બેશરમ રંગનો વિવાદ રોજ નવો રંગ લઈ રહ્યો છે ત્યારે હવે એક સંતે શાહરૂખ ખાનને જીવતો સળગાવી દેવાની ચીમકી આપી છે.સંતે કહ્યું કે મુંબઈમાં મારા માણસો તેણે શોધવામાં લાગી ગયા છે.તેમણે શાહરૂખ ઉપરાંત સલમાન અને આમિર પર પણ નિશાન સાધ્યું છે.
પઠાણ ફિલ્મનો વિવાદ શમવાનું નામ લઈ રહ્યો નથી.આ વિવાદે રાજનૈતિક બાદ હવે આધ્યાત્મિક રંગ પકડયો છે.શાહરુખ ખાનની ફિલ્મ પઠાણને લઈને સોશ્યલ મીડિયા પર ફિલ્મને બેન કરવાની માંગ અને બોયકોટ કરવાનું કેમ્પેઈન સતત ચાલી રહ્યું છે.પઠાણ ફિલ્મનો વિવાદ બેશરમ રંગ ગીતના શબ્દો અને તેમાં દીપિકાએ પહેરેલી ભગવા રંગની બીક્નીને લઈને શરુ થયો છે.આ વચ્ચે જ એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે.શાહરુખ ખાનને એક સંતે જીવથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપી છે.
અયોધ્યાના સંત જગતગુરુ પરમહંસ આચાર્યએ ખાનને ધમકી આપતા કહ્યું છે કે તેઓ ખાનની ચામડી ઉખાડી ફેંકશે.તે સંતે ખાનની ફિલ્મના વિરોધમાં કહ્યું કે આ ફિલ્મમાં ભગવા રંગનું અપમાન થયું છે.આચાર્યએ વધુમાં કહ્યું હતું કે હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવા માટે એક ખુબ વિચારીને કરવામાં આવેલી રણનીતિ છે,લોકો પૈસા કમાવવા માટે આવા ધંધા કરી રહ્યા છે.આ ફિલ્મ એક પ્રકારનો જીહાદ છે અને તે સમજી વિચારીને તૈયાર કરવામાં આવેલી એક રણનીતિનો ભાગ છે એટલે જ આજે અમે શાહરૂખ ખાનનું પોસ્ટર સળગાવ્યું છે અને અમે શાહરુખ ખાનને શોધી રહ્યા છે જે દિવસે મળી જશે એ દિવસે તે જીહાદીને અમે જીવતો સળગાવી દઈશું.
સંતે વધુમાં કહ્યું હતું કે, મુંબઈમાં મારા માણસો ખાનને શોધવામાં લાગી ગયા છે.તેમણે આ મુદ્દાને ધાર્મિકરૂપ આપતા કહ્યું હતું કે જો કોઈ હિંદુને નુકશાન થશે તો હું તેને આર્થિક મદદ કરવા તૈયાર છું પણ શાહરુખ ખાનનો ધર્મ ઇસ્લામ છે,આજ સુધી તેણે પોતાના ધર્મ પર ના કોઈ ફિલ્મ કે ના કોઈ વેબ-સીરીઝનું નિર્માણ કર્યું છે.તેમણે વધુમાં કહ્યું હતું કે હું શાહરુખ ખાનને ચેલેન્જ કરું છું કે તે ઈસ્લામમાં પ્રવર્તમાન ‘હલાલા’ ‘ત્રિપલ તલાક’ કે પછી ‘મહંમદ પયગંબર’ના જીવન પર ફિલ્મ બનાવીને બતાવે, 5 મીનીટમાં તેના એટલા ટુકડા થશે કે કોઈ ગણી પણ નહી શકે.સંતે શાહરૂખ ખાનની સાથે-સાથે સલમાન ખાન અને આમિર ખાનને પણ ટાર્ગેટ કર્યા છે.

