By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતના નાનપુરામાં યુવતીની છેડતી બાબતે બે જૂથો વચ્ચે અથડામણ,પથ્થરમારો અને ગાડીઓમાં તોડફોડ કરાય
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતના નાનપુરામાં યુવતીની છેડતી બાબતે બે જૂથો વચ્ચે અથડામણ,પથ્થરમારો અને ગાડીઓમાં તોડફોડ કરાય
GeneralSurat

સુરતના નાનપુરામાં યુવતીની છેડતી બાબતે બે જૂથો વચ્ચે અથડામણ,પથ્થરમારો અને ગાડીઓમાં તોડફોડ કરાય

HM News
Last updated: 16/01/2023 11:29 AM
HM News
2 years ago
Share
SHARE

– પોલીસે સામ સામે ફરિયાદ નોંધીને 10ની અટકાયત કરી

સુરત, 16 જાન્યુઆરી 2023 સોમવાર : ગુજરાતમાં અનેક ઠેકાણે પતંગના પેચ લડાવવામાં માથાકુટ થઈ હોવાના બનાવ સામે આવ્યાં છે.ત્યારે સુરતમાં પણ પતંગ ચગાવતાં યુવતીની છેડતી થઈ હોવાને લઈને બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી.આ બબાલમાં બે જૂથો સામ સામે આવી જતાં પથ્થરમારો કરવા માંડ્યા હતાં.આ ઘટનામાં ચાર લોકોને ઈજા થઈ હતી.ઉશ્કેરાયેલા ટોળાએ કાર અને બાઈકમાં પણ તોડફોડ કરી હતી.પોલીસે ઘટના સ્થળે પહોંચીને 10થી વધુ લોકોની અટકાયત કરી છે.

સામ-સામે ગુનો નોંધી 10 લોકોની અટકાયત કરી

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના નાનપુરાના ખલીફા વિસ્તારમાં પતંગ ચગાવી કેટલાક લોકો યુવતીની છેડતી કરતા હતા.આ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી.રવિવારે સવારે પણ સામાન્ય છમકલું થતાં બન્ને જૂથો આમને-સામને આવી ગયા હતા અને ટોળાએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો.અહીં કાર અને બાઈકને નુકસાન પણ પહોંચ્યું હતું.ઘટનાની જાણ થતા જ કુલ 4 પોલીસ સ્ટેશનનો કાફલાએ ઘટનાસ્થળે પહોંચી મામલાને કાબૂમાં લીધો હતો.પોલીસે રાયોટિંગની ફરિયાદ લઈ સામ-સામે ગુનો નોંધી 10 લોકોની અટકાયત કરી હતી.

ગાડીઓને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું

ઘટનાસ્થળ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિએ પોલીસને કહ્યું હતું કે, ટેરેસ પર જ્યારે તેઓ પતંગ ચગાવવા ગયાં ત્યારે ત્રણથી ચાર લોકો યુવતીની છેડતી કરતાં હતાં.અમે પોલીસને બોલાવવાની બીક બતાવી તો કહ્યું કે જેને બોલાવવા હોય એને બોલાવો.પરંતુ પોલીસની ગાડી આવતાં જ તેઓ ત્યાંથી ભાગી ગયા હતાં.ફટકાથી અમારી ગાડીઓને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.અમારે ત્યાં સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે.

પાકિસ્તાનમાં અંધારપટ : વિદેશમાંથી કોલસો ખરીદવાના પૈસા ખતમ, વીજ પુરવઠો અટકી ગયો
સુરત જિલ્લા ભાજપ IT સેલના ગ્રુપમાં કાર્યકરે અશ્લીલ ફોટો શેર કરતાં ખળભળાટ : જિલ્લાના ઉચ્ચ હોદ્દેદારો – નેતાઓ ફિક્સમાં મુકાયા
હજુ ભારતમાં કોરોના ત્રીજો સ્ટેજમાં પ્રવેશ્યું નથી, જો એમ થશે તો દર્દીઓનો રાફડો ફાટશે !
યુપી-બિહારના ભૈયાઓ પંજાબમાં રાજ કરવા માંગે છે, સીએમ ચન્નીના વિવાદિત નિવેદન પર પ્રિયંકા ગાંધીએ તાળીઓ પાડી
‘I Quit…’ આ હતા વૈશાલી ઠક્કરના છેલ્લા શબ્દો, ડીસેમ્બરમા થવાના હતા લગ્ન !
Share This Article
Facebook Email Print
Previous Article વલસાડમાં બિલ્ડિંગના છજ્જા પર બેસી દારૂડિયાનો બે કલાક હાઈવોલ્ટેજ ડ્રામા, ફાયર બ્રિગેડે દોરડું બાંધી નીચે ઉતાર્યો
Next Article વડોદરાના સહકારી ક્ષેત્રે ચકચાર, બરોડા ડેરીના ચેરમેનનું રાજીનામું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up