લવ જેહાદના મુદ્દે સુરતવાસીઓ નારાજ

130

– કતારગામ વિસ્તારમાં ત્રણ ઘટના બનતાં હિન્દુ હિત ચિંતકનાં બૅનરો હેઠળ રૅલી યોજી,મોરબીમાં લવ જેહાદની ઘટનામાં પોલીસે એકની અટકાયત કરી

સુરતમાં કેટલાક સમયથી બની રહેલી લવ જેહાદની ઘટનાઓ સામે કતારગામ વિસ્તારમાં હિન્દુ હિત ચિંતકનાં બૅનરો હેઠળ રૅલી યોજી નાગરિકોએ રોષ પ્રગટ કર્યો હતો.બીજી તરફ મોરબીમાં લવ જેહાદની ઘટના બની છે,જેમાં મોરબી સિટી પોલીસે એકની અટકાયત કરી છે.

સુરતમાં વિધર્મીઓ દ્વારા વારંવાર બની રહેલી લવ જેહાદની ઘટનાઓને લઈને ગઈ કાલે હિન્દુ હિત ચિંતક દ્વારા લવ જેહાદ જાગૃતિ અભિયાન છેડવામાં આવ્યું હતું.ગઈ કાલે કતારગામ વિસ્તારમાં રૅલી યોજવામાં આવી હતી,જેમાં અનેક નાગરિકો જોડાયા હતા.બૅનરમાં લખાયું હતું કે હિન્દુ બહેન-દીકરીઓને જેહાદીની જાળમાંથી બચાવો.લવ જેહાદમાં વિધર્મી યુવાનો યુવતીઓને ભગાડી જાય છે,જેને કારણે યુવતીઓ લવ જેહાદનો ભોગ બની રહી છે;પરિણામે સમાજમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.લવ જેહાદની ઘટનાઓ બનતાં વ્યથિત થયેલા નાગરિકોએ કતારગામથી રૅલી યોજીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

બીજી તરફ ગઈકાલે મોરબીમાં લવ જેહાદની ઘટના નોંધાઈ છે.મોરબી પોલીસના જણાવ્યા અનુસાર નામ બદલીને યુવતી પર પાંચ વર્ષ સુધી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.પોલીસમાં આ બાબતની ફરિયાદ નોંધાતાં પોલીસે આસિફ મકરાણી નામના શખ્સની અટકાયત કરી છે.

Share Now