By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નવા વર્ષની ઊજવણી વચ્ચે વિશ્વમાં કોરોનાનો વિસ્ફોટ : 30 લાખ કેસ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > નવા વર્ષની ઊજવણી વચ્ચે વિશ્વમાં કોરોનાનો વિસ્ફોટ : 30 લાખ કેસ
GeneralInternational

નવા વર્ષની ઊજવણી વચ્ચે વિશ્વમાં કોરોનાનો વિસ્ફોટ : 30 લાખ કેસ

HM News
Last updated: 04/01/2023 5:46 AM
HM News
2 years ago
Share
SHARE

– જાપાન, અમેરિકા સહિતના દેશોમાં કેસોમાં ૭ દિવસમાં અસાધારણ ઊછાળો
– જાપાનમાં 2188 સાથે દુનિયામાં 7 દિવસમાં કુલ 10,000નાં મોત : ચીન કોરોનાની સ્થિતિ દુનિયાથી છુપાવી રહ્યું છે
– ચીનમાં ડૉક્ટરો કોરોનાગ્રસ્ત હોવા છતાં દર્દીઓની સારવાર કરી રહ્યા છે

નવી દિલ્હી : સમગ્ર દુનિયામાં કોરોનાકાળ પછી પહેલી વખત નિયંત્રણો વિના નવા વર્ષ ૨૦૨૩ને આવકારવા માટે ભવ્ય ઊજવણીઓ થઈ.દરેક દેશમાં નવા વર્ષને ઊજવવા માટે લાખો લોકો માસ્ક,સોશિયલ ડિસ્ટન્સ વિના રસ્તા પર ઉતરી આવ્યા હતા. પરંતુ દુનિયાને કોરોના નિયંત્રણો હટાવવા ભારે પડી શકે છે.છેલ્લા સાત દિવસમાં દુનિયાભરમાં કોરોના વિસ્ફોટ થયો છે અને ૩૦ લાખથી વધુ કેસ નોંધાયા હતા જ્યારે ૧૦,૦૦૦નાં મોત થયા હતા.આ સમયમાં કોરોનાની સૌથી ગંભીર સ્થિતિ જાપાનમાં જોવા મળી હતી.

ક્રિસમસ અને નવા વર્ષની ઊજવણી પછી જાપાન,દક્ષિણ કોરિયા,અમેરિકા,બ્રાઝિલમાં કોરોના બેલગામ થઈ ગયો છે.સમગ્ર દુનિયામાં છેલ્લા ૭ દિવસમાં ૩૦ લાખથી વધુ કેસ સામે આવ્યા છે અને ૯૮૪૭ લોકોએ જીવ ગુમાવ્યો છે.જોકે, આ સમયમાં કોરોનાની સૌથી ગંભીર અસર જાપાનમાં જોવા મળી છે જ્યાં ૭ દિવસમાં કોરોનાથી ૨૧૮૮ લોકોના મોત થયા છે.

કોરોનાના આંકડા પર નજર રાખતી સંસ્થા વર્લ્ડ-ઓ-મીટર મુજબ દુનિયામાં સાત દિવસમાં કોરોનાના ૩૦,૪૪,૯૯૯ કેસ સામે આવ્યા છે જ્યારે ૯,૮૪૭ લોકોએ જીવ ગુમાવ્યો છે.આ દરમિયાન ૨૫,૪૫,૭૮૬ લોકો સાજા પણ થયા છે.છેલ્લા સપ્તાહમાં જાપાનમાં કોરોનાના ૧૦ લાખ કેસ નોંધાયા હતા જ્યારે ૨૧૮૮ લોકોનાં કોરોનાથી મોત નીપજ્યાં છે.અહીં કોરોનાના કેસમાં ૭ ટકાનો વધારો થયો છે.એ જ રીતે દક્ષિણ કોરિયામાં પણ કોરોનાના કેસ ૧૧ ટકાથી વધુ વધ્યા છે.અહીં ૭ દિવસમાં કુલ ૪,૫૭,૭૪૫ કેસ સામે આવ્યા જ્યારે ૪૨૯ લોકોનાં મોત થયા હતા.

અમેરિકામાં પણ ફરી એક વખત કોરોના વિસ્ફોટ થયો છે,જ્યાં ૭ દિવસમાં કોરોનાના ૨,૧૨,૦૨૬ કેસ મળ્યા હતા જ્યારે ૧૨૩૯ લોકોનાં મોત થયા હતા. બ્રાઝિલમાં ૭ દિવસમાં ૧,૮૫,૯૪૭ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧,૦૧૫ લોકોએ જીવ ગુમાવ્યો છે.ચીનના પડોશી દેશ તાઈવાનમાં પણ ૧,૮૫,૯૪૭ કેસ મળ્યા છે.આ દરમિયાન ૧૭૪ લોકોનું કોરોનાના કારણે મોત થયું છે.હોંગકોંગમાં ૨૯૧ લોકોના મોત થયા છે અને ૧,૬૪,૧૮૨ નવા કેસ મળ્યા છે.

