– જહાજોની અવરજવરમાં સુધારા માટે આંતરિક જળમાર્ગોનો ઉપયોગ કરાશે
– અમારી પાસે ૧૧૧ રાષ્ટ્રીય જળમાર્ગ છે જે પૈકી ૨૩ નદી સિસ્ટમ પસંદ કરવામાં આવી છે : સર્વાનંદ સોનોવાલ
નવી દિલ્હી, તા. 6 : સરકાર જળ માર્ગોને ખોલીને માલવાહક અને યાત્રી જહાજોની અવરજવર માટે ૨૩ નદીઓની સિસ્ટમ વિકસિત કરવા માગે છે તેમ કેન્દ્રીય પ્રધાન સર્વાનંદ સોનોવાલે એક નિવેદનમાં જણાવ્યું છે.જેનો ઉદ્દેશ ઓછા પરિવહન ખર્ચે કાર્ગો અને પેસેન્જર જહાજોની અવરજવરમાં સુધારો કરવા માટે આંતરિક જળમાર્ગોનો ઉપયોગ કરવાનો છે.તેમણે જણાવ્યું હતું કે આપણી નદી સિસ્ટમમાં વેપારની અનેક ક્ષમતાઓ રહેલી છે.તેમણે રોકાણકારોને સલાહ આપી છે કે તે સારા નફા અને તેની અત્યાર સુધી ઉપયોગ કરવામાં નહીં આવેલ ક્ષમતાના ઉપયોગ માટે રોકાણ કરે.
સોનોવાલે જણાવ્યું હતું કે અત્યાર સુધી અમારી પાસે ૧૧૧ રાષ્ટ્રીય જળમાર્ગ છે.અમને ૨૩ નદી સિસ્ટમ શોધી કાઢી છે જે નેવિગેશન માટે યોગ્ય છે.જેને કાર્ગો અને યાત્રી જહાજોની અવરજવરના હિસાબથી વિકસિત કરવામાં આવશે.તેમણે જણાવ્યું હતું કે ડિબૂ્રગઢમાં મલ્ટી મોડેલ કાર્ગો ટર્મિનલનું નિર્માણ મલ્ટી કોર રોકાણની સાથે ૨૦૨૩ના અંત સુધીમાં શરૃ થશે. બ્રહ્મપુત્ર નદીના કિનારે વધારે વિકસિત કરશે. આનાથી લોકો માટે મોટી સંખ્યામાં રોજગાર પેદા થશે.સરકારે અર્થ ગંગા મોડેલ હેઠળ યાત્રી અને કાર્ગો જહાજના અવરજવરની સુવિધાજનક બનાવવા માટે ગંગા નદીના કિનારે ૬૨ ઘાટ વિકસિત કરવામાં આવશે.
કેન્દ્રીય પ્રધાને તમામ ૨૬ નદી સિસ્ટમનો ઉલ્લેખ કર્યો નથી પણ જણાવ્યું હતું કે સરકારનું ધ્યાન નદી સિસ્ટમ દ્વારા અવરજવર વધારવા પર છે.જે પરિવહનનો હરિત પ્રકાર છે અને ટ્રેનો તથા ટ્રકોની સરખામણીમાં સસ્તું છે.બ્રહમપુત્ર ક્રેકર્સ પોલીમર્સ લિમિટેડ (બીસીપીએલ) મધ્ય પૂર્વથી નેપ્થાની આયાત કરે છે.

