By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વલસાડ જિલ્લામાં ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અનેક અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ કરાયું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વલસાડ જિલ્લામાં ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અનેક અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ કરાયું
GeneralSouth Gujarat

વલસાડ જિલ્લામાં ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અનેક અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ કરાયું

HM News
Last updated: 27/04/2023 10:05 AM
HM News
2 years ago
Share
SHARE

વલસાડ, તા. 27 એપ્રિલ 2023, ગુરૂવાર : લોકશાહીને ધબકતી રાખી પ્રજાના કલ્યાણ માટે છેલ્લા 20 વર્ષથી નિરંતર ચાલી આવતો ગુજરાત સરકારનો સ્વાગત (સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રિવાન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી) ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ લોકો માટે આધારસ્તંભ બની ગયો છે.જે સમસ્યાનો ઉકેલ ત્વરિત આવતો ન હોય તેવા અનેક પ્રશ્નો સ્વાગત કાર્યક્રમમાં જિલ્લાના સર્વે અધિકારીઓની ઉપસ્થિતિમાં અરજદારની સામે જ પારદર્શક રીતે ઉકેલાય જાય છે.ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા. 23 એપ્રિલ 2023માં શરૂ કરલા સ્વાગત કાર્યક્રમની લોકપ્રિયતાએ પ્રજામાં સરકારના પારદર્શક વહીવટ અને સકારાત્મક અભિગમની છબી ઉભી કરી છે.હાલ રાજ્યભરમાં ઉજવાઈ રહેલા સ્વાગત કાર્યક્રમને વલસાડ જિલ્લામાં પણ અપાર સફળતા મળી રહી છે.જેનુ ઉદાહરણ વલસાડ તાલુકાના અટગામ ગામના 2 લાભાર્થી ખેડૂતોને વલસાડ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં થયેલા સુખદ અનુભવ ઉપરથી જાણી શકાય છે.

આવા જ એક લાભાર્થી છે વલસાડ તાલુકાના અટગામ ગામના જોટીંગ તળાવ ફળિયાના રહીશ રમણલાલ છોટુભાઈ પટેલ. તેઓ સર્હષ જણાવે છે કે, અમારા ગામમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ના ડુંગરી વિભાગમાં ઠક્કરવાડા ગામના ખેતીવાડી એરિયામાં જોટીંગ તળાવથી બામખાડી વિસ્તારમાંથી ડેડલાઈન પસાર થાય છે.ઘણા વર્ષો પહેલા ખેતરમાંથી પસાર થતી આ વીજ લાઈન હાલમાં બિનઉપયોગી છે.ખેતરમાં કામ કરતા ખેડૂતોથી માંડીને મજૂરો માટે પણ જીવનું જોખમ પેદા કરી શકે તેવી લાઈન છે.જેથી આ ડેડલાઈનને ખેતરમાંથી દૂર કરવા માટે તા. 19મી એપ્રિલ 2023ના રોજ સ્વાગત કાર્યક્રમમાં અરજી કરી હતી.અને આજે તા. 26 એપ્રિલના રોજ આ કાર્યક્રમ થાય તે પહેલા જ ગણતરીના દિવસોમાં ખેતરમાંથી ડેડલાઈનને સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે.જેથી ખેડૂતો અને મજૂરોને રાહત થઈ છે.સ્વાગત કાર્યક્રમ હકીકતમાં પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે સેતુરૂપ બન્યો છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારના પ્રજાલક્ષી અને લોકાભિમુખ વહીવટની અરજદારોને પ્રતીતિ થઈ રહી છે. જે બદલ ખેડૂત રમણલાલ પટેલે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

સ્વાગત કાર્યક્રમના અન્ય એક લાભાર્થી મગનભાઈ છોટુભાઈ પટેલ (રહે. અટગામ)એ જણાવ્યું કે, અટગામના જોટીંગ તળાવ પાસે બહાદૂર ફળિયા પાસે ખવાઈ ગયેલી ડીપીનું બોક્ષ અને ફ્યુઝમાં વારે ઘડીએ તણખાં ઝરતા હતા.જેથી લોકોના જીવ સામે જોખમ હતું. આ બાબતે DGVCLની ડુંગરી સ્થિત પેટા વિભાગીય કચેરી દ્વારા તાત્કાલિક અસરથી ગામમાં પહોંચી નવુ DP બોક્ષ લગાવવામાં આવ્યું છે.જેનાથી ગામના તમામ રહીશોને રાહત થઈ છે.જે બદલ ગુજરાત સરકારનો આભાર માનીએ છે.

જનસુખાકારી માટે અવિરત ચાલી આવતા સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ પૂર્ણ થતા રાજ્યભરમાં સ્વાગત સપ્તાહની ઉજવણી થઈ રહી છે. જેમાં ફરિયાદોનું સ્વાગત કરી ત્વરિત નિરાકરણ પણ લાવવામાં આવે છે.સ્વાગત કાર્યક્રમમાં અનેક લોકોના પ્રશ્નો ઉકેલાતા તેઓએ રાજ્ય સરકારના વહીવટ સામે સંતોષ દર્શાવ્યો હતો.અરજદારો સ્વાગત કાર્યક્રમની ભારોભાર પ્રશંસા કરી ગુજરાત સરકારના સુદઢ વહીવટ અને સુશાસન બદલ આભાર માની રહ્યા છે.

છ મહાપાલિકામાં ભાજપ કલીન સ્વીપ કરશે; ગુપ્તચર રીપોર્ટ પણ ભાજપમાં સાવધાનીનો સૂર
ભાજપ પ્રમુખ C.R. પાટીલ વિરોધી સૂર કાઢીને રૂપાણી સરકારના આ વરિષ્ઠ પ્રધાને શું કહ્યું ?
કોરોના માટે VIAના CSR ફંડ મામલે ઉદ્યોગકારોમાં કચવાટ
નેધરલેન્ડમાં કર્મચારીઓને ‘વર્ક ફ્રોમ હોમ’નો અધિકાર અપાશે
ગુજરાતમાં ઊંધીયુ તો બીજા રાજ્યમાં મકરસંક્રાતિ પર શું છે લોકપ્રિય ? જાણો બીજા રાજ્યની રસપ્રદ વાનગી
Share This Article
Facebook Email Print
Previous Article વલસાડના અતુલમાં જુગારધામ પર પોલીસનો દરોડો, 78 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
Next Article વાંસદા તાલુકાના ચાંપલધરામાં કરોડના માર્ગોના કામનું હજુ મુર્હત નીકળ્યું નથી !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up