બારડોલી : કડોદરા પોલીસ મથકની બાજુમાં આવેલ અંત્રોલી ગામે રહેતા લિસ્ટેડ બુટલેગરને જાણે પોલીસની દર જ હોઈ તેમ ખુલ્લેઆમ કાટિંગ કરતા બને બુટલેગરને જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધા હતા.ગુનામાં અંગ્રેજી દારૂનો મુખ્ય સપ્લાયર શની ઉફે સોહનલાલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એલ.સી.બી શાખા તથા પેરોલ ફર્લો શાખાના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી કડોદરા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા.જે દરમ્યાન એલ.સી.બી શાખાના ASI મહેન્દ્રભાઈ શનાભાઈ તથા હે.કો રાજેશ બળદેવભાઈ નાઓને સંયુક્ત રાહે તેમના અંગત બાતમીદાર બાતમી હકિકત મળેલ કે,વાંકાનેડા ગામે રહેતો સોહન ઉર્ફે સન્ની પટેલ નાએ મૌજે અંત્રોલી ગામે સાઈ નગર પાછળ આવેલ ખાડી કિનારાની બાજુમાં ખુલ્લી જગ્યામાં ભારતીય બનાવટનો દારૂનો જથ્થો ઉતારેલ છે અને તેના માણસો મોટર સાયકલ ઉપર સગેવગે કરવાની પેરવીમાં છે.તેવી બાતમી મળતા પોલીસની ટીમે સ્થળ પર દરોડા પાડ્યા હતા.જ્યા નંબર વગરની મોટર સાઈકલ ઉપર વિદેશીદારૂનો જથ્થો સગેવગે કરતા બે આરોપી સાગર ધનસુખભાઈ સોલંકી (સાઈ નગર અંત્રોલી )અને આકાશ ગુણવંતભાઈ રાઠોડ (પુલ ફળિયું અંત્રોલી )નાઓને વિદેશી દારૂની પેટીઓ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.પોલીસે બન્નેની અટકયાય કરી 528 નંગ વિદેશી દારૂની બોટલ 60,000/- તેમજ મોબાઈલ અને ગાડી મળી કુલ 1 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.તેમજ વિદેશી દારૂનો જથ્થો કાર્ટીંગ કરાવનાર લીસ્ટેડ બુટલેગર્સ શોહમ ઉર્ફે શન્ની પટેલ નાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.


