By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે અનુપમસિંહ ગેહલોત અથવા શમશેરસિંહનું નામ મોખરે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે અનુપમસિંહ ગેહલોત અથવા શમશેરસિંહનું નામ મોખરે
GandhinagarGeneral

અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે અનુપમસિંહ ગેહલોત અથવા શમશેરસિંહનું નામ મોખરે

HM News
Last updated: 18/04/2023 10:29 AM
HM News
3 years ago
Share
SHARE

– અમદાવાદના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ 30 એપ્રિલે વયનિવૃત્ત થઈ રહ્યાં છે
– સુરત,વડોદરા અને રાજકોટ પોલીસ કમિશ્નર તથા અમદાવાદ ક્રાઈમ બ્રાંચ જેસીબી અને રેન્જ આઈજીપીની રેસમાં ગળાકાપ હરિફાઈ

ગાંધીનગર, તા. 18 એપ્રિલ 2023, મંગળવાર : ગુજરાતમાં નજીકના દિવસોમાં IPS અધિકારીઓની બદલીઓનો ગંજીફો ચીપાશે.જેમાં અમદાવાદ,સુરત,રાજકોટ અને વડોદરાના પોલીસ કમિશ્નરોની બદલીઓ પણ કરવામાં આવી શકે છે.અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ આગામી 30 એપ્રિલના રોજ નિવૃત્ત થતાં હોવાથી તેમના સ્થાને આઈબીના વડા અને એસીબીના ડાયરેક્ટર અનુપમસિંહ ગેહલોત તેમજ વડોદરાના પોલીસ કમિશ્નર ડો.શમશેરસિંહનું નામ મોખરે ચાલતું હોવાનું પોલીસબેડામાં ચર્ચાઈ રહ્યું છે.આ ઉપરાંત સુરત પોલીસ કમિશ્નર અજય તોમર અને જેલોના વડા ડો. કે.એલ.એન રાવના નામોની ચર્ચાઓ ચાલી રહી છે.

અમદાવાદના પોલીસ કમિશ્નર વયનિવૃત્ત થઈ રહ્યાં છે

આ ઉપરાંત અમદાવાદ ક્રાઈમ બ્રાંચના જેસીપી અને અમદાવાદ રેન્જ આઈજીપી વી.ચંદ્રશેખર સહિતના અનેક અધિકારીઓની બદલીઓ કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ 30મી એપ્રિલના રોજ નિવૃત થતા હોવાથી તેમના સ્થાને કોને બેસાડવા તે બાબતે અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે.આ ઉપરાંત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી ગઇ હોવાથી લોકોમાં પોલીસની છબી સુધારવા માટે ડેમેજ કંટ્રોલ તરીકે અને કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા ડો.શમશેરસીંગ પર સરકારની નજર છે.તેમને અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે મુકાય તેવી પ્રબળ શકયતા સેવાઇ રહી છે.

..તો ગેહલોતને સુરતના કમિશ્નર બનાવાય તેવી શક્યતા

આઇ.બીના વડા અનુપમસિંહ ગેહલોત સરકારની ગુડબુકમાં હોવાથી તેમને અમદાવાદ પોલીસ કમિશનર તરીકે મુકવામાં આવે તેવી પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં ચર્ચાઓ ચાલી રહી છે.તેઓ ઇન્ટેલીજન્ટ બ્યુરોમાં હોવાથી સરકારની ખુબ જ નજીકના અધિકારી માનવામાં આવે છે.વિધાનસભાની ચૂંટણીમાં અનુપમસિંહ ગેહલોતે સરકારની ખુબ જ મદદ કરી હતી.જેના કારણે સરકારને ગુજરાતમાં ખુબ જ સારા પરિણામો મળ્યા છે.આ ઉપરાંત ગેહલોતને સુરત પોલીસ કમિશનર પણ બનાવાય તેવી શકયતા પણ નકારી શકાતી નથી.જો અજય તોમરને સુરતથી હટાવશે તો ગેહલોતને તેમના સ્થાને મુકાય તેમ છે.આ ઉપરાંત રેલ્વેના ડીઆઇજી રાજકુમાર પાંડીયન પણ સુરત પોલીસ કમિશનરની રેસમાં હોવાનુ જાણવા મળ્યુ છે.

બદલીઓને લઈને પોલીસબેડામાં ભારે ચર્ચાઓ

જેલોના વડાના ડો.કે .એલ.એન રાવને અમદાવાદ પોલીસ કમિશનર બનાવાય તેવી ચર્ચા ચાલી હતી.પરંતુ સમગ્ર ગુજરાતની જેલોમાં ખુદ ગુહમંત્રીએ સર્ચ કરાવ્યુ તેમાં ઘણી બધી જેલોની પોલપટ્ટી સરકારના હાથે લાગી હોવાથી હવે સરકાર તેમને અન્ય કોઇ જગ્યાએ મુકે તેવી શકયતા સેવાઇ રહી છે.આ ઉપરાંત અમદાવાદ ક્રાઇમબ્રાંચના સંયુકત પોલીસ કમિશનર પ્રેમવીર સીંઘને હટાવીને તેમના સ્થાને IPS આર.વી.અસારી,અભય ચુડાસમા સહિતના અધિકારીઓ રેસમાં હોવાનુ જાણવા મળ્યુ છે. અમદાવાદ રેન્જ આઇજીપી વિ.ચંદ્રશેખરની બદલી કરીને તેમના સ્થાને સંદીપસિંહ,અશોકકુમાર યાદવ તેમજ અન્ય અધિકારીઓ રેસમાં હોવાની પોલીસબેડામાં ચર્ચા ચાલી રહી છે.વડોદરા પોલીસ કમિશનર ડો.શમશેરસીંગની બદલી કરવામાં આવે તો તેમના સ્થાને નરસિંહા કોમર તેમજ અન્ય અધિકારીઓના નામ પોલીસબેડામાં ચાલી રહેલી ચર્ચામાં મોખરે છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુરૂવારે મુખ્યમંત્રી ભરૂચના મહેમાન બનશે, સંપર્ક અને સંવાદ સાધશે
Next Article દિલ્હી MCD મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી લડવાનો ભાજપનો નિર્ણય, ઉમેદવારોના નામ જાહેર કર્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up