નવી દિલ્હી, તા.2 એપ્રિલ 2020, ગુરૂવાર
નિઝામુદ્દીનના તબલિગી જમાતના સેન્ટરમાં અનુયાયીઓને મસ્જિદથી સારુ મોત ક્યાંય નથી…નો પાઠ ભણાવનાર મૌલાના સાદ હવે પોતે જ કોરોનાના કારણે આઈસોલેશનમાં છે.
મૌલાના સાદ સામે પોલીસે મરકઝમાં લોકોને ભેગા કરવાની બેદરકારી દાખવવા બદલ કેસ કર્યો છે ત્યારે મૌલાનાએ આજે ઓડિયો ક્લિપ થકી સંદેશો આપ્યો હતો કે, ડોકટરે આપેલી સલાહ બાદ હું આઈસોલેશનમાં છું.
તેઓ ઓડિયોમાં હવે લોકોને સમજાવી રહ્યા છે કે, ડોક્ટર પાસે જવુ એ શરિયતની વિરુધ્ધ નથી. આ પહેલા તેમણે અગાઉ વાયરલ થયેલા ઓડિયોમાં કહ્યુ હતુ કે, એ જ ડોક્ટરની સલાહ માનજો જે અલ્લાહમાં વિશ્વાસ કરતો હોય.
મૌલાના સાદે સંદેશો આપીને કહ્યુ હતુ કે, જમાતે સરકારની મદદ કરવી જોઈએ. ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને ક્યાંય ટોળુ ના થાય તેનુ ધ્યાન રાખવુ જોઈએ.
જમાતના લોકોની સારવાર કરી રહેલા ડોકટરો અને નર્સો હેરાન પરેશાન છે. કારણકે ઘણા લોકો ઈલાજ માટે સહાકર આપી રહ્યા નથી. મૌલાનાની અપીલ બાદ હવે આ લોકો ઈલાજમાં સહકાર આપે છે કે નહી તે જોવાનુ રહે છે.

