By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બેનામી લેવડદેવડ કાયદા અંગે સુપ્રીમના ચુકાદાની વિરુદ્ધ CBDTની સમીક્ષા અરજી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > બેનામી લેવડદેવડ કાયદા અંગે સુપ્રીમના ચુકાદાની વિરુદ્ધ CBDTની સમીક્ષા અરજી
GeneralNational

બેનામી લેવડદેવડ કાયદા અંગે સુપ્રીમના ચુકાદાની વિરુદ્ધ CBDTની સમીક્ષા અરજી

HM News
Last updated: 19/12/2022 8:36 AM
HM News
3 years ago
Share
SHARE

– આ કાયદો ૨૦૧૬માં અમલમાં મૂકવામાં આવ્યો હતો
– સુપ્રીમે ઓગસ્ટમાં આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે આવકવેરા વિભાગ આ કાયદાને પાછલી તારીખથી લાગુ કરી શકે નહીં

નવી દિલ્હી, તા. 19 : સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ સુપ્રીમ કોર્ટ દ્વારા ઓગસ્ટમાં આપવામાં આવેલા એ ચુકાદાની વિરુદ્ધ સમીક્ષા અરજી દાખલ કરી છે જેમાં જણાવવામાં આવ્યું હતું કે આવકવેરા વિભાગ બેનામી લેવડદેવડ નિરોધક કાયદાને પાછલી તારીખ લાગુ કરી શકે નહીં.

સીબીડીટીએ સમીક્ષા અરજીમાં જણાવ્યું હતું કે આારોપી વ્યકિતની ગેરકાયદેસર સંપત્તિ રાખવી એક સતત અપરાધિક કૃત્ય ગણવું જોઇએ.સીબીડીટી કેન્દ્રીય નાણા મંત્રાલયના મહેસૂલી વિભાગ હેઠળ ટેક્સ વિભાગ માટે નીતિ તૈયાર કરે છે.સૂત્રોએ જણાવ્યું હતું કે સીબીડીટીએ આવકવેરા વિભાગના ક્ષેત્રીય એકમોની સલાહ લીધા પછી આ સમીક્ષા અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે.બેનામી લેવડદેવડ નિરોધક કાયદો ૨૦૧૬માં અમલમાં મૂકવામાં આવ્યો હતો.સૂત્રોએ આશા વ્યક્ત કરી હતી કે અરજી ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી માટે સૂચીબદ્ધ કરવામાં આવશે.કોર્ટે ઓગસ્ટમાં આપેલા પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે બેનામી લેવડદેવડ (નિરોધક) સંશોધન અધિનિયમને વર્ષ ૨૦૧૬થી પહેલાના કેસોમાં લાગુ કરી ન શકાય.

અધિકારીઓના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધ દાખલ સમીક્ષા અરજીમાં સીબીડીટીનો તર્ક એ દલીલ પર આધારિત છે કે બેનામી તંત્રના માધ્યમથી સંપત્તિનું નિર્માણ અથવા ટ્રાન્સફર એક સતત અપરાધિક કૃત્ય છે અને અપરાધી આ રીતે ગેરકાયદે અર્જિત ફળનું આનંદ લેવાનું જારી રાખે છે.સૂત્રોના જણાવ્યા અનુસાર અરજીમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકોને ૨૦૧૬થી અગાઉ બેનામી સંપત્તિ બનાવી હતી તે તેનો લાભ હાલમાં પણ લઇ રહ્યાં છે તેથી તેને મુક્ત ન કરવા જોઇએ.

સુરતમાં ઘરફોડ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 10 ઝડપાયા, 14 ગુનાનો ભેદ ઉકેલાયો
મોહન ડેલકરની સુસાઈડ નોટ ઉદ્ધવ સરકાર માટે ટ્રમ્પકાર્ડ, ભાજપ સાથે વિવાદમાં આ ગુજરાતી નેતા અને અધિકારીઓ ભરાઈ જશે
ભાટપોરની સગીરાએ મિત્રતા તોડી નાંખતા યુવાને મોર્ફ કરેલા નગ્ન ફોટો મોકલાવ્યા
ગુજરાતની 3 નર્સિંગ કોલેજની માન્યતા રદ
56…59…અને સંબીત પાત્રા ટવીટર પર ભરાઈ પડયા : શું 20 સૈનિકોની શહિદીનો બદલો એપ પ્રતિબંધથી
Share This Article
Facebook Email Print
Previous Article શું શાહરૂખ તેની પુત્રી સાથે ‘પઠાણ’ જોવાની હિંમત કરશે? MPના એસેમ્બલી સ્પીકરે પૂછ્યો સવાલ
Next Article રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પુતિનની ગર્લફ્રેન્ડનો ડાન્સ વાયરલ, રશિયન સેનાનો જુસ્સો વધારી રહી છે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up