By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વલસાડ સ્થિત સરીગામ GIDCની કંપનીમાં ભયંકર બ્લાસ્ટ સાથે આગ, 2 ના મોત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વલસાડ સ્થિત સરીગામ GIDCની કંપનીમાં ભયંકર બ્લાસ્ટ સાથે આગ, 2 ના મોત
GeneralSouth Gujarat

વલસાડ સ્થિત સરીગામ GIDCની કંપનીમાં ભયંકર બ્લાસ્ટ સાથે આગ, 2 ના મોત

HM News
Last updated: 28/02/2023 8:17 AM
HM News
2 years ago
Share
SHARE

– વેન પેટ્રો કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા અફરાતફરી
– બ્લાસ્ટમાં 2 લોકો ભડથું થયા, 2 લોકો ઈજાગ્રસ્ત

વલસાડ,તા. 28 ફેબ્રુઆરી 2023, મંગળવાર : જિલ્લાના સરીગામ જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે.જેમાં કંપનીના બ્લાસ્ટમાં બે લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ જાણવા મળેલ છે.મોડી રાત્રે કંપનીમાં આગ લાગતા મોડી રાતથી જ બચાવની કામગીરી કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સરીગામ જીઆઈડીસીમાં આવેલી વેન પેટ્રો કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો,જેના કારણે આગ ફાટી નીકળી હતી. પેટ્રો ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થતા બે માળનો એક તરફનો હિસ્સો ધરાશાયી થઈ ગયો છે.કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં કંપનીનો શેડ ધરાશાયી થયો હતો.એટલું જ આજુબાજુની કંપનીમાં અને કેમિકલ ઝોનમાં આવેલી તમામ કંપનીઓમાં બ્લાસ્ટની અસર જોવા મળી હકી.ઘટનાને લઈને આજુબાજુની કંપનીમાંથી કામદારો તાત્કાલિક પેટ્રોકેમ ફાર્મા કંપનીમાં મદદે દોડી આવ્યા હતા.

મહત્વનું છે કે, આગની ઘટના અંગે જાણ થતા સરીગામ GIDC,દમણ GIDC,વાપી GIDC, નોટિફાઈડ સહિતની ફાયરફાઈટરની કુલ 7 ગાડી ઘટના સ્થળે દોડી આવી હતી.જે બાદ ત્રણ જેટલી 108ની ગાડીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.બીજી તરફ ઘટના અંગે જાણ થતા જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા.સાથે સાથે તંત્રના તમામ અધિકારીઓની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા.

ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ કાબૂ કરવાની કામગીરી આરંભી હતી.જોકે ત્યાં સુધીમાં બે કામદારો આગમાં ભડથું થઈ ગયા હતા.જ્યારે આ ઘટનામાં અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થતા ઈજાગ્રસ્તોને હાલમાં નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.જો કે, હજી સુધી કંપનીમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.કાટમાળ હટ્યા બાદ જ કેટલા લોકો ફસાયા છે એ જાણી શકાય તેમ છે.મહત્વનું છે કે, ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ આગામી સમયમાં મૃત્યુઆંક વધી શકે તેમ છે.

કોરોના: રસીકરણ અટકતાં 11.7 કરોડ બાળકોને ઓરીનો ખતરો
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર આગામી ત્રણ મહિનામાં નવી પાર્ટીની જાહેરાત કરશે
AIને કારણે 74% ભારતીયોને સતાવી રહ્યો છે નોકરી ગુમાવવાનો ડર, માઈક્રોસોફ્ટના રિપોર્ટમાં મોટો દાવો
PM મોદીના જન્મદિવસ પર શિવસેનાએ નિશાન સાધતા કહ્યુ, તમે મોંઘવારી ઘટાડતી કેક ક્યારે કાપશો?
સુરતમાં હવે માસ્ક ફરજિયાત : હજી લોકડાઉનને વધુ કડક બનાવાશે.
Share This Article
Facebook Email Print
Previous Article શિવસેનાએ તમામ વિધાનસભ્યોને હાજર રહેવા વ્હિપ બહાર પાડતાં બબાલ થઈ
Next Article PSI ભરતીમાં કૌભાંડ? મયુર તડવીની આકરી પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up