉમેદવારોને હિન્દુસ્તાન મિરર અખબાર તરફથી આજે અને આવનારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ.

નોંધ : તારીખ 4/12/2022 ના રોજ વોટ્સએપમાં જે આંકલન લખ્યું હતું તે અહીંયા રજુ કરું છું.આપ સર્વ વાંચક મિત્રો,વડીલો,અનુજ બંધુઓ અને અખબારના શુભચિંતકોનો હ્રદયપૂર્વક આભાર,ભારત માતા કી જય,વંદે માતરમ – જિગર વ્યાસ

( એક નેશનલ ચેનલનો વિડિઓ પણ મુક્યો હતો જે આ લેખમાં મુક્યો છે. )

https://hindustan-mirror.com/wp-content/uploads/2022/12/COURTESY-NEWS18-MODI-SPEECH.mp4

(Courtesy : News18 Gujarati Channel )

( HM Exclusive : આ વખતે વિધાનસભામાં BJP 2007 નો 127 નો પોતાનો જ રેકોર્ડ તોડે તો નવાઈ ન પામતા ! ગત વેળા 99 સીટો પર સમટાયેલી ભાજપને આ વેળા 2022માં જંગી બહુમતી પ્રાપ્ત થાય એવું રાજકીય પંડિતો અને એક્સપર્ટસ પણ માની રહ્યા છે.આંકડાકીય માહિતી અનુસાર ભાજપને 110 થી 130 અથવા 116 થી 133 વચ્ચે સીટો મળવાના અણસાર અને અનુમાન લાગી રહયા છે.સટ્ટાબજારમાં પણ ભાજપ જ હોટ ફેવરિટ છે જેમાં પણ લગભગ ભાજપ ઉપર મુજબ સીટો જીતી જાય એવા તારણો છે.અન્ય પાર્ટીઓમાં કોંગ્રેસ 35 થી 45 સીટો હાંસિલ કરી શકે છે જયારે અન્ય 5 થી 7 સીટ મેળવે એવી રાજકીય ચર્ચા છે.કોંગ્રેસના ખેમામાં ખાસ્સી ચહલપહલ છે.ઉપરના વિડીઓમાં જે PM મોદી કહી રહ્યાં છે તે વાર્તાલાપ પણ ચૂંટણી પરિણામ બાદ સાચો પડી શકે છે.આ ઉપરાંત આપ પાર્ટીને ભારે રાજકીય દંગલ સર્જવા બદલ 5 કે 7 સીટો પ્રાપ્ત થાય એવી શક્યતા છે.આમ રાજકીય સરાગણમાં પરિણામો સ્પષ્ટ રીતે ભાજપ સરકાર તરફી છે અને ચોંકાવનારા આઉતપુટ્સ બહાર આવે તેવી શકયતા છે. (નોંધ ) ભાજપના કાર્યકર્તા કે સમગ્ર પક્ષમાં જે ડર છે એ કાઢી નાંખજો BJP જ સરકાર બનાવે છે ગ્રાન્ડ વિજય સાથે…આ સર્વે તમામ રિપોર્ટ્સ તેમજ લાંબા આંકલન પ્રમાણે બન્યો છે..ભાજપ એ કશી જ ફિકર કરવાની જરૂરત નથી.. ) આ ડેટા ઘણા સર્વે બાદ તૈયાર કરવામાં આવ્યો છે ભાજપના બળવાખોરો પણ જીતશે કે હારશે અંતે ઘી ખીચડીમાં જ છે.. સ્પષ્ટપણે ભાજપ મજોરીટી સાથે સરકાર બનાવે છે.. બસ ગુરુવારે જશ્નનો જ દિવસ છે..) ઘણા મિત્રો વડીલો ચિંતિત છે એટલે પુનઃ આ લખું છું..)

પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article BIG BREAKING : ભાજપ તોડશે માધવસિંહનો રેકોર્ડ, વિક્રમ તોડવાની નજીક : ભાજપ 150 ક્રોસ કરે એવી શક્યતા
Next Article સુરતની કતારગામ બેઠક પર આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની હાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

4 months ago

CR PATIL નો Audio viral : Kushik તારા દુશ્મન વધી રહયા છે….

4 months ago

ગુજરાતમાં નવા જૂની થશે! પ્રદેશ પ્રમુખ અંગે સયુંકત પ્રેસ કોન્ફરન્સ બાદ પણ સસ્પેન્સન યથાવત

4 months ago

ખૈલયાઓની નવરાત્રી બગડી શકે ! હવામાન વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસ આ જિલ્લામાં વરસાદ અંગે આગાહી કરાઈ

4 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Engineering
  • Election
  • Design
  • Innovation
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Love
  • Viral
  • Fashion
  • Like
  • Motivation
  • Conservative
  • Video
  • Photography
  • Politics
  • Exercise
  • Selfcare
  • Style
  • Vote
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • માતા-પિતા
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • કૃષિ
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • સરોગેસી દ્વારા માતા બની
  • 'મિમિ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • કરોડની જોગવાઇ
  • શિક્ષણ વિભાગ
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'ફુકરે'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • ક્રેન તૂટી પડતાં
  • વરૂણ ધવન ઘાયલ
  • મોત
  • હાઇકોર્ટ
  • સુપ્રિમ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • મકાનનો જર્જરિત
  • કરોડોની છેતરપિંડી
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up