By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: યમનની રાજધાની સનામાં એક કાર્યક્રમમાં નાસભાગ મચી, 80 લોકોનાં મોત, 100થી વધુ ઘાયલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > યમનની રાજધાની સનામાં એક કાર્યક્રમમાં નાસભાગ મચી, 80 લોકોનાં મોત, 100થી વધુ ઘાયલ
GeneralInternational

યમનની રાજધાની સનામાં એક કાર્યક્રમમાં નાસભાગ મચી, 80 લોકોનાં મોત, 100થી વધુ ઘાયલ

HM News
Last updated: 20/04/2023 8:59 AM
HM News
2 years ago
Share
Pic : Twitter
SHARE

– સેંકડો ગરીબ લોકો વેપારીઓ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં એકઠા થયા હતા ત્યારે નાસભાગ મચી
– ભીડને કાબુમાં લેવા પ્રયાસરૂપે હવામાં ફાયરિંગ કર્યું જે ઈલેક્ટ્રિક વાયર સાથે અથડાતા વિસ્ફોટ થયો અને લોકો તેનાથી ગભરાઈ જતા નાસભાગ મચી હતી

યમન ,તા. 20 એપ્રિલ 2023, ગુરુવાર : બુધવારે મોડી રાત્રે યમનની રાજધાનીમાં એક નાણાકીય સહાય વિતરણ કાર્યક્રમમાં નાસભાગ મચી ગઈ હતી.અધિકારીઓના જણાવ્યા અનુસાર નાસભાગમાં 80થી વધુ લોકોના મોત થયા છે,જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે.હૌથી સંચાલિત આંતરિક મંત્રાલયના જણાવ્યા અનુસાર સનાના મધ્યમાં ઓલ્ડ સિટીમાં જ્યારે સેંકડો ગરીબ લોકો વેપારીઓ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં એકઠા થયા હતા ત્યારે નાસભાગ મચી ગઈ .

ઘાયલોમાંથી 13ની હાલત ગંભીર

ડઝનેક ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા.સનામાં એક વરિષ્ઠ આરોગ્ય અધિકારી,મોતાહેર અલ-મારોનીએ મૃતકોની સંખ્યા આપી અને કહ્યું કે હૌથી બળવાખોરો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઓછામાં ઓછા 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ઘટનાસ્થળે પત્રકારો સહિતના લોકોના આવવા પર પ્રતિબંધ

જ્યાં કાર્યક્રમ યોજાયો હતો તે જગ્યાને બળવાખોરોએ તરત જ શાળાને સીલ કરી દીધી હતી અને પત્રકારો સહિત લોકોને પ્રવેશતા અટકાવ્યા હતા.પ્રત્યક્ષદર્શીઓ અબ્દેલ-રહેમાન અહેમદ અને યાહિયા મોહસેને જણાવ્યું હતું કે ભીડને કાબૂમાં લેવાના પ્રયાસમાં,સશસ્ત્ર હૌથીઓએ હવામાં ગોળીબાર કર્યો હતો જેમાંથી એક ઇલેક્ટ્રિક વાયરને અથડાતા વિસ્ફોટ થયો હતો.તેનાથી ગભરાટ ફેલાયો અને લોકોએ નાસભાગ કરવાનું શરૂ કર્યું હતું.ગૃહ મંત્રાલયે કહ્યું કે તેણે બે આયોજકોની અટકાયત કરી છે અને તપાસ ચાલી રહી છે.

2020 રાજકીય ઉથલ પાથલ : કપરાડા MLAએ કોંગ્રેસમાંથી છેડો ફાડ્યો, દાનહ જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપને ઝટકો : દમણ જિલ્લા પંચાયત પ્રમુખ સુખા પટેલની ચકચારીત ડબલ મડર કેસમાં ધરપકડ થઇ હતી
ED મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ઘેરાઈ મોદી સરકાર, જાણો શું છે સમગ્ર મામલો !
સુદાનમાં સૈન્ય તખ્તાપલટ બાદ હમદોકને ફરી PM બનાવાયા, વિપક્ષે લગાવ્યો સિક્રેટ ડીલનો આરોપ
”ઇન્જેક્શન સરકાર” CR પાટીલે ઇન્જેક્શન કાંડમાં હાઈકોર્ટને જવાબ ન આપતા,એક સપ્તાહમાં જવાબ રજૂ કરવા CRને કોર્ટનું અલ્ટિમેટમ
બોલીવુડને લઇ સાધ્વી પ્રાચીની તીખી પ્રતિક્રિયા કહ્યું કે લાલ સિંહ ચડ્ઢા જોવાને બદલે રણવીર સિંહને ચડ્ડી દાન કરો
Share This Article
Facebook Email Print
Previous Article અતિક અહેમદનો પત્ર માફિયા ગેંગ, રાજકારણીઓનાં કરતૂત ખોલશે
Next Article ફોક્સ ન્યૂઝનું ડોમિનિયન વોટિંગ સાથે 64,000 કરોડમાં સમાધાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up