– બિગ બ્રધર ફેમ થેરેસિયા ફિશ્ચરે કરાવેલી સર્જરીની દુનિયાભરમાં ચર્ચા
– થેરેસિયા ફિશ્ચરે પગ સાડા પાંચ ઈંચ લાંબા કરાવ્યા પછી ઊંચાઈ છ ફૂટથી વધુ થઈ ગઈ : છ નવા બોયફ્રેન્ડ બની ગયા!
બર્લિન : જર્મનીની મોડેલ થેરેસિયા ફિશ્ચરે કરાવેલી અનોખી સર્જરીએ દુનિયાભરમાં ચર્ચા જગાવી છે.સામાન્ય રીતે લોકો પ્લાસ્ટિક સર્જરી કરાવતા હોય છે.ખાસ તો મહિલાઓ સુંદરતા માટે હોંઠ,નાક કે ગાલ કે સ્તન-નિતંબની પ્લાસ્ટિક સર્જરી કરાવે છે,પરંતુ જર્મનીની મોડેલે લંબાઈ વધારવા ઓપરેશન કરાવ્યું છે.
જર્મનીની આ ૩૧ વર્ષની મોડેલે અંદાજે ૧.૩૨ કરોડ રૂપિયાના ખર્ચે પગની લંબાઈ ૫.૫ ઈંચ વધારી છે.પગની લંબાઈ વધતા મોડેલની ઊંચાઈ ૬ ફૂટ થઈ ગઈ છે.ઈન્સ્ટાગ્રામમાં તસવીરો શેર કરીને થેરેસિયા ફિશ્ચરે જણાવ્યું હતું કે બાળપણથી તેના પગ ટૂંકા હોવાથી લોકો મશ્કરી કરતા હતા.મોડેલ બની ગયા પછી પગ ટૂંકા હોવાના મુદ્દે તેના પર કટાક્ષ થતા હતા.ફેન્સ પણ તેના પર વ્યંગ કરતા હતા.
બાળપણથી સતત ટીકા સાંભળતી રહેલી આ મોડેલે ૧.૩૨ કરોડ રૂપિયાના ખર્ચે બંને પગની લંબાઈ વધારી હતી.બંને પગમાં ટેલેસ્કોપિક રોડ નાખીને લંબાઈ વધારવામાં આવી છે. ઓપરેશન પછી તેના પગની લંબાઈ ૫.૫ ઈંચ વધી જતાં તેની કુલ લંબાઈ છ ઈંચ થઈ ગઈ છે.લંબાઈ વધારવાના ઓપરેશન પછી થેરેસિયાએ કહ્યું હતું કે તેનામાં આત્મવિશ્વાસ વધ્યો છે.તે બેહદ ખુશ છે.ખૂબ સંતોષ થયો છે અને બાળપણની લઘુતાગ્રંથિમાંથી મુક્ત થઈ છે.લંબાઈ વધવાથી મોડલિંગ કરિઅરમાં ફાયદો થયાનું પણ તેણે કહ્યું હતું.મોડેલે તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે લંબાઈ વધ્યા બાદ તેના છ બોયફ્રેન્ડ બની ગયા છે.ઈન્સ્ટાગ્રામમાં ૧.૪૫ લાખ ફોલોઅર્સ ધરાવતી થેરેસિયાની ઘણાં ફેન્સે લંબાઈ વધારવા મુદ્દે પણ ટીકા કરી હતી.