– હનુમાનજીની પૂજામાં કેટલીક કાળજી અવશ્ય લેવી જોઇએ.
– સુતકકાળમાં હનુમાનજીની પૂજા વર્જિત માનવામાં આવે છે.
– બજરંગબલીને ચરણામૃતથી સ્નાન ન કરાવવુ જોઇએ
હનુમાન જયંતિનો તહેવાર આવી રહ્યો છે.હનુમાન જયંતિ ચૈત્ર મહિનાની પૂનમે આવે છે.આ વખતે તે 6 એપ્રિલના રોજ આવી રહી છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હનુમાનજયંતિના દિવસે કેટલાક કામ ન કરવા જોઇએ,તેનાથી હનુમાનજીની કૃપા થતી નથી.
સુતક કાળમાં પૂજા
હનુમાનજીની પૂજા ક્યારેય પણ સૂતક કાળમાં ન કરવી જોઇએ.સૂતક કાળ ગ્રહણના 12 કલાક પહેલા તો લાગે જ છે,પરંતુ ઘરમાં કોઇનુ મૃત્યુ થયુ હોય તો પણ લાગે છે.કોઇ વ્યક્તિનુ મૃત્યુ થતા ઘરમાં 13 દિવસ માટે સૂતક કાળ લાગે છે.આ સમયગાળામાં હનુમાનજીની પૂજા વર્જિત માનવામાં આવે છે.
ચરણામૃતથી સ્નાન
બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે હનુમાનજીની પૂજામાં ક્યારેય ચરણામૃતનો પ્રયોગ થતો નથી.હનુમાન જયંતિ પર બજરંગબલીને ચરણામૃતથી સ્નાન કરાવાથી બચવુ જોઇએ.તેમની પૂજામાં ચરણામૃત ચઢાવાતુ નથી.
કાળા-સફેદ વસ્ત્રો ન પહેરો
બજરંગબનીની પૂજા કરતી વખતે ભુલથી પણ કાળા કે સફેદ વસ્ત્રો ન પહેરો..તેના પરિણામ બહુ અશુભ હોઇ શકે છે.હનુમાનજીની પૂજા માત્ર લાલ રંગના વસ્ત્રો પહેરીને કરવી જોઇએ.
ખંડિત પ્રતિમા
હનુમાન જયંતિ પર પૂજા માટે બજરંગબલીની તુટેલી કે ખંડિત પ્રતિમાનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઇએ.જો તમારા ઘરના મંદિરમાં બજરંગબલીની એવી કોઇ પ્રતિમા છે તો તેને તાત્કાલિક હટાવી દો.આવી પ્રતિમાને નદીમાં પધરાવી શકો છો.
માંસ મદિરા
હનુમાન જયંતિના દિવસે માંસ-મદિરાના સેવનથી બચવુ જોઇએ.ક્રોધમાં આવીને કોઇને અપશબ્દ ન કહો.દ્વાર પર આવેલા લોકોનું અપમાન ન કરો.જો તમે આ દિવસે ઉપવાસ કરી રહ્યા છો તો મીઠાનું સેવન ન કરો.