પૂર્વ એશિયાના દેશોમાં કોરોના વકર્યો છે ત્યારે યુરોપમાં પણ ફરી એક વખત કોરોના મહામારી માથું ઊંચકી રહી છે.યુરોપમાં જર્મની (૧,૫૭,૯૨૮), ફ્રાન્સ (૧,૪૭,૫૮૪), આર્જેન્ટિના (૭૨,૫૫૮), ઈટાલી (૬૭,૨૨૮)માં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.જર્મનીમાં ૭ દિવસમાં ૬૯૭ લોકોએ જીવ ગુમાવ્યો છે.ફ્રાન્સમાં ૮૦૮, ઈટાલીમાં ૪૩૦નાં મોત નીપજ્યાં છે. ઓસ્ટ્રેલિયામાં કોરોનાના ૪૬,૪૩૯ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧૦૬ લોકોએ જીવ ગુમાવ્યો છે.

ચીનમાં ઝીરો કોવિડ પોલિસી હટયા પછી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.ચીનની સ્વાસ્થ્ય સિસ્ટમ અત્યંત ખરાબ રીતે અસરગ્રસ્ત થઈ છે.હોસ્પિટલોમાં ભારે ભીડના કારણે બેડ બચ્યા નથી. ત્યાં સુધી કે કોરોના સંક્રમિત હોવા છતાં ડોક્ટરો અને હેલ્થ કર્મચારીઓએ કામ પર આવવું પડી રહ્યું છે.કોરોનાથી હજારો લોકો જીવ ગુમાવી રહ્યા છે.સ્મશાન ગૃહોમાં અંતિમ સંસ્કાર માટે લાંબું વેઈટિંગ ચાલી રહ્યું છે.સ્થિતિ આટલી ખતરનાક હોવા છતાં ચીન દુનિયાથી કોરોનાના આંકડા છુપાવી રહ્યું છે.

દરમિયાન બ્રિટન સ્થિત એક સ્વાસ્થ્ય ડેટા કંપનીના રિપોર્ટમાં દાવો કરાયો છે કે ચીનમાં દરરોજ લગભગ ૯,૦૦૦ લોકોના મોત થઈ રહ્યા છે.ચીનમાં ડિસેમ્બરમાં કોરોનાથી મરનારાની કુલ સંખ્યા એક લાખ નજીક પહોંચી છે.વધુમાં રિપોર્ટમાં દાવો કરાયો છે કે ચીનમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૧૮.૬ કરોડ કેસ મળ્યા છે.જાન્યુઆરીના મધ્ય સુધીમાં ચીનમાં સ્થિતિ વધુ કથળવાની આશંકા છે.દરરોજ ૩૭ લાખ કેસ સામે આવી શકે છે તેમ નિષ્ણાતો કહે છે.

ભાજપનું આપકારણ : શહેરમાં વધુ 800 લોકો ‘આપ’માં જોડાયા,ભાજપે કહ્યું, સમસ્યા જલદી સાંભળો
હૈદરાબાદ ગેંગરેપ કેસ: ધારાસભ્યના સગીર પુત્રને પણ આરોપી બનાવાયો
ભારત પાસે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી સ્ટાર્ટ-અપ ઇકો-સિસ્ટમ : PM મોદી
ગુજરાતમાં પોલીસ પર સોશિયલ મીડિયા બંધી, સુનિતા યાદવ, ગ્રેડ પે વધારા બાબતે સોશિયલ મીડિયામાં મુદ્દો ઉછળતાં લેવાયેલો નિર્ણય
PM મોદીએ રાજ્યોના CM સાથે કરી ચર્ચા, જાણો ચર્ચાના મહત્વપૂર્ણ અંશ
Share This Article
Facebook Email Print
Previous Article પાક. સૈન્યના પૂર્વ વડા બાજવા, ફૈઝ અભિનેત્રીઓ સાથે સેક્સ કરતા, નેતાઓને હનીટ્રેપમાં ફસાવતા
Next Article નશામાં ધૂત વ્યક્તિએ બિઝનેસ ક્લાસમાં બેઠેલી મહિલા પર પેશાબ કર્યો, આજીવન મુસાફરી પ્રતિબંધ લાગી શકે છે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up