વડોદરા અને ખેડા જિલ્લાના ભાજપના મુખ્ય સંગઠનનું વિસર્જન, નવા જિલ્લા પ્રમુખો નિમાયા

122

વડોદરા , તા.21 ફેબ્રુઆરી-2023, મંગળવાર : ગુજરાત ભાજપ દ્વારા વધુ બે જિલ્લાના મુખ્ય સંગઠનનું વિસર્જન કરવામાં આવ્યું છે.વડોદરા જિલ્લા અને ખેડા જિલ્લાના પ્રમુખ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું.જેનો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સ્વીકાર કર્યો હતો અને બન્ને જિલ્લાના મુખ્ય સંગઠનનું વિસર્જન કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે જ બન્ને જિલ્લામાં નવા જિલ્લા પ્રમુખની નિમણૂંક પણ કરવામાં આવી છે.

આજ રોજ વડોદરા જિલ્લા અને ખેડા જિલ્લાના પ્રમુખોએ વ્યક્તિગત કારણોસર જવાબદારી સંભાળવામાં પ્રતિફળતા દર્શાવી સ્વૈચ્છિક રાજીનામુ આપ્યુ છે.આથી વડોદરા જિલ્લા અને ખેડા જિલ્લાના મુખ્ય સંગઠનનું વિસર્જન કરવાનો નિર્ણય કર્યો હતો.વડોદરા જિલ્લાના નવા પ્રમુખ પદે સતિષ મોતીભાઈ પટેલ જ્યારે ખેડા જિલ્લાના પ્રમુખ પદે અજય ભુપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટની નિમણૂંક કરવામાં આવી છે.

નોંધનીય છેકે, વડોદરા અને ખેડા જિલ્લાના મુખ્ય સંગઠનનું વિસર્જન કરવામાં આવ્યું એ પહેલા થોડા દિવસો પૂર્વે ગુજરાત ભાજપ દ્વારા અન્ય બે જિલ્લાના મુખ્ય સંગઠનનું વિસર્જન કર્યું હતું.જેમાં બનાસકાંઠા અને દેવભૂમિ દ્વારકા જિલ્લો હતો.આ બન્ને જિલ્લાના પ્રમુખોને બદલવામાં આવ્યા હતા.

Share Now